કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ STIHL સાથે ભાગીદારીમાં 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.
ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.
ખેડૂતોનું કરવામાં આવ્યું બહુમાન
કૃષિ જાગરણ એમએફઓઆઈ, વીવીઆઈએફ, STHIL ખેડૂત ભારત યાત્રા ગઈ કાલે સુરતમાં પોતાની યાત્રા પૂર્ણ કરીને આજે એટલે કે શુક્રવારે 12 એપ્રિલે તાપી પહોંચી હતી. જ્યાં તાપી જિલ્લાની વ્યારા તાલુકામાં પ્રગતિશીલ ખેડૂતો ઋષિકેશભાઈ ચૌધરી અને હેમંત તરસોડિયા સાથે મુલકાત કરી હતી. તેમના સાથે આપણે ખેડૂતોની સમસ્યાને લઈને ચર્ચા કરી હતી. ત્યાર પછી વ્યારા તાલુકાના એવા ખેડૂતો જેઓ ખેતી માટે કઈંક કરવા ઇચ્છે છે તેમનો બહુમાન કરવામાં આવ્યા હતા. ખેડૂતોનું સન્માન વ્યારાના પ્રગતિશીલ ખેડૂત ઋષિકેશભાઈ ચૌધરી અને હેમંત તરસોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.ત્યાર પછી ભારત કિસાન યાત્રા વ્યારા APMC Market Yard પહોંચી. જ્યાં ભીંડાના ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી અને તેઓને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રયોજિત MFOI, VVIF વિશે સંપૂર્ણ માહિતીથી અવગત કરવામાં આવ્યા.
25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા
તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ STHIL ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)
Share your comments