ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની હિમતનગર તાલુકામાં મોટા પાચે બટાકાનું વાવેતર કરવામાં આવે છે, ત્યાંના ખેડૂતોએ શિયાળાની ઋતુંમાં પ્રાકૃતિક રૂપથી બટાકાનું વાવેતર કરતા આવ્યા છે. પરંતુ આ વર્ષે તાલુકાના 7 જેટલા ગામોમાં બટાકાના પાક પર લીલોતરી વચ્ચે સુકારો જોવા મળ્યો હતો. જેના કારણે જગતના તાતના સામે સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે. સુકારો રોગ ફેલાતા તાલુકાના હરીયોલ, ગઢોડા, આકોદરા, કાંકરોલ સહીત સાત ગામોમાં બટાકાના વાવેતર કરતાના સાથે જ સુકારો જેવા રોગ દેખાતા અધિકારિઓ પણ મુશકિલીમાં મુકાઈ ગયા છે. વાત જાણો એમ છે કે ખેડૂતો દ્વારા બગાયત નિયામકના અઘિકારિઓને રજુઆત કરવામાં આવી હતી કે હડીયોલ અને ગઢોલા સમેત સાત ગામોમાં બટાકાન વાવેતર કરતાના સાથે જ તેમાં સુકારો રોગ દેખાવા લાગ્યો છે જેના કારણે આપણે (ખેડૂતોએ) ચિંતાચૂર બન્યા છે.
બગાયત અધિકારિઓએ બે ગામોની મુલાકાત લીધી
ખેડૂતોની ફરિયાદના આધારે બગાયત નિયામકના અધિકારિઓએ હડીયાલ અન ગઢોડા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમન જોયું હતું કે વાવેતર કરેલા બટાકાના ખેતરમાં ચારે બાજુ લીલોતરી વચ્ચે સુકારો જોવા મળી રહ્યું છે. ત્યારે બગાયત ટીમે તપાસ કર્યા પછી જરૂરી દવાઓનો છંટકાવ કરવા અને વાતાવરણ મુજબ પિચત આપવાનું સૂંચન કર્યો હતું. પણ હાલ તો સુકારો દેખાતા બટાકાની સાઈઝ બનવવાના સમય પર નુકસાન થતુ જ દેખાઈ રહ્યું છે. બીજી બાજુ હિમતનગર તાલુકાના બીજા ઘણ બધા ગામડાઓમાં જ્યા ખેડૂતોએ બટાકાના પાકને સુરક્ષિત રાખવા વિવિધ દવાઓનો છંટકાવ કર્યોં હતો ત્યાં પણ સ્થિતિ તેવી જ છે. ત્યાં પણ દવાના છંટકવાન કર્યા છતાયે સુકારો રોગ ફેલાઈ રહ્યો છે. જેને જોતા જો હવે બગાયત વિભાગ દ્વારા આપવામાં આવેલી સલાહ પર પણ કામ નહીં આવી તો ખેડૂતોને બટાકા ફેકી દેવાનો વારો આવી શકે છે કેમ કે ચિપ્સ કંપનિઓનો તો હવે સુકારો લાગ્યો બટાકા ખરીદે નહિં તેમ છે.
સરકારથી કરી શકો છો રજુઆત
ખેડૂત ભાઇયો કૃષિ જાગરણ ગુજરાતી તમારા સાથે ખભાથી ખભા મેળવીને ઉભા છે. એટલે આપણે તમને ત્યાં તે સલાહ આપીએ છીએ કે જો સુકારા રોગના કારણે તમારા બટાકાનું પાક નુકસાન પામે છે અને તમારે તેને ફેંકવાનો વારો આવે છે તો તમે ગુજરાત સરકારને રજુઆત કરી શકો છો કે સરકાર તમને તમારા નુકસાનનું વળતર આપે. ક તો પછી તમે બગાયત વિભાગને રજુઆત કરી શકો છો કે તે કંપનિઓ વચ્ચે સાંકળનું કામ કરે અને વાવેતર કરેલો બટાકાનો પાક સાઈઝ નહીં પણ નાના-મોટા દરેક બટાકાની ખરીદી કરે.
સારી કમાણી માટે હિમતનગરના ખેડૂતોએ કર્યો હતું બટાકાનું વાવેતર
હિમતનગર તાલુકાના ખેડૂતોએ સારી કમાણી માટે બટાકાનું વાવેતર કર્યું હતું. પરંતુ વાતાવરણની અસરને લઈને બટાકાની સાઈઝ બનવાના સમયે રોગ આવતા સાઈઝ અટકી ગઈ છે. તો પાક બચાવવા માટે દવાનો છંટકાવ કર્યો પરંતુ પરિણામ નથી મળ્યું. ત્યારે ખેડૂતોએ બાગાયત વિભાગને રજૂઆત કરી હતી. અને હવે બાગાયત વિભાગની મેહનત રંગ લાવે છે કે નહીં તેના માટે તો રાહ જોવી પડશે. પરંતુ જો બટાકાના પાકમાં સુધારો નથી થયું તો બટાકા કંપની તેને નહિ ખરીદે તેથી ખેડૂતો દ્વારા કરેલો ખર્ચ પણ તેમને નહીં મળે જેના કારણે ખેડૂતોને બટાકા ફેકી દેવાનો વારો આવી શકે તો નવાઈ નહિ.
Share your comments