છોટાઉદેપુર જિલ્લામાં ટામેટાનો ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને બિયારણ અને ખાતરનો ખર્ચ પણ નીકળે તેમ નથી. જેના કારણે ખેડૂતો ટામેટાનો પાક ફેંકવા મજબૂર બન્યા છે.
ગુજરાત છોટાઉદેપુર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. કેમ કે મહામહેનતે પકવેલો ટામેટાનો પાક ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે. ટામેટાનો ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને બિયારણ અને ખાતરનો ખર્ચ પણ નીકળે તેમ નથી. જેના કારણે ખેડૂતો ટામેટાનો પાક ફેંકવા મજબૂર બન્યા છે. જેમાં ટામેટાના ભાવ તળિયે પહોંચી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. છોટા ઉદેપુર જિલ્લામાં મોટા પાયે ટામેટાની ખેતી કરતા ખેડૂતોને તનતોડ મહેનત બાદ પણ યોગ્ય વળતર નથી મળતું. 10 થી 15 રૂપિયા પ્રતિ કિલોની પડતર સામે બજારમાં તે પ્રતિ કિલો ફક્ત 3 થી 4 રૂપિયામાં વેચાય છે. મોંઘાદાટ બિયારણ, ખેતમજૂરી અને ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ તેનું વળતર ન મળતા આ બધો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે.
આ પણ વાંચો:કિસાન મહાપંચાયતઃ સંયુક્ત કિસાન મોરચાની જાહેરાત, 26 જાન્યુઆરીએ દેશભરમાં કરશે આંદોલન
શાકભાજીમાં પણ MSP લાવવાની દેવાના ડુંગર હેઠળ દબાયેલા ખેડૂતોની માંગ
ખેડૂતોને ખેતરમાંથી બજાર સુધી ટામેટા લઇ જવા પાછળ બોક્સ દીઠ 70 રૂપિયા જેટલો ખર્ચ આવે છે. જેની સામે ખેડૂતોને તેનાથી પણ ઓછો ભાવ મળે છે. પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બાદ કરીએ તો ખેડૂતો પાસે કાણી કોડી પણ નથી વધતી. આથી આદિવાસી ખેડૂતો વડોદરા માર્કેટ સુધી જવાનું પાણ ટાળી રહ્યા છે.તો કેટલાક ખેડૂતો ટામેટા ફેંકવા પણ મજબૂર બન્યા છે. ખેડૂતોની ચિંતાનો દાવો કરતી સરકારનું ટામેટા અને અન્ય શાકભાજીના ભાવો ઉપર કોઈ નિયંત્રણ જ નથી.ત્યારે સરકાર અન્ય પાકોની જેમ શાકભાજીમાં પણ MSP લાવે તેવી દેવાના ડુંગર હેઠળ દબાયેલા ખેડૂતો માગ કરી રહ્યા છે.
જથ્થાબંધ બજારોમાં વધારે આવક અને મર્યાદિત માંગના લીધે બટાકા અને ટામેટાના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો તેમજ જાન્યુઆરી 2021ની ઉંચી સપાટીથી હાલ 50 ટકાની નીચે આવી ગયા છે. આજે દિલ્હીમાં ટામેટાની એક કિગ્રા કિંમતની ઘટીને ત્રણથી પાંચ રૂપિયા બોલાઇ હતી. તો બટાકાનો ભાવ પણ સાતથી નવ રૂપિયા પ્રતિ કિગ્રા બોલાયો હતો.
ભારતમાંથી પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. લાસણગાંવ એપીએમસીના ચેરમેન સુવર્ણા જગતાપે કેન્દ્ર સરકારને ટમેટાંની નિકાસ ઝડપી બનાવવાની માગણી કરી છે, જે ટેકાના ભાવે સ્વરૂપે મદદ કરી શકે છે.આગામી દિવસોમાં ટામેટાની કિંમત વધુ ઘટવાની શક્યતા છે.ખેડૂત સંગઠનના સભ્યે જણાવ્યુ કે, 'ભાવ તળિયે ઉતરી જતા ખેડૂતો પાક બજારમાં લાવવાનો ખર્ચ ઉઠાવવાને બદલે ટામેટા ફેંકી દેવા મજબૂર બન્યા છે. રાજ્ય સરકાર પાસે આ સમસ્યા પર ધ્યાન આપવા માટે સમય નથી.
Share your comments