Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડુતોને આ રીતે લિસ્ટમાં ચેક કરી શકો છો પોતાનુ નામ, જાણો પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ક્યારે આવી શકે છે?

ખેડુતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અવાર નવાર નવી નવી યોજનાઓ બહાર પાડતી હોય છે. આપણા દેશમાં આવી ઘણી યોજનાઓ ચાલે છે, જેનો હેતુ ગરીબ વર્ગને સીધો ફાયદો પહોંચાડવાનો છે. આ યોજનાઓ હેઠળ, યોજનાઓનો લાભ શહેરોથી લઈને છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
pm kisan yojana
pm kisan yojana

ખેડુતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અવાર નવાર નવી નવી યોજનાઓ બહાર પાડતી હોય છે. આપણા દેશમાં આવી ઘણી યોજનાઓ ચાલે છે, જેનો હેતુ ગરીબ વર્ગને સીધો ફાયદો પહોંચાડવાનો છે. આ યોજનાઓ હેઠળ, યોજનાઓનો લાભ શહેરોથી લઈને છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ વર્ગના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિને 2 હજાર રૂપિયા ત્રણ હપ્તામાં એટલે કે વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધી લાયક ખેડૂતોને 11 હપ્તાના નાણાં આપવામાં આવ્યા છે અને હવે દરેક 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હપ્તો આવે તે પહેલા તમે સ્ટેટસમાં તમારું નામ ચેક કરી શકો છો. તો આવો જાણીએ શું છે તેની રીત. આગળની સ્લાઈડ્સમાં તમે આ વિશે વધુ જાણી શકો છો..

આ રીતે ચેક કરી શકો છો લિસ્ટ


1.જો તમે PM કિસાન યોજના સાથે સંકળાયેલા છો અને જો તમે યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોવા માંગો છો, તો આ માટે તમારે પહેલા PM કિસાનના સત્તાવાર પોર્ટલ, pmkisan.gov.in પર જવું પડશે.

2.તમે પોર્ટલ પર જઈને ફોર્મર કોર્નર સાથેનો વિકલ્પ જોશો, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી તમારે લાભાર્થીની યાદી પર પણ ક્લિક કરવાનું રહેશે.

3.આ પછી તમને અહીં કેટલીક માહિતી પૂછવામાં આવશે, જે તમારે દાખલ કરવાની રહેશે. આ કર્યા પછી, સબમિટ પર ક્લિક કરો અને પછી તમારી સામે લાભાર્થીઓની સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ પણ ચકાસી શકો છો.

12મો હપ્તો ક્યારે આવશે?

અત્યાર સુધીમાં ખેડૂતોને 11 હપ્તા મળ્યા છે અને 11મો હપ્તો 31મી મે 2022ના રોજ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે બધા 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 12મો હપ્તો ઓક્ટોબર મહિનામાં કોઈપણ દિવસે રિલીઝ થઈ શકે છે. જો કે, દરેક લોકો સરકાર તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો:ખાદ્યતેલ, બટેટા અને ડુંગળી સહિત આ 11 વસ્તુઓના ભાવમાં ઘટાડો, સરકારે આપી મોટી માહિતી

Share your comments

Subscribe Magazine

More on News

More