ત્રણ કૃષિ કાયદાને લઈને વર્ષ 2020-21 માં થયેલ ખેડતોનો વિરોઘ પ્રદર્શન એક વાર ફરીથી શરૂ થવાના આરે છે. એમ તો કેંદ્ર સરકાર ત્રણે જ કૃષિ કાયદાને ત્યારે જ પાછા ખેંચી લીઘા હતા. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેમને ન્યાય હજુ સુધી નથી મળ્યું. જેને જોતા ખેડૂતોએ “દિલ્લી ચલો” નારા સાથે 7 અને 8 ફેબ્રુઆરી દિલ્લી જવા રવાના થશે. જેને જોતા ઉત્તર પ્રદેશના નોઈડા અને ગ્રેટર નોઈડામાં વિરોધ પ્રદર્શન પહેલા ગૌતમબુદ્ધ નગર જિલ્લા પોલીસે કલમ 144 લાગૂ કરી દીધું છે.જણાવી દઈએ કે નોઈડા અને ગ્રેટર નોઈડા ઉત્તર પ્રદેશના એવો શહેર છે જ્યાંથી દિલ્લીની દૂરી માત્ર 10 થી 15 કિલોમીટર છે.
પોલીસે ટ્રાફિક એડલાઈઝરી પણ જાહેર કરી
પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરી દીધી છે, જેમાં ટ્રેક્ટર પર ખેડૂતોની હિલચાલને ધ્યાનમાં રાખીને જોડિયા શહેરોના કેટલાક માર્ગો પરના પ્રવાસીઓને સાવચેત કરવામાં આવ્યા છે.નોઇડા અને ગ્રેટર નોઇડામાં ખેડૂતોના જૂથો ડિસેમ્બર 2023 થી સ્થાનિક વિકાસ સત્તાવાળાઓ દ્વારા ભૂતકાળમાં સંપાદિત કરવામાં આવેલી તેમની જમીન સામે વળતરમાં વધારો અને પ્લોટ વિકસાવવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.
સંસદ સુધી વિરોધ કૂચની હાકલ
ખેડૂત જૂથોએ બુધવારે 'કિસાન મહાપંચાયત' અને તેમની માંગણીઓ માટે દબાણ કરવા માટે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સંસદ સુધી વિરોધ કૂચની હાકલ કરી છે. એડિશનલ ડીસીપી હૃદેશ કથેરિયાએ જણાવ્યું, ખેડૂતો દ્વારા 7 ફેબ્રુઆરીએ મહાપંચાયત અને 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં સંસદ સુધી કૂચ કરવા માટે કાર્યક્રમોની દરખાસ્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન વિવિધ સંગઠનો દ્વારા કેટલાક અન્ય પ્રદર્શન કાર્યક્રમોની પણ દરખાસ્ત કરવામાં આવી છે.
શાંતિમાં ખલેલ પહોંચાડવાની શક્યતાને નકારી શકાય નહીં
કથેરિયાએ જણાવ્યું કે ખેડૂતોનું દિલ્લી ચલો આંદોલનને જોતાં, અસામાજિક તત્વો દ્વારા શાંતિમાં ખલેલ પહોંચાડવાની શક્યતાને નકારી શકાય નહીં. કથેરિયાએ પ્રતિબંધોની જાહેરાત કરતા આદેશમાં જણાવ્યુ કે પાંચથી વધુ લોકોની ગેરકાનૂની એસેમ્બલી અને ધાર્મિક અને રાજકીય સહિત અનધિકૃત સરઘસો પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે. તેમજ ટ્રાફિક વિભાગે લોકોને દાદરી, તિલાપાટા, સૂરજપુર, સિરસા, રામપુર-ફતેહપુર અને ગ્રેટર નોઈડાના અન્ય રૂટમાં ડાયવર્ઝન વિશે ચેતવણી પણ આપી છે.
Share your comments