વર્ષ 2022માં પંજાબમાં વિધાનસભાની ચૂટણી થવા વાળી છે. જેને જોતા પંજાબની કાંગ્રેસ સરકાર ખેડૂતોને ખુશ કરવા માટે એક જાહેકરાત બાહેર પાડી છે. જેમાં કહવામાં આવ્યુ છે કે રાજ્યની ચન્ની સરકાર 60 વર્ષથી વધુ ઉમ્રના ખેડૂતોને દરેક મહીના 2000 હજાર રૂપિયા પેંશન આપશે. રાજ્ય સરકાર આન લીધે એક સર્વે હાથ ધરાવ્યુ છે જેથી ખબર પડી શકે કે રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના કેટલાક ખેડૂતો છે.
વર્ષ 2022માં પંજાબમાં વિધાનસભાની ચૂટણી થવા વાળી છે. જેને જોતા પંજાબની કાંગ્રેસ સરકાર ખેડૂતોને ખુશ કરવા માટે એક જાહેકરાત બાહેર પાડી છે. જેમાં કહવામાં આવ્યુ છે કે રાજ્યની ચન્ની સરકાર 60 વર્ષથી વધુ ઉમ્રના ખેડૂતોને દરેક મહીના 2000 હજાર રૂપિયા પેંશન આપશે. રાજ્ય સરકાર આન લીધે એક સર્વે હાથ ધરાવ્યુ છે જેથી ખબર પડી શકે કે રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના કેટલાક ખેડૂતો છે.
પંજાબ સરકારના નિર્ણય વિશે કૃષિ અર્થશાસ્ત્રી દેવિન્દર શર્મા કહે છે કે આ ખૂબ જ સારું પગલું છે. અન્ય રાજ્યોએ પણ આવી પહેલ કરવી જોઈએ જેથી વૃદ્ધ ખેડૂતોને લાભ મળી શકે. પંજાબ સરકાર આના પર કામ કરી રહી છે, જેમાં લાભાર્થી ખેડૂતોએ કોઈ પ્રીમિયમ ચૂકવવાનું નથી. યુરોપમાં 55 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને પૈસા મળે છે. એટલા માટે ભારતમાં પણ આવી પહેલ થવી જોઈએ. પંજાબમાં તેના અમલ પછી અન્ય રાજ્યો પર પણ આવું કરવાનું દબાણ વધશે. કૃષિ જાગરણ ગુજરાતી પણ ગુજરાત સરકારથી ગુજરાતના ખેડૂતો માટે આવા કોઈ નિર્ણય લેવાની વિનંતી કરે છે.
આ પણ વાંચો, PM Kisan : ખેડૂતોને પીએમ કિસાનના 10માં હપ્તામાં મળશે 4000 રૂપિયા
બીજી બાજુ પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે તેઓ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત જોવા માંગે છે. જો અન્ય વર્ગને પેન્શન જેવી સુવિધા મળી શકે તો ખેડૂતોને કેમ નહીં. સરકાર વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે એક સમિતિની રચના કરવા જઈ રહી છે. જેમાં નાણા, કૃષિ વિભાગના અધિકારીઓ, પંજાબ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ થશે.
કિસાન માનધન યોજનાનું શું થયું?
નોંધનીએ છે કે, કેન્દ્ર સરકારે વૃદ્ધ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન મંધન યોજનાના નામે પેન્શન યોજના પણ લાગુ કરી છે. પરંતુ આમાં ખેડૂતોને ઉંમર પ્રમાણે દર મહિને 55 થી 200 રૂપિયાનું પ્રિમિયમ ચૂકવવું પડે છે. સમાન વીમા પ્રીમિયમ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવે છે. ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન મળશે. તેની શરૂઆત 12 સપ્ટેમ્બર 2019 ના રોજ ઝારખંડમાં ખેડૂત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમાં અત્યાર સુધીમાં 21.40 લાખ ખેડૂતોએ ભાગ લીધો છે.
આ માટે 18 થી 40 વર્ષની વયના ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે. તેનાથી મોટી ઉંમરના ખેડૂતો આનો લાભ લઈ શકતા નથી. એટલે કે કેન્દ્ર સરકારનું પેન્શન મેળવવા માટે ખેડૂતે ઓછામાં ઓછું 20 વર્ષ અને વધુમાં વધુ 42 વર્ષનું પ્રીમિયમ ચૂકવવું પડશે. તેથી ખેડૂતોએ માનધન યોજના માટે રસ દાખવ્યો ન હતો. જ્યારે ભારતીય જીવન નિગમ માનધન યોજનાનું સંચાલન કરે છે.
Share your comments