Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સરકાર દ્વારા 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાવવાના અણસાર સામે ખેડૂતો દુવિધામાં મૂકાયાં

સરકાર દ્વારા 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાવવાના અણસાર સામે ખેડૂતો દુવિધામાં મૂકાયાં છે. હાલના સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પરિપક્વ નથી તેવા સંજોગોમાં સરકાર અને ખેતીવાડી વિભાગ દ્વારા આ દવાઓ પર પ્રતિબંધ મૂકતાં પહેલાં માર્ગદર્શન પૂરું પાડી વૈકલ્પિક વ્યવસ્થા અને ઉત્પાદનમાં યોગ્યતા સાથે ખેડૂતોની આવકનું યોગ્ય આયોજન કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Ban Pesticides
Ban Pesticides

સરકાર દ્વારા 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ લાવવાના અણસાર સામે ખેડૂતો દુવિધામાં મૂકાયાં છે. હાલના સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પરિપક્વ નથી તેવા સંજોગોમાં સરકાર અને ખેતીવાડી વિભાગ દ્વારા આ દવાઓ પર પ્રતિબંધ મૂકતાં પહેલાં માર્ગદર્શન પૂરું પાડી વૈકલ્પિક વ્યવસ્થા અને ઉત્પાદનમાં યોગ્યતા સાથે ખેડૂતોની આવકનું યોગ્ય આયોજન કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

મહેસાણા જિલ્લો ખેતીપ્રધાન જિલ્લો છે. જ્યાં કપાસ મગફળી જીરું વરિયાળી અને ઘઉં-ચોખા સહિતના ખેત પાકોનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે ખેતપેદાશોના ઉત્પાદન સામે જરૂરિયાતનું પ્રમાણ વધારે છે. ત્યાં આખરે ખેતપાકોની જરૂરિયાતને પહોંચી વળવા ખેડૂતો ઓર્ગેનિક કે નેચરલ ખેતી છોડી રસાયણિક ખેતી તરફ પ્રેરાઈ હાલમાં રસાયણ થકી થતી ખેતીના દીવાના બન્યાં છે. જેમાં ખેડૂતોને મબલક પાક ઉત્પાદન સાથે રોકડી પણ સારી થઈ રહી છે. જો કે રાસાયણિક ખેતીએ જમીનો અને પશુપંખી અને માનવજીવ માટે ભારે જોખમરૂપ છે. જેની ચિંતા કરતા કેન્દ્ર સરકાર 27 જેટલી દવાઓ પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે.

કપાસ અને મગફળી જેવા પાકના ઉત્પાદનમાં વપરાતી કિટકનાશક દવાઓ પર સરકાર પ્રતિબંધ લગાવવાની વિચારણા કરી રહી છે. તે દવાઓ બંધ થશે તો ખેડૂતોને ઉત્પાદન અને આવકમાં ભારે ઘટાડો થશે. પ્રાકૃતિક ઓર્ગેનિક કહેવાતી ખેતીની પદ્ધતિ માટે હાલના ખેડૂતો પરિપક્વ નથી તેવા સંજોગોમાં સરકાર અને ખેતીવાડી વિભાગ દ્વારા આ દવાઓ પર પ્રતિબંધ કરતા પહેલાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડી વૈકલ્પિક વ્યવસ્થા અને ઉત્પાદનમાં યોગ્યતા સાથે ખેડૂતોની આવકનું યોગ્ય આયોજન કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. સરકાર જો વૈકલ્પિક વ્યવસ્થા ન કરે તો ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી જ માત્ર એક વિકલ્પ જોવા મળી રહ્યો છે. સરકારે કેટલીક જંતુનાશક દવાઓનો સમાવેશ કર્યો છે, તેમાં સાથી કેપ્ટન, કાર્બેન્ડાઝિમ, ક્લોરપિરીફોસ, બટાચ્લોર, માન્કોઝેબ એમ -45, જીનોમ, ઝિરામ, ઝિનેબ, થિયોફેનેટ મેથિલ, થિરમ છે. આ જંતુનાશક દવાઓ જળ અને ભૂગર્ભ જળને દૂષિત કરે છે, જેનાથી માનવો, પ્રાણીઓ અને મધમાખીઓના આરોગ્ય માટે જોખમ છે જે છોડને પરાગન કરવામાં મદદ કરે છે.

કેન્દ્રએ આ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે ફક્ત મુસદ્દા ગેઝેટ સૂચના જારી કરી છે અને જણાવ્યું છ કે તેનાથી અસરગ્રસ્ત કંપનીઓ 14 મે થી 45 દિવસની અંદર પોતાના વાંધા અને રજૂઆતો આપી શકે છે અને તેની સમીક્ષા બાદ અંતિમ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More