સૌરાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારની અંદર ઉનાળુ પાક અને શિયાળુ પાકની અંદર ચણાનો પાક પસંદ કરવામાં આવતો હોય છે ચણાની ત્રણ પ્રકારની વેરાઈટી જોવા મળી રહી છે જેમાં કાબુલી સફેદ ચણા દેશી ચણા અને ચણા ની સુધારેલી જાતો ઉપર અલગ અલગ પ્રકારની વેરાઈટીઓ ખેડૂત દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ચણાના ભાવમાં ₹50 નો સુધારો
કાબુલી સફેદ ચણાની બજારમાં ભાવમાં ₹50 નો સુધારો જોવા મળી રહ્યો છે પહેલા ખૂબ જ ભાવ ઘટી રહ્યા હતા જ્યારે જાહેર માર્કેટની અંદર ભાવમાં ₹50 નો સુધારો જોવા મળી રહ્યો છે રાજકોટમાં દેશી ચણાના 2000 બોલીના વેપારો હતા અને ભાવ ગુજરાત ત્રણ નંબરના 930 થી 965 કાંટા વાડામાં 950 થી 1280 અને એવરેજ જે જોઈએ તો 850 થી 920 હતા જે મોસમ ના સમય માં 1000 થી 1250 ના હતા. જ્યારે હાલ ₹50 જેટલો ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે.
દિલ્હીના બજારમાં ચણાની આવક ખૂબ જ ઓછી રહી છે સારી ક્વોલિટીના બેસ્ટ માલનો બજારમાં અભાવ છે રાજસ્થાનમાં નવા ચણા આવતા દિલ્હીમાં આવક વધી રહી નથી પહોંચી શકતા આવક ઘટી છે.
હાલ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જાહેર માર્કેટિંગ યાર્ડ ની અંદર 950 થી 1250 સુધી ચણાનો ભાવ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે ભાવમાં વધારો થવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મોટાભાગના ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં ટેકાના ભાવ કરતાં સારા ભાવ મળી રહેતા વેચી રહ્યા છે
Share your comments