વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીની પહેલ પર ગુજરાતના અમદાવાદ હેઠળ આવેલ સાબરમતી રિવરફ્રન્ટ પર મિલેટ મહોત્સવ 2024 યોજાઈ રહ્યું છે. જો કે શુક્રવારે 1 માર્ચથી શરૂ થયું હતું અને આજે તેનો બીજો દિવસ છે. જણાવી દઈએ કે વિતેલા વર્ષ 2023 ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'ઇન્ટરનેશનલ મિલેનિયમ વર્ષ તરીકે નિમાયું હતું. જેને જોતા ગુજરાત સરકારે આ વર્ષે એટલે કે 2024 માં ખેડૂતોને બાજરીના પાક તરફ આકર્ષિત કરવા માટે એક વિશેષ પ્રોગ્રામનું પણ આયોજન કરવાની યોજના ઘડી હતી
1 માર્ચથી લઈને 3 માર્ચ સુધી અમદાવાદના સાબરમતી રિવર ફ્રંટ ગ્રાઉંડ પર મિલેટ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં ગુજરાતના દરેક ભાગથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે. અને બાજરીની ખેતી તેમને કેટલી આવક આપી શકે છે તેના વિશે તાલિમ મેળવી રહ્યા છે. પ્રોગ્રામમાં બાજરીની વધુમાં વધુ ઉત્પાદન ખેડૂતો ઓર્ગેનીક ખેતી થકી કેવી રીતે મેળવી શકાય તેના ઉપર પણ માહિતી આપવામાં આવી રહી છે.
મિલેટ મહોત્સવમાં સ્ટોલ
મિલેટ મહોત્સવમાં બાજરી થીમ પર વિવિધ પ્રકારના સ્ટોલ, હેન્ડીક્રાફ્ટ સેલ સ્ટોલ, બાજરી અને બાજરી ખાદ્ય ઉત્પાદનોના સ્ટોલ, બાજરી આધારિત લાઈવ ફૂડ ઝોન ઉભા કરવામાં આવ્ય છે. ત્યાં ફાર્મ ટૂ ફોર્ક થીમ પવેલીયન, મિલેટસ બેઈઝ ફૂડ પ્રોડક્શન, રેડી ટૂ કુક અને રેડી ટુ ઇટ મિલેટ્સ પ્રોડકટ્સ અને મિલેટની અવનવી વાનગીઓના લાઈવ કુડ કાઉંટરની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને દરરોજ રાત્રે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થઈ રહ્યો છે.સામાન્ય લોકો માટે મિલેટ મહોત્સવ 2024માં જવા માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવી રહ્યું નથી.
કોણે કર્યો હતું મિલેટ મહોત્વસનું ઉદ્ઘાટન
અમદાવાદમાં મિલેટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન વાઘેલા, અમદાવાદ પશ્ચિમ સદસ્ય કિરીટભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર પ્રવીણાભાઈ, ડીડીઓ, વિદેહભાઈ ખરે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બીજા શહેરોમાં પણ યોજાશે
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિલેટ મહોત્સવ 2024 આગામી દિવસોમાં રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં પણ યોજાશે. જો કે અત્યારે 1 માર્ચ 2024 થી લઈને 3 માર્ચ સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ કાઠે યોજાઈ રહ્યું છે. અમદાવાદ પછી મિલેટ મહોત્સવ ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને જુનાગઢ મહાનગરપાલિકા ખાતે પણ યોજાશે. પરંતુ અત્યારે તેમની તારિખ નક્કી કરવામાં આવી નથી.
Share your comments