ખેડૂત શાળામાં કૃષિ વિજ્ઞાનિકો પણ શિક્ષક તરીકે જાય છે. કૃષિ, બાગાયત, પશુપાલન પર ખેતર શાળા ભરાય છે. એક હેક્ટરના નિદર્શન દીઠ રૂ.7500 વર્ષે આપવામાં આવે છે. તેનાથી વધું ખર્ચ તો ઉદારદીલના ખેડૂતો મહેમાન ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓને ચા અને નાસ્તા પાછળ કરી કાઢતાં હોય છે.
ગુજરાતના ખેડૂતો ખેતકામથી સારૂ વળતરની કમાણી કરી શકે, એટલા માટે પૂર્વ મુખ્ય પ્રધાન અને હવે દેશનો વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ વર્ષ 2007-08માં ખેડૂત શાળાઓની શરૂઆત કરી હતી, તે સમય તેના સાથે જ રાજ્યના 865 ખેડૂત અને વિજ્ઞાનિકો જોડાયા હતા. ત્યાર સમય 5 વર્ષમાં એટલે કે વર્ષ 2012 સુધી 1600 શાળાઓ બનાવવામાં આવી હતી, જેમા 60 હજાર ખેડૂતો ભણતા હતા.
60 હજાર ખેડૂતોમાં થી 8 હજાર મહિલા ખેડૂતો હતા અને ઘણા બધા પશુપાલકો પણ શાળામાં શિક્ષા માટે જાતા હતા. પરંતુ હવે તેજ શાળાઓ બંદ થવાના આરે છે. જેમ સરકારે બાળકોની 7 હજાર શાળાઓને બંદ કરી દીધા તેમજ હવે આ ખેડૂત શાળા પણ બંદ થવા જઈ રહી છે. જે ખેડૂત શાળા વર્ષ 2012માં 1600 હતી હવે તેજ ઘટીને 570 રહી ગઈ છે. રિપોર્ટ મુજબ આ શાળાઓમાંથી 15 લાખ ખેડૂતો અને પશુપાલકો બેહતર ખેતકામ અને પશુપાલન શીખ્યું છે.
શા માટે શરૂ કરવામાં આવી હતી શાળાઓ
જે ખેડૂતો કોઠાસુઝ અને વિજ્ઞાનિક રીતથી ખેતી કરતા આવ્યા છીએ અને તેથી સારો વળતર ધરાવી રહ્યા છે. તે ખેડૂતો શાળામાં બીજા ખેડૂતોને શિક્ષા આપે છે, સાથે જ ત્યા વિજ્ઞાનિકો પણ ખેડૂતોને વૈજ્ઞાનિક રીતથી ખેતી કરવાની શિક્ષા આપે છે. જ્યારે આ ખેડૂત શાળા શરૂ કરવામાં આવી હતી,ત્યારે તે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યા હતા કે, આવતા 15 વર્ષમાં ત્યાંથી 58 લાખ ખેડૂતોને ભણવામાં આવશે,પણ હવે સરકાર તેના ઉપર ધ્યાન આપાવા બંદ કરી દીધુ છે. તેથી તેની સંખ્યા હવે ઓછી થવા માંડી છે.
પોતાના ખેતર પર આપે છે શિક્ષણા
ફાર્મ સ્કૂલ એટલે કે ખેતર શાળા બંદ થવાથી, કેટલાક એવા ખેડૂતો છે. જે પોતાના ખેતરમાં ખેડૂત શાળા ચવાલી રહ્યા છે. ત્યાંના શિક્ષક સિધ્ધહસ્ત ખેડૂત અને એગ્રીકલ્ચર કૉલેજમાં ભણતા વિર્ધાર્થી પણ હોય છે. ખેડૂત શાળામાં ખેડૂતો ને વાવણીથી લઈને કાપણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયાની માહિતી આપવામાં આવે છે.
ખેતર શાળામાં છ સત્ર હોય છે. જમીનની ચકાસણી તથા જમીનની તૈયારી, પાકોના વાવેતર માટે ખેત સામગ્રીની પસંદગી, પોષક તત્વ, પિયત, જૈવિક પાક, કીટક, પાકની કાપણી, લણણી. ત્યાથી ભણયા પછી ખેડૂતો સારું ઉત્પાદન લઈ રહ્યા છે. તેનાથી ખેડૂતોને તો ફાયદો થાય છે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો પણ થાય છે.
કેમ બંદ થઈ રહી છે શાળા
ખેડૂત શાળામાં કૃષિ વિજ્ઞાનિકો પણ શિક્ષક તરીકે જાય છે. કૃષિ, બાગાયત, પશુપાલન પર ખેતર શાળા ભરાય છે. એક હેક્ટરના નિદર્શન દીઠ રૂ.7500 વર્ષે આપવામાં આવે છે. તેનાથી વધું ખર્ચ તો ઉદારદીલના ખેડૂતો મહેમાન ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓને ચા અને નાસ્તા પાછળ કરી કાઢતાં હોય છે. સરકારે તેમના ખેતરમાં એક વર્ગ ખંડ, પ્રોજેક્ટર, બોર્ડ, કમ્પ્યુટર આપીને આધુનિક બનાવવાની જરૂર છે. તેના બદલે શાળાઓ બંધ કરવામાં આવી રહી છે.
10 વર્ષમાં જ થયુ મોટો ઘટાડો
શાળા શરૂ થઈ તેના 10 વર્ષ પછી 2016-17માં માત્ર 387 શાળામાં 9 હજાર વિદ્યાર્થી ખેડૂતો સાથે મોટો ઘટાડો થઈ ગયો હતો. 2020-21માં 570 ફાર્મ સ્કુલ હતી. જેમાં 25 હજાર ખેડૂતોએ શિક્ષા લીધી હતી. જેમાં મહિલાઓ 15 હજાર અને પુરૂષો 10 હજાર હતા. આમ શાળામાં મહિલાઓ ખેતી અને પશુપાલન શિખવા વધું જઈ રહી છે. પણ સરકાર તેને બંધ કરી દેવા પ્રયાસો કરીને નાણાં આપતી નથી. ખરેખર તો દરેક તાલુકામાં નિયમિત રીતે એક ખેતર શાળા ચાલતી હોવી જોઈએ. જેમાં તે તાલુકા અને રાજ્યના કોઈ પણ જિલ્લાના ખેડૂતો જઈને પ્રગતિશિલ ખેડૂતોની ખેતી જોઈ શકે અને તેનો પર અમલ કરી શકે.
Share your comments