દેશની રાજધાનીના બોર્ડર પર એક વાર ફરીથી ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને પહોંચી ગયા છે. બે મુખ્ય ખેડૂત સંગઠનો, યુનાઈટેડ કિસાન મોર્ચા (બિન રાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે જો આમારી માંગણી પૂરી નહીં થાય તો આપણે ફરીથી પહેલાની જેમ ખેડૂત આંદોલન કરીશું. લોકસભાની ચૂંટણીમાં 2 મહીનાનો સમય બાકી છે અને થઈ શકાય, ફેબ્રુઆરીના અંતમાં ક તો પછી માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની તારીખોની જાહેરાત પણ કરી દેવામાં આવશે. તેના વચ્ચે પંજાબના ખેડૂતોએ દિલ્લીના બોર્ડર પર બન્ને સંગઠનોના એહવાલ પર દિલ્લી પહોંચી ગયા છે. એમએમના સંયોજન સર્વન સિંહ પંઢેર, ખેત મજૂરો અને મહિલાઓના લગભગ એક હજાર ટ્રેક્ટર-ટ્રોલીઓના કાફલો લઈને દિલ્લી પહોંચી ગયા છે અને તેને ચિમકી ઉચ્ચારી છે કે દિલ્લીમાં હવે આંદોલનના કારણે જો નુકસાન થશે તેની જવાબદારી સરકારની હશે આપણી નહીં.
ખેડૂત આંદોલન 2.0 પર શું છે ગુજરાતના ખેડૂતોનું મત
દિલ્લીમાં ફરી એક વાર ખેડૂતોના આંદોલનને જોતા કૃષિ જાગરણ ગુજરાતિએ ગુજરાતના ખેડૂતોના સાથે તેના ઉપર ચર્ચા કરી હતી. અમે ગુજરાતના ખેડૂતોથી પ્રશ્ન કર્યો હતો કે આ આંદોલનને લઈને તમારો મત શું છે? કેમ ખેડૂતો વારે વારે તુટી દેખાડીને આંદોલન કરે છે? તેનો ઉત્તર આપતા ખેડૂત જિતેન્દ્રભાઈ વાડિયાએ જણાવ્યું કે, આ એક રાજકીય સ્ટંટ છે. જેમાં મોદીને હટાવવા અને દેશમાં અરાજતા ફેલાવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું છે. ગયા વખતે રાકેશ ટીકેત તેનું નેતૃત્વ કરતો હતો, તે માલામાલ થઈ ગયો, આ વખતે પંઢેર આગળ છે.
દેશને બરબાદ કરવા માંગે છે
બીજો ખેડૂત અને વેપારી કિશોરભાઈએ કહે છે આ બધા આવારા તત્વો દેશ ને બરબાદ કરવા માંગે છે, નહીતો પંજાબ હરિયાણા છત્તીસગઢના ખેડૂતો કાઈ એટલા સધ્ધર નથી કે ટ્રેકટર ને આટલા બધા મોડીફાઇડ કરે અને આંદોલન કરે, ટ્રેકટર એટલા બધા મોડીફાઇડ કર્યા છે કે, સુરક્ષા કર્મીઓ એ લગાવેલા બેરીકેડ તોડી શકે, ટીયર ગેસ (અશ્રુ ગેસ) થી પણ કાઈ ન થાય લાઠી, પથ્થરથી પણ કાઈ ન થાય, તેનો સામનો ફક્ત ટેન્કથી જ થાય એવા ટ્રેકટર લઈ ને આવ્યા છે, માટે ગુજરાતના કોઈ ખેડૂત તેનો સપોર્ટ ન કરે તેવી વિનંતી કરું છું.
હલ કાઢવા બીજા પણ ઘણા રાસ્તાઓ હોય છે
ખેડૂત બાબૂભાઈ મરાવી આ ખેડૂત આંદોલનને લઈને પોતાની વાત રાખી. તેમણે કહ્યું, કોઈ પણ સમસ્યાનો હલ કાઢવા અને સરકાર ને યોગ્ય વાત મનાવવાના બીજા ઘણા રસ્તા હોય છે, પણ નહીં એ લોકોને તો દેશમાં અરાજકતા ફેલાવવાની છે, વિદેશથી માનવામાં ન આવે એટલું ફન્ડિંગ અને સરકાર વિરોધીઓનું પીઠબળ છે તે લોકો ને. ગુજરાતના એક ખેડૂત થઈને હું કહેવા માંગુ છું કે આ આંદોલનનું સમર્થન નથી કરીશ અને ગુજરાતના બીજા ખેડૂતોથી પણ વિનંતી કરૂં છું કે તે પણ આ રાજકીય આંદોલને પોતાનું સમર્થન નહીં આપે.
શું છે ખેડૂતોની માંગણી ?
ખેડૂતોએ MSP ગેરંટી એક્ટ હેઠળ સમગ્ર દેશ માટે તમામ પાકની ખરીદી કરી છે અને ડૉ. સ્વામીનાથન કમિશનના અહેવાલ મુજબ પાક અને શેરડીના AFR અને SAP શિડ્યુલના ભાવ, ખેડૂતો અને મજૂરોની સંપૂર્ણ દેવા મુક્તિ, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, લખીમપુર ખીરી હત્યાકાંડ માટે ન્યાય, દિલ્હી આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને વળતર, વિશ્વ વેપાર સંસ્થામાંથી ભારતનું નામ પાછું ખેંચવું, પાક વીમા યોજના પર અમલ, જમીન સંપાદન અધિનિયમ 2013 પર અમલ, મનરેગા હેઠળ દર વર્ષે 200 દિવસની રોજગાર, રૂ. 700 નું મહેનતાણું, બિયારણની ગુણવત્તાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તેમજ કૃત્રિમ કૃષિ જંતુનાશકો અને અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપનીઓ પર દંડ લાદીને, આદિવાસીઓના અધિકારો પરના હુમલાઓ અટકાવીને બંધારણની 5મી અનુસૂચિમાં સુધારા અને અમલીકરણની માંગ કરવામાં આવી છે
Share your comments