Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂત કર્યો સરકારથી પ્રશ્ન, જો રાજસ્થાનની સરકાર કરી શકે છે તો ગુજરાતની કેમ નથી?

ગુજરાતને પોતાના પાડોશી રાજ્ય રાજસ્થાનથી શીખવું જોઈએ, જ્યાં સિંચાઈની સુવિઘાને વધારવા માટે ફાર્મ પોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ વાત અમે નથી પરંતુ બનાસકાંઠાના એક ખેડૂત કઈ રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ગુજરાતને પોતાના પાડોશી રાજ્ય રાજસ્થાનથી શીખવું જોઈએ, જ્યાં સિંચાઈની સુવિઘાને વધારવા માટે ફાર્મ પોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ વાત અમે નથી પરંતુ બનાસકાંઠાના એક ખેડૂત કઈ રહ્યો છે. વિજયભાઈ પરમાનનું કહેવું છે કે રાજસ્થાન સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિઘા પૂરી પાડવા માટે તળાવ બનાવવામાં મદદ કરશે અને તેના માટે ભજન લાલની સરકાર પોતાના ખેડૂતોને 1.35 લાખ રૂપિયાની સબસીડી આપી રહી છે. ગુજરાત સરકારથી પ્રશ્ન કરતા વિજય ભાઈ કહે છે કે ગુજરાતની સરકાર પોતાના ખેડૂતો માટે આવી કોઈ યોજના શરૂ નથી કરી શકતી કે શું?

મધ્ય પ્રદેશ સરકાર સાથે શરૂ કર્યો પ્રોજેક્ટ

આ યોજના હેઠળ રાજસ્થાન સરકાર પોતાના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે નદીને જોડવાના પ્રોજેક્ટને પણ નક્કર આકાર આપી છે. રાજસ્થાનની ભાજપ સરકાર મઘ્ય પ્રદેશની ભાજપ સરકાર સાથે મળીને રિવર લિન્કિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો ન પડે. આ સાથે જ રાજ્ય સરકારે ખેત તલાવડી યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં તળાવ બનાવવા માટે આર્થિક મદદ પણ કરી રહી છે. ખેડૂત વિજયભાઈનો કહેવું છે કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનમાં પણ, જો ત્યાંની ભાજપ સરકાર ખેડૂતને આવી સુવિધા પૂરી પાડી શકે છે તો પછી ગુજરાતીની કેમ નથી.

મોટી સંખ્યામાં મળશે ખેડૂતોને લાભ

રાજસ્થાન સરકાર ફાર્મ પોન્ડ સ્કીમ હેઠળ તળાવ બનાવવા માટે પાત્ર અરજદારોને રૂ. 1.35 લાખની સહાય પૂરી પાડી રહી છે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ આ યોજનાનો લાભ લઈને પાણીની તંગી દૂર કરી છે. જ્યારે બાકીના લોકોને તળાવ બનાવવા માટે સરકાર પ્રેરિત કરી રહી છે અને ઓનલાઈન અરજી કરવા અપીલ કરી છે. પાત્ર ખેડૂતોને રૂ. 1.35 લાખ મળશે.

અરજી માટે પાત્રતા શરતો

  • અરજદાર પાસે આધાર અથવા મતદાર કાર્ડ હોવું આવશ્યક છે.
  • તળાવ માટે 400-1200 ઘન મીટર વિસ્તાર હોવો જરૂરી છે.
  • એકલ અથવા સંયુક્ત માલિકી માટે અરજી કરવા માટે 3 હેક્ટર જમીન હોવી જરૂરી છે.
  • પટવારી દ્વારા ખેતીનો નકશો ચકાસાયેલો હોવો જરૂરી છે.
  • પાત્રતાની શરતો જાણવા માટે કિસાન રાજકિસાન સાથી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ખેડૂતોએ કેવી રીતે અને ક્યાં અરજી કરવી જોઈએ?

રસ ધરાવતા ખેડૂતો રાજકિસાન સાથી પોર્ટલ પર પાઉન્ડ સબસિડી માટે સરળતાથી અરજી કરી શકે છે. આ માટે અરજદારોએ www.rajkisan.rajasthan.gov.in ની મુલાકાત લેવી જોઈએ.

આ પણ વાંચો:સરકારનો મોટો નિર્ણય, મહિલા ખેડૂતો માટે અલગથી બનાવવામાં આવશે એફપીઓ

Share your comments

Subscribe Magazine

More on News

More