કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે દેશમાં કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ખરીફ વર્ષ 2021 દરમિયાન એક ખાસ ખરીફ નીતિ તૈયાર કરી છે. રાજ્ય સરકારો સાથે વાટાઘાટના માધ્યમથી અળદ, મગ અને તુવેરના વાવેતર માટેનો વિસ્તાર વધારવા અને ઉત્પાદકતા વધારવા બન્ને માટે તૈયાર કરવામાં આવી છે.
રણનીતિ હેઠળ તમામ ઉચ્ચ ઉપજવાળી જાતો (એચવાઈવીએસ)ના બીજના ઉપયોગનો સમાવેશ થાય છે. કેન્દ્રીય બીજ એજન્સીઓ અથવા રાજ્યોમાં ઉપલબ્ધ આ ઉચ્ચ ઉપજની જાતોવાળા બીજ એકથી વધારે પાક અને એકલ પાકના માધ્યમથી વાવેતર વિસ્તાર વધારતા ક્ષેત્રમાં વિના મૂલ્યે વિતરીત કરવામાં આવશે.
આગામી ખરીફ વર્ષ 2021 સત્ર માટે 20,27,318 (વર્ષ 2020-21ની તુલનામાં આશરે 10 ગણા વધારે મિની બજેટ કિટ) વિતરણ કરવાનો પ્રસ્તાવ છે. આ મિની બીજ કિટ્સનું કુલ મૂલ્ય આશરે 82.01 કરોડ રૂપિયા છે. અળદ, મગ, તુવેરના ઉત્પાદન તથા ઉત્પાદકતાને વધારવા માટે આ મિનીટ કિટ્સની કુલ પડતર કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવશે.
દેશમાં કઠોળની માંગ પૂરી કરવા માટે આયાત કરવામાં આવે છે
આ યોજના અંતર્ગત કેન્દ્રીય એજન્સીઓ/રાજ્ય એજન્સીઓ દ્વારા પુરવઠાને વધારવા માટે મિની કિટ 15 જૂન 2021 સુધી જીલ્લા સ્તર પર વિતરણ કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે, જેનો કુલ ખર્ચ રૂપિયા 82.01 કરોડ કેન્દ્ર સરકાર વહન કરશે.
દેશમાં કઠોળની માંગને પૂરી કરવા માટે ભારત હજુ પણ 4 લાખ ટન તુવેર, 0.6 લાખ ટન મગ અને આશરે 3 લાખ ટન અળદની આયાત કરે છે. વિશેષ કાર્યક્રમ હેઠળ ત્રણેય કઠોળ તુવેર, મગ અને અળદના ઉત્પાદન તથા ઉત્પાદકતાને ઉત્તેજન આપવામાં આવશે અને આયાતના બોજને ઓછા કરવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવશે. ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે.
Share your comments