દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે 2004 થી પેન્શન સુવિધા બંધ કરી દીધી છે. જો કે લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્મચારી ફંડ ઓર્ગેનાઈઝેશન EPFO શરૂ કરવામાં આવ્યું છે. પહેલા તે ફક્ત સરકારી નોકરી કરતા લોકો માટે જ શરૂ કરવામાં આવતું હતું પરંતુ પછીથી તે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ શરૂ કરવામાં આવ્યું છે.
હવે દેશમાં દરેક કર્મચારીના પગારનો એક ભાગ પીએફ ખાતામાં જાય છે. કર્મચારીઓને નિવૃત્તિ પછી પીએફ ખાતામાંથી લાભ મળે છે પરંતુ તેની સાથે બીજા ઘણા ફાયદા છે. આમાં સૌથી વધુ 7 લાખની વીમા પોલિસી છે. આ સુવિધા અનુસાર કર્મચારી ફંડ ખાતાધારકના મૃત્યુ અથવા અચાનક બિમારીના કિસ્સામાં રૂપિયા 7 લાખની નાણાકીય સહાય તેના પરિવારને આપવામાં આવે છે. પરંતુ આ માટે તમારે ઈ-નોમિનેશન દાખલ કરવાનું કામ કરવું પડશે.
પીએફ ખાતાધારકો માટે મહત્વના સમાચાર
પીએફ ખાતાધારકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે, કર્મચારી ભવિષ્ય નિધિએ એક નિવૃત્તિ યોજના છે. જે ભવિષ્યમાં નાણાકીય શક્તિ પ્રદાન કરે છે. આ સાથે, વૃદ્ધાવસ્થા કોઈપણ નાણાંકીય તણાવ વિના સરળતાથી પસાર થાય છે. જો તમે PF એકાઉન્ટમાં પણ રોકાણ કર્યું છે, તો તમે તમારી 60 વર્ષની ઉંમર પછી અથવા જરૂર પડ્યે તે પહેલાં પણ તેમાંથી પૈસા ઉપાડી શકો છો. EPF માંથી પૈસા ઉપાડવા માટે અમુક ટેક્સ નિયમો બનાવવામાં આવ્યા છે.
1 એપ્રિલથી ટેક્સ માટેનો નવો નિયમ થશે લાગુ
ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી ટેક્સ માટેનો નવો નિયમ લાગુ થઈ રહ્યો છે. નવા નિયમો અનુસાર 2.5 લાખ રૂપિયાથી વધુની પીએફ ડિપોઝિટ પર મળતા વ્યાજ પર પણ ટેક્સ લાગશે. વર્તમાન નાણાકીય વર્ષમાં ફંડને 8.5%ના દરે વ્યાજ મળી રહ્યું છે. તે EEE એટલે કે મુક્તિ, મુક્તિ, મુક્તિ શ્રેણીમાં સમાવિષ્ટ છે. આ સિવાય કલમ 80C હેઠળ પીએફ પર કપાતનો લાભ પણ મળે છે.
નવા PF નિયમોની મુખ્ય બાબતો
- પીએફ ખાતાઓને કરપાત્ર અને બિન-કરપાત્ર યોગદાન ખાતામાં વિભાજિત કરવામાં આવશે.
- બિન-કરપાત્ર ખાતાઓમાં તેમના બંધ ખાતાનો પણ સમાવેશ થશે કારણ કે તેની તારીખ 31 માર્ચ, 2021 છે.
- નવા PF નિયમો આગામી નાણાંકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ, 2022થી લાગુ થઈ શકે છે.
- વાર્ષિક રૂપિયા 2.5 લાખથી વધુના કર્મચારીના યોગદાનમાંથી પીએફની આવક પર નવો કર લાગુ કરવા માટે IT નિયમો હેઠળ એક નવો વિભાગ 9D દાખલ કરવામાં આવ્યો છે.
- કરપાત્ર વ્યાજની ગણતરી માટે હાલના પીએફ ખાતામાં બે અલગ ખાતા પણ બનાવવામાં આવશે.
EPF સંબંધિત ટેક્સ નિયમો
ફાઈનાન્સ એક્ટ 2021ની નવી જોગવાઈ અનુસાર, જો કોઈ કર્મચારી તેના ભવિષ્ય નિધિમાં નાણાકીય વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુનું યોગદાન આપે છે, તો 2.5 લાખ રૂપિયાથી વધુ જમા થયેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી 3 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરે છે, તો તેણે વધારાના 50000 રૂપિયા પર મેળવેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે આ મર્યાદા માત્ર 5 લાખ રૂપિયા હશે.
ઈ-નોમિનેશન કરવું જરૂરી
એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ સ્કીમ હેઠળ દરેક ખાતાધારકે પીએફ ખાતામાં નોમિની ફાઈલ કરવાની આવશ્યકતા છે. આ સ્થિતિમાં કર્મચારીના મૃત્યુના કિસ્સામાં અથવા કોઈ અકસ્માતના કિસ્સામાં રૂપિયા 7 લાખની સહાય તેના નોમિનીને આપવામાં આવે છે. આ માટે માત્ર ખાતાધારકોએ તેમનું નોમિનેશન કરવાનું રહેશે. જો તમે પણ તમારા પીએફ ખાતામાં નોમિનેશનની કામગીરી પતાવી નથી તો તેને જલ્દીથી પૂર્ણ કરી લો.
આ પણ વાંચો : બાયફોર્ટીફિકેશન: પોષણ ક્ષેત્રમાં નવા પ્રકારની ક્રાંતિ
આ પણ વાંચો : ઔષધિય છોડની ખેતી તરફ વળ્યા ખેડૂતો, થાય છે સારી કમાણી
Share your comments