Electric Vehicle Tractor: સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અને પ્રદુષણ બંને સામાન્ય જનતા અને સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. વધતી જતી મોંઘવારીથી લોકોના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોના કારણે પ્રદુષણનું સ્તર પણ વધી રહ્યું છે.
વધતા પ્રદૂષણને કારણે ઈલેક્ટ્રિક વાહનોનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. અન્ય દેશોની જેમ હવે ભારતમાં પણ ઘણી ઓટો કંપનીઓ પોતાની જાતને ઇલેક્ટ્રિક મોડ પર સ્વિચ કરવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઓમેગા સેકી મોબિલિટી (OSM) કંપનીએ આવતા વર્ષે માર્ચ સુધીમાં ભારતમાં 10 હજારથી વધુ ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
પ્રેસ કોન્ફરન્સ દ્વારા કંપનીએ જણાવ્યું કે તે ઈલેક્ટ્રિક વ્હીકલ હેઠળ માર્કેટમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ઈલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ કરવા જઈ રહી છે જેથી ટ્રેક્ટરને પેટ્રોલ-ડીઝલની જગ્યાએ ઇલેક્ટ્રિક ચાર્જ પર ચલાવી શકાય. આ તમામ વાહનોને ચાર્જ કરવા માટે અલગ-અલગ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવામાં આવશે. EVની દિશામાં કામ કરતી કંપની તેના પર ઝડપથી કામ કરી રહી છે.
OSM કંપનીના ચેરમેન ઉદય નારંગે ભારતમાં લોન્ચ થનારા ઈલેક્ટ્રિક ટ્રેક્ટર વિશે બધાને જણાવ્યું કે, 'કંપનીએ દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડમાં પોતાના સંશોધન-વિકાસ કેન્દ્રો પણ બનાવ્યા છે. અહીં ઈલેક્ટ્રિક ટ્રેક્ટરનું ટેસ્ટિંગ કામ ચાલી રહ્યું છે. OSM કંપની દ્વારા આ ટ્રાયલ પૂર્ણ થતાની સાથે જ આ ઈલેક્ટ્રિક ટ્રેક્ટર ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
શું છે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને તેના ફાયદા
પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય લોકોથી લઈને ખેડૂતો પણ પરેશાન છે. દિવસે ને દિવસે વધતા ભાવ ખેડૂતોના ગળામાં ફાંસો બની રહ્યા છે. આવી સ્થિતિમાં વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતોના ખિસ્સા પર ઘણો બોજ પડી રહ્યો છે.
આવી સ્થિતિમાં ઈલેક્ટ્રીક ટ્રેક્ટર ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવામાં મદદરૂપ થશે એટલું જ નહીં તેમને આર્થિક રીતે પણ મજબૂત બનાવશે. હવે જોવાનું એ રહે છે કે કેટલા ખેડૂતો વહેલી તકે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અપનાવે છે.
આ પણ વાંચો:હવે બદલાશે કોલ અને ઈન્ટરનેટ ઉપયોગની પદ્ધતિ, જાણો શું હશે હવે આગામી સમયમાં નવીનત્તમ બાબત
Share your comments