ઠંડીની સિઝન આવી રહી છે અને આ સિઝનમાં ભોજનનું પ્રમાણ વધી જાય છે. વધારે ખાવા અને એક્ટિવિટી ઓછી કરવાને લીધે ઠંડીની આ મૌસમમાં અનેક લોકો મેદસ્વિતાનો શિકાર બની શકે છે. આ સિઝનમાં ફ્લૂ તથા વાયરસથી બચવા માટે સારી ઈમ્યૂનિટી પણ એટલી જ જરૂરી છે. અહીં અમે તમને એવા 7 સ્વાદિષ્ટ સુપરફૂડ્સ અંગે માહિતી આપી રહ્યા છીએ કે જે ઠંડીની આ સિઝનમાં તમારી ઈમ્યૂનિટી તો વધારશે જ તેમ ઉપરાંત તમારું વજન વધવા દેશે નહીં.
કંદમૂળવાળા શાકભાજી - ઠંડીમાં ગાજર, ચુકંદર, મૂળા, ડુંગળી જેવા મૂળવાળી શાકભાજી બિલકુલ તાજી મળે છે. ઠંડીમાં આ શાકભાજીને તમારા ભોજનમાં હિસ્સો બનાવી શકાય છે. તેનાથી શરીરને પ્રીબાયોટિક મળે છે, જેને લીધે વજન સરળતાથી ઘટે છે, આ શાકભાજી પોષણથી ભરપૂર હોય છે માટે ઈમ્યૂનિટી વધારવા સાથે પાચન ક્રિયામાં પણ સુધારો કરે છે.
બાજરો- વજન ઘટાડવામાં બાજરો ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. તેના રોટલા બનાવીને ખાઈ શકાય છે. આ ઉપરાંત ખિચડીમાં મિશ્રિત કરીને પણ આરોગી શકાય છે. બાજરામાં વિટામિન B હોય છે અને તે વાળ માટે પણ તે ખૂબ જ લાભદાયક હોય છે, તે માંસપેશિઓને મજબૂત કરે છે, બોડીને એનર્જી આપે છે અને વજનને નિયંત્રિત કરે છે.
ઘી- ઠંડીની મૌસમમાં શરીરને અંદરથી ગરમ રાખે છે. એવો પણ પ્રયત્ન કરો કે દાળ અને શાકભાજીને પણ ઘીમાં જ તૈયાર કરો. રોટલી પર થોડા પ્રમાણમાં ઘી લગાવી શકાય છે. ઘીમાં વિટામીન A,D,E અને K હોય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ તો હોય છે સાથે વજન પણ નિયંત્રિત કરે છે. દેશી ઘી વર્તમાન CLA મેટાબોલિઝ્મને યોગ્ય રાખે છે. જેથી વૃદ્ધાવસ્થા દેખાતી નથી.
મગફળી- મગફળી પ્રોટીનથી ભરપૂર હોય છે. તે શાકભાજીમાં સૌથી હેલ્થી સ્નેક માનવામાં આવે છે. તે બાફીને, સેકીને કે કાચી પણ ખઈ શકાય છે. કેટલાક લોકો તેને સલાડ કે શાકભાજીમાં નાંખીને ખાય છે. મગફળીમાં વિટામીન B,અમિનો એસિડ અને પોલીફેનોલ હોય છે, જે શરીરને માટે આરોગ્યપ્રદ હોય છે. મગફળી હૃદયની બિમારીને પણ દૂર રાખે છે.
લીલા શાકભાજી- ઠંડીની સિઝનમાં લીલા શાકભાજી ભરપૂર મળે છે. તમારા ડાયટમાં પાલક, મેથી, સરસવ, લીલુ લસણ જેવા શાકભાજીનો સમાવેશ કરો. લીલા શાકભાજીમાં અનેક પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે. જે ઈમ્યુનિટીને વધારે છે. લીલા શાકભાજી ખાવાથી ઠંડીમાં સોજા તથા સળતરા જેવી સમસ્યા ઓછી થાય છે.
મોસમી ફળ- ઠંડીની સિઝનમાં સંતરા, નાશપતી તથા પપૈયા જેવા મૌસમી ફળો આરોગવા જોઈએ. આ તમામ ફળો ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. વજન ઘટાડે છે માટે લંચ કે ડિનર વચ્ચે નાસ્તામાં આ ફળો આરોગવા જોઈએ. આ ફળોમાં ફાઈબર હોય છે, જે સ્કીન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે.
તલ- ઠંડીની સિઝનમાં હાડકા અને સાંધાનો દુખાવો વધી જાય છે. તેમાંથી રાહત મેળવવા માટે ડાયટમાં તલને સામેલ કરો. તલ હાઈપર ટેન્શનને ઓછુ કરે છે, તેનાથી ઉંઘ સારી આવે છે. તલમાં વિટામિન E હોય છે. તે ચિક્કી અથવા લાડુ સ્વરૂપમાં પણ આરોગી શકાય છે.
Share your comments