Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આ પાંચ બિઝનેસ શરૂ કરી ઘરેબેઠા કમાઈ શકો છો રૂપિયા 30 હજાર

આજના સમયમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો કી-વર્ડ સતત ગૂગલ પર સર્ચ થઈ રહ્યો છે. એક બિઝનેસ ફર્મના અહેવાલ પ્રમાણે રોજ 6 હજારથી વધારે લોકો આ કી-વર્ડ સર્ચ કરી રહ્યા છે. જો તમે એક એવા કારોબાર અંગે વિચાર કરતા હોય કે જે ઘરે બેઠા સારી કમાણી થઈ શકતી હોય તો તમે ઓનલાઈન પ્રોજેક્ટ્સ પર આધારિત બિઝનેસ શરૂ કરી શકો છો. તેનાથી તમે પ્રત્યેક મહિને 20 થી 30 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. આજે અમે એવા 5 બિઝનેસ આઈડિયા વિશે વાત કરશું કે જેના મારફતે તમે કારોબાર શરૂ કરી શકો છો તેમ જ સારો એવો નફો પણ રળી શકો છો.

KJ Staff
KJ Staff

આજના સમયમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો કી-વર્ડ સતત ગૂગલ પર સર્ચ થઈ રહ્યો છે. એક બિઝનેસ ફર્મના અહેવાલ પ્રમાણે રોજ 6 હજારથી વધારે લોકો આ કી-વર્ડ સર્ચ કરી રહ્યા છે. જો તમે એક એવા કારોબાર અંગે વિચાર કરતા હોય કે જે ઘરે બેઠા સારી કમાણી થઈ શકતી હોય તો તમે ઓનલાઈન પ્રોજેક્ટ્સ પર આધારિત બિઝનેસ શરૂ કરી શકો છો. તેનાથી તમે પ્રત્યેક મહિને 20 થી 30 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. આજે અમે એવા 5 બિઝનેસ આઈડિયા વિશે વાત કરશું કે જેના મારફતે તમે કારોબાર શરૂ કરી શકો છો તેમ જ સારો એવો નફો પણ રળી શકો છો.

પર્સનલ ફાયનનાન્સ એડવાઈઝર(Personal Finance Advisor)

આ એક એવો બિઝનેસ છે જેમાં તમે ગમે ત્યાંથી પણ તે કરી શકો છો. આ માટે તમારી પાસે કોમ્પ્યુટર હોવું જોઈએ. આ બિઝનેસમાં કંપનીઓ માટે પ્રોજેક્ટ બેઝીસ પર કામ કરવું પડે છે. તેમા તમારા ક્લાઈન્ટ્સને મળવું, ટ્રાવેલ અને કોન્ફરન્સ એટેન્ડ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે ક્લાઈન્ટ્સને આર્થિક બાબત અંગે સલાહ પણ આપવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બિઝનેસમાં કેટલીક ફાયનાન્સિયલ ફાર્મ ઓનલાઈન કામ કરી આપે છે. જેને તમે પ્રત્યેક મહિને 20થી 30 હજાર રૂપિયા કમાણી કરી શકો છો. આ બિઝનેસને શરૂ કરવા માટે પ્રોફેશનલ ડિગ્રી હોવી જરૂરી છે. આ કામ માટે ક્રિએટીવિટી સ્કીલ પર નિર્ભર રહેવું પડે છે.

એપ્લિકેશન સોફ્ટવેર ડેવલપર(Application software developer)

આજકાલ બજારમાં અનેક નવા ફિચર્સના ફોન, કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબ લોંચ કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં નવા એપ્સ અને સોફ્ટવેર ડેવલપર્સના કામની સતત માંગ થઈ રહી છે. જો તમે આ બિઝનેસને શરૂ કરી શકતા હોય તો તમારા જીવનમાં ઘણો લાભ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એપ ડેવપમેન્ટથી સારી કમાણી કરી શક છો. અનેક કંપનીઓ છે કે જે પ્રોજેક્ટ પર કામ કરવાની તક આપે છે. તેના મારફતે તમે પ્રત્યેક મહિને 20થી 30 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ બિઝનેસ માટે સૌથી જરૂરી છે કે તમે ક્રિએટીવ સ્કીલ, નવા સોફ્ટવેર ડેવલપિંગ આઈડિયા, નવી એપ્લિકેશન ડિઝાઈન તથા પ્રોગ્રામ્સ, ફિચર્સ જનરેટ કરી શકે છે.

ઓનલાઈન અકાઉન્ટ (Online accountant)

આજકાલ આ બિઝનેસની ખૂબ જ માંગ છે. તેને લઈ તમે તમારી ઓફિસ ખોલી અનેક કંપનીઓ પાસેથી ટાઈ-અપ કરી શકો છો અને તેમના અકાઉન્ટ હેન્ડલ કરી શકો છો. આ કામને ઘરે બેઠા સરળતાથી કરી શકાય છે. ત્યારબાદ તમારે કંપનીઓના અકાઉન્ટ ઓનલાઈન સંભાળવાના હશે. તેનાથી તમે પ્રત્યેક મહિને 15 થી 20 હજાર કમાઈ શકો છો. બસ તમારે કેટલા અકાઉન્ટીંગ સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજના સમયમાં કોઈ અકાઉન્ટીંગ સોફ્ટવેર ઓનલાઈન ઉપલબ્ધ છે. જેની તમે મદદ લઈ શકો છો.

ગ્રાફીક ડિઝાઈનર (Graphic designer)

આજના સમયમાં અનેક મીડિયા હાઉસ, ફિલ્મ અને એડ એજન્સીઓ છે. જ્યાં ગ્રાફિક ડિઝાઈનરની સારી માંગ રહે છે. આ સંજોગોમાં તમે પ્રોજેક્ટના હિસાબથી ઘરે બેઠા કામ કરી શકાય છે. આ માટે તમે 10 થી 20 હજાર રૂપિયા સુધી પ્રતિ પ્રોજેક્ટ પૈસા લઈ શકાય છે. આ માટે ગ્રાફિક ડિઝાઈનિંગને લગતા સોફ્ટવેર અને લેટેસ્ટ સોફ્ટવેરની જાણકારી હોવી જોઈએ. આ સાથે ક્રિએટીવ સ્કીલ હોવી જોઈએ. જેથી તમારા બિઝનેસને આગળ વધારી શકાય.

માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ (Market Research Analyst)

આ કામની ડિઝાઈન કોર્પોરેટ સેક્ટરમાં હંમેશા બની રહે છે. આ કામ સામાન્ય રીતે બિઝનેસ અથવા ઓનલાઈન કોઈ કંપનીથી ટાઈઅપ કરી શકાય છે. આ બિઝનેસમાં તમારી કંપનીના પ્રોડક્ટ, ક્વાલિટી અને રેટમાં કસ્ટમર્સનો અભિપ્રાયમાં રિસર્ચ કરવામાં આવે છે અને કંપનીના ડેટા તથા કસ્ટમર્સનો ફિડબેક આપે છે. આ કામ પાર્ટટાઈમમાં પણ કરી શકાય છે. આ માટે તમે પ્રત્યેક મહિને 20થી 30 હજાર રૂપિયા મળી જાય છે.

Share your comments

Subscribe Magazine

More on News

More