ખેડૂતોની આવક બમણી કરવાના સાથે-સાથે સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પણ કામ કરી રહી છે. કેંદ્ર સરકાર આ કામદારો માટે ઈ-શ્રમિક કાર્ડ (E-Shramik Card) બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ કાર્ડ માટે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. સરકારના આકડાઓ પ્રમાણે ટૂંક સમયમાં આ કાર્ડની નોંધણી એક કરોડથી વઘુ શ્રમિકો કરી લીધી છે.

શુ છે ઈ-શ્રમિક કાર્ડ
ઈ- શ્રમિક કાર્ડ જોડાવાથી શ્રમિકો ને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર મળી રહ્યુ છે. જો આગળના સમયમાં સરકાર શ્રમિકો માટે કોઈ પણ જાતની યોજના લઈને આવે છે તો તેનો લાભ આ કાર્ડ દ્વારા શ્રમિકોને મળશે. ભવિષ્યમાં શ્રમિકો માટે આ કાર્ડ બહુ મગ્તવપૂર્ણ બની શકે છે.
ખેત મજૂરો અને ભૂમિહીન ખેડૂતો માટે ઈ- શ્રમિક કાર્ડ
બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર મળવાના કારણે આ ઈ-શ્રમિકના પોર્ટલ પર ખેડૂતો અને શ્રમિકોની નોંધણી કરવાની પ્રક્રિયા વધી ગઈ છે.પરંતુ શું ખેડૂતો પણ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે અથવા ઈ-શ્રમ કાર્ડ (E-Shramik Card) બનાવી શકે છે ? તો જવાબ છે ના. માત્ર ખેત મજૂરો અને ભૂમિહીન ખેડૂતો જ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે પાત્ર છે.
ભારત સરકાર દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના કામદારોના સર્વાંગી કલ્યાણ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહી છે. આ માટે સરકારે એક ઈ-શ્રમ પોર્ટલ વિકસાવ્યું છે, જે તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. ઇ-શ્રમ પોર્ટલ હેઠળ નોંધણી સંપૂર્ણપણે મફત છે.
આ ઉમ્રના ખેડૂતો કરી શકશે નોંધણી
ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે આવકનો કોઈ માપદંડ નથી. પરંતુ નોંધણી માટે ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે પાત્ર છે. નોંધણી માટે આધાર નંબર, મોબાઈલ નંબર, આધાર સાથે જોડાયેલ બેંક ખાતા જેવા દસ્તાવેજો જરૂરી છે.
પોર્ટલ પર નોંધણી કરવા માંગતા કામદારોની મદદ માટે સરકારે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર – 14434 પણ બહાર પાડ્યો છે. નંબર પર કોલ કરીને, કામદારો આ અંગે વધુ માહિતી અને પ્રક્રિયા જાણી શકે છે. આ સમગ્ર કવાયતનો હેતુ સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓને એકીકૃત કરવાનો છે.
Share your comments