Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો માટે શરૂ કરાયું ઇ-બજાર પોર્ટલ: બિયારણ, ખાતર અને જંતુનાશક દવા સહિતની ખરીદી શકાશે, જાણો ખાસિયત

ખેતીમાં ટેકનોલોજીનો સમન્વયથી ખેડૂતોને અઢળક ફાયદો થઈ શકે છે. આધુનિક ખેતી ખેડૂતો માટે વરદાન સમાન છે. ત્યારે સરકારના પ્રયાસો પણ ખેતીમાં જેમ બને એમ આધુનિકરણ આવે તેવા છે. જેથી અલગ અલગ યોજના થકી કામ થઈ રહ્યું છે. તાજેતરમાં સરકાર દ્વારા ઇ બજાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

Sagar Jani
Sagar Jani
Government E-Marketplace
Government E-Marketplace
ખેતીમાં ટેકનોલોજીનો સમન્વયથી ખેડૂતોને અઢળક ફાયદો થઈ શકે છે. આધુનિક ખેતી ખેડૂતો માટે વરદાન સમાન છે. ત્યારે સરકારના પ્રયાસો પણ ખેતીમાં જેમ બને એમ આધુનિકરણ આવે તેવા છે. જેથી અલગ અલગ યોજના થકી કામ થઈ રહ્યું છે. તાજેતરમાં સરકાર દ્વારા ઇ બજાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

કઈ રીતે કરશે મદદ

સીએસસી ઇ-ગવર્નન્સ ઈન્ડિયા લિમિટેડ (સીએસસી એસપીવી) એ રવિવારે કૃષિ સેવાઓ માટે ઇ-બજાર પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની મદદ કરવાનો છે. આના માધ્યમથી ખેડુતો બિયારણ, ખાતરો, જંતુનાશકો જેવી વસ્તુઓ સરળતાથી ખરીદી શકશે.
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય હેઠળનું સીએસસી એસપીવી વિશેષ એકમ છે. જે ગ્રાહકોને તેના સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા ઘણી ઇલેક્ટ્રોનિક સેવાઓ પ્રદાન કરે છે. આ કૃષિ સેવા પોર્ટલ દ્વારા ખેડુતો બિયારણ, ખાતરો, જંતુનાશકો, પશુધન અને અન્ય કૃષિ ઇનપુટ ઉત્પાદનો ખરીદી શકશે.
સીએસસી એસપીવીએ  નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય કૃષિ સમુદાયમાં 86 ટકા હિસ્સો ધરાવતા નાના અને મધ્યમ ખેડૂતોને સશક્ત બનાવવાના લક્ષ્ય સાથે સીએસસી ઇ-ગવર્નન્સ ઈન્ડિયા લિમિટેડ (સીએસસી એસપીવી) એ એક અનોખું કૃષિ સેવા પોર્ટલ શરૂ કર્યો છે. જે બજાર તરીકે કામ કરશે.

પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડાએ ટ્વિટ કરી આપી આ જાણકારી

બીજી તરફ ખાત પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડાએ રવિવારે જણાવ્યું હતું કે, 2015-16માં રજૂ કરાયેલુ લીમડાના 100 ટકા સ્તરવાળુ યુરિયા પાકમાં રસાયણોનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરી છે. જેનાથી પાક વધવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, તેનાથી બિન-કૃષિ હેતુ માટે યુરિયા ડાઇવર્ઝન ઘટાડવામાં પણ મદદ કરી છે. મંત્રીએ ટિ્‌વટ કર્યું હતું કે, 2015-16માં રજૂ કરાયેલા 100 ટકા નેમ-કોટેડ યુરિયા રસાયણોનો ઉપયોગ ઘટાડવા મદદ કરશે. આ ઉપરાંત જમીનની તંદુરસ્તીમાં સુધારો કરશે, જીવાતો અને રોગોનો હુમલો ઘટાડશે. ઉપજમાં વધારો કરવામાં મદદ કરશે.
દેશમાં ઘણા ખેડુતો ખાતર તરીકે યુરિયાનો ઉપયોગ કરે છે. સરકાર દ્વારા આના પર સબસિડી આપવામાં આવે છે. તેની છૂટક કિંમત પણ સરકાર નક્કી કરે છે. હાલમાં યુરિયાની મહત્તમ છૂટક કિંમત પ્રતિ ટન 5,360 રૂપિયા છે. 2010 થી તે આ જ ભાવે ઉપલબ્ધ છે.

ઈ નામ પોર્ટલ જેટલું મહત્વ

ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષો પહેલા કેન્દ્ર સરકારે ખેડુતો માટે ખાસ ઇ-નામ યોજના શરૂ કરી હતી. આ યોજના સાથે સંકળાયેલા પોર્ટલ પર ખેડૂતો માટે ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો દેશની કોઈપણ બજારમાં તેમની પેદાશો ઓનલાઈન વેચી શકે છે. પોર્ટલના પાંચ વર્ષ ગત મહિનામાં જ પૂર્ણ થયા છે. 
આ દરમિયાન ઇ-નામ પોર્ટલ પર ખેડૂતો માટે ત્રણ નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ સાથે ખેડૂતોને ઇ-નામ યોજનાનો વધુ લાભ મળશે. પાંચ વર્ષમાં આ યોજનામાં 21 રાજ્યોની 1000 કૃષિ ઉપજ બજારો જોડાઈ ચૂકી છે. આ સાથે જ 1.7 લાખ ખેડુતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે ગયા મહિના સુધી 1.3 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More