કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર દ્વારા એફપીઓની સ્થાપનના કારણે ખેડૂતોની આવક 50 હજાર રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે. તે વાત કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમર મેધાલયમાં થયુ એક કાર્યક્રમમાં જણાવ્યુ.નોંધણીએ છે કે. કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે પૂર્વોત્તર રાજયોના પ્રવાસ પર છે.
કેંદ્રની નરેંદ્ર મોદી સરકાર દ્વારા એફપીઓની સ્થાપનના કારણે ખેડૂતોની આવક 50 હજાર રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા થઈ ગઈ છે. તે વાત કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમર મેધાલયમાં થયુ એક કાર્યક્રમમાં જણાવ્યુ.નોંધણીએ છે કે. કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે પૂર્વોત્તર રાજયોના પ્રવાસ પર છે. પોતાના પ્રવાસના પ્રથમ દિવસે તેમણે મેઘાલયની કૃષિ યુનિવર્સિટી મુલાકાત લીધી. ત્યાં તોમરે કૃષિ નિકાસકારો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ અને પૂર્વોત્તર રાજ્યોના ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી.
વાતચીત દરમિયાન તેમણે જણાવ્યુ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને અન્ય સરકારી સંસ્થાઓ અને યોજનાઓની મદદથી તેમની આવકમાં અનેક ગણો વધારો થયો છે. તોમરે રિભોઇ ખાતે કોલેજના નવા ઓડિટોરિયમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. અહીં તેમણે કહ્યું કે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં, જ્યાં પહેલા કોઈ પ્રધાનમંત્રી મુલાકાત લેતા ન હતા, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 30 વખત આ પ્રદેશની મુલાકાત લઈ ચૂક્યા છે.
ખેડૂતોની આવકમાં વધારો
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે FPO બનાવીને ખેડૂતોની આવક 50,000 રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા થઈ છે. સમગ્ર દેશમાં આ વિસ્તારના પાઈનેપલ, હળદર, આદુની માગ છે, જેનો લાભ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. પૂર્વોત્તરની તારીફ કરતા તેમણે કહ્યુ, પૂર્વોત્તર ભારત સોનાના પક્ષી તરીકે આખા ભારતમાં ઓળખાય છે. જે સંપતિ ત્યા છે તે ભારતના બીજા ભાગોમાં નથી. પૂર્વોત્તરમાં સંસાધનો અભાવ હોવા છતા ત્યાંનો વિકાસ અભૂતપૂર્વ છે. વર્ષ 2014માં જ્યારે મોદીજી પ્રથમ વખ્ત દેશના વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે સૌંગધ ખાધી હતી કે તે પૂર્વોત્તરના વિકાસ માટે હર સંભવ પ્રયાસ કરશે અને પૂર્વોત્તરને પણ ભારતના બીજા રાજ્યોની જેમ માન આપશે અને અપાવશે.
હવા અને રેલ સાથે પૂર્વોત્તર જોડાયુ
વડાપ્રધાને નાણાંની વ્યવસ્થા કરી છે અને આ વિસ્તાર રેલ અને હવાઈ સેવાઓ સાથે જોડાયેલો છે, જ્યારે તમામ યોજનાઓ સાકાર થશે, ત્યારે સમગ્ર દેશ સાથે આ વિસ્તાર મુખ્ય પ્રવાહમાં આવશે. અહીંની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં પીએમની સૂચનાઓ પર સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર પૂર્વ ક્ષેત્ર કૃષિમાં અભૂતપૂર્વ યોગદાન આપી શકે છે.
ઇમ્ફાલ કૃષિ યુનિવર્શિટીમાં 19 રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર પર કેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કટોકટીના આ યુગમાં, લોકડાઉન હોવા છતાં, ખેડૂતોએ ખેતી ચાલુ રાખી અને પહેલા કરતા વધુ બમ્પર ઉત્પાદન કર્યું.
Share your comments