Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાસાયણિક ખાતરનું વધુ પડતો ઉપયોગના કારણે અનાજની ઉપજમાં મોટા પાચે ઘટાડો નોંધાયો

ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ રાસાયણિક ખાતરના ઉયોગના લીધે ઘટી રહેલી જમીનની ફળદ્રુપતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતો મુજબ જમીનમાં પોષક તત્વો સતત ઘટી રહ્યો છે. મળી રહેલી માહિતી મુજબ ભારતમાં 1 કિલો એનપીકે ખાતરનો ઉપયોગ કરીને 1960 માં અનાજનું 80 કિલો ઉત્પાદન મળતું હતું જો કે 2024માં ઘટીને ફક્ત 16 કિલો રહી ગયું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
અનાજની ઉપજમાં ઘટાડો
અનાજની ઉપજમાં ઘટાડો

ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ રાસાયણિક ખાતરના ઉયોગના લીધે ઘટી રહેલી જમીનની ફળદ્રુપતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતો મુજબ જમીનમાં પોષક તત્વો સતત ઘટી રહ્યો છે. મળી રહેલી માહિતી મુજબ ભારતમાં 1 કિલો એનપીકે ખાતરનો ઉપયોગ કરીને 1960 માં અનાજનું 80 કિલો ઉત્પાદન મળતું હતું જો કે 2024માં ઘટીને ફક્ત 16 કિલો રહી ગયું છે. કૃષિ વૈજ્ઞાનિકોએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે જો આમા જ ચાલૂ રહ્યું તો અનાજનું ઉત્પાદન હોવાનું બંધ થઈ જશે. તેમણે જણાવ્યું જો આપણે તેને રોકવાનું છે તો જમીનની ફળદ્રુપતા પર ધ્યાન આપવું પડશે અને તેના રક્ષણ માટે પોતાની કૃષિ પદ્ધતિમાં સુધારો કરવો પડશે.

રસાયણિક ખાતરનું વધુ પડતો ઉપયોગ ભવિષ્ય માટે જોખમી

નિષ્ણાતોએ વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ કે ખાતર તરીકે ઉપયોગમાં લેવાતા બાયોમાસ મિથેનનું ઉત્પાદન કરે છે જો કે કાર્બન ડાયોક્સાઇડ (CO2) કરતા 20 ગણું વધુ નુકસાનકારક છે. નિષ્ણાતોએ કહ્યું કે ભારતના ધણા રાજ્યોમાં જમીનની સ્થિતિ બગડી રહી છે જેથી ઉપજ પર મોટા પાચે અસર જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ વર્તમાન અને ભવિષ્ય માટે જોખમી ગણાવ્યું છે.

ખાતરને કારણે ઉપજ 80ને બદલે 16 કિલો થઈ ગઈ.

પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ માટીની આરોગ્ય સ્થિતિ અંગેના અહેવાલને ટાંકીને નિષ્ણાતે કહ્યું કે NPK ખાતરના ઉપયોગને કારણે જમીનની વહન ક્ષમતામાં 20 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતે કહ્યું કે વર્ષ 1966-67માં NPK ખાતરના પ્રતિ કિલોગ્રામ 80 કિલો અનાજનું ઉત્પાદન થતું હતું, પરંતુ 2023 સુધીમાં આ ઉત્પાદન ઘટીને 16 કિલો થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે NPK ખાતરમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે, જે છોડના વિકાસમાં મદદ કરે છે.

ગુણવત્તાયુક્ત ખોરાક માટે સારી માટી જરૂરી છે

આંતરરાષ્ટ્રીય બજારોમાં માંગ વધારવા માટે ગુણવત્તાયુક્ત ખાદ્ય ઉત્પાદન જરૂરી છે અને આ જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો કરીને જ થઈ શકે છે. કૃષિ નિષ્ણાંતે કહ્યું કે દેશમાં સરપ્લસ અનાજ છે, પરંતુ ખેડૂતો દેવાના બોજમાં દબાયેલા છે. આપણા ખોરાકનું પોષણ મૂલ્ય ઘટી રહ્યું છે. ટકાઉ ખેતી માટે, જમીનના જૈવિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ દરમિયાન ખેડૂત હરિન્દર સિંહ ધિલ્લોએ કહ્યું કે પંજાબ કેન્દ્રીય પૂલમાં લગભગ 60 ટકા અનાજનું યોગદાન આપે છે. ઉચ્ચ ઉપજ હાંસલ કરવા માટે, અમે અમારી જમીન, પાણી અને હવાને નુકસાન પહોંચાડ્યું છે. ખેતીના ખર્ચમાં વધારો થવાને કારણે પંજાબના ખેડૂતો ભારે દેવામાં ડૂબી ગયા છે. તેથી કરીને આપણે ગુજરાતની જેમ ગાય આધારિત ખેતી પર આગાળ વધવાની જરૂર છે.

Share your comments

Subscribe Magazine

More on News

More