વિશ્વની વસ્તી આજે 7 બિલિયનથી વધીને 2050માં 9 બિલિયનથી વધુ થવાની ધારણા છે. વધતી જતી વસ્તીને કારણે ઊર્જા અને ખોરાક પૂરો પાડતા કુદરતી સંસાધનો પર દબાણ વધવાની શક્યતા છે.તાજેતરન મંદી હોવા છતાં, વિશ્વ જીડીપી 2050 સુધીમાં લગભગ ચાર ગણો થવાનો અંદાજ છે. અને ક્લાઈમેટમાં વારંવાર બદલાવ થવાને કારણે એક ચેતવણી પણ કરવામાં આવી છે. વાંચો આ લેખમાં સંપૂર્ણ વિગતો
કલાઈમેટ ચેન્જના પરિણામે પાણીની અછત વધતી જશે અને 2050 સુધીમાં તો વિશ્વના ખેતરવિસ્તારોના 80 ટકા પ્રદેશોમાં કોઈ પાક થશે જ નહિ. એક અભ્યાસમાં આજની પાણીની આવક, ખેતીમાં તેનો વપરાશ અને 2050 સુધી દર વર્ષે તેની આવક તથા ખેતીમાં જરૂરિયાતમાં થનાર વધ-ઘટને સમાવી લેવામાં આવી છે. વરસાદનું પ્રમાણ, નદીઓની સ્થિતિ, સિંચાયની સગવડો અને ધરતીની ક્વોલિટીનો અભ્યાસ કરીને આ તારણ કાઢવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અમેરિકાનું મોટામાં મોટું જળાશય સુકાઈ ગયું છે અને જેના કારણે દિવસે-દિવસે પાણીની તંગી વધતી જ રહેશે.
ઉત્તર-પૂર્વ ચીનને ફાયદો
આખા જગતમાં એકમાત્ર ઉત્તર-પૂર્વ ચીનમાં વરસાદમાં વધારો થશે. તેનો સંગ્રહ કરી શકાય તો પાણીની સમસ્યાનું સમાધાન મેળવી શકશે. જોકે આ અભ્યાસ ચીનમાં થયો હોવાથી આ દાવો શંકાસ્પદ માનવામાં આવે છે.
100 વર્ષમાં પાણીનો વપરાશ થયો બેગણો
અભ્યાસ મુજબ છેલ્લા 100 વર્ષમાં દુનિયાની વસ્તીમાં ધરખમ વધારો થવાના કારણે ખેતી માટે પાણીની જરૂરિયાત બેગણી થઇ ગઈ છે. અમેરિકાના પશ્રિમ વિસ્તારોમાં જ્યાં કોલોરાડો નદીના પટનું પાણી પૂરું પાડવામાં આવે છે તે પાણી વગરના થઈ ગયા છે. જેના કારણે દુનિયામાં તબાહી સર્જાઈ શકે છે.
મોટાભાગના જળાશયો સુકાયા
યુરોપ-અમેરિકા જેવા દેશો 1200 વર્ષમાં કદી નહોતો પડ્યો એવા દુકાળનો ભોગ બન્યા છે. અમેરિકાનું મોટામાં મોટું જળાશય લેક પોવેલ રીઝર્વોયર, જ્યાં હજારો કરોડ લીટર પાણીનો સંગ્રહ કરાયેલો છે, ત્યાં પાણીની સપાટી અડધી થઈ ચૂકી છે. વધુ પાણી ઊડી ન જાય એ માટે પ્લાસ્ટીકના કરોડો બોલથી જળાશયની સપાટી ઢાંકી દેવા જેવા પગલા લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ડાંગરની પરાળ પર ઉગાડાય છે ચાઈનીઝ મશરૂમ, અત્યારે જ વાંચો તેની ખેતીની અનોખી રીત
ગ્રીન વોટર અને બ્લ્યુ વોટરનો જુદો અભ્યાસ
અભ્યાસમાં દુનિયાના દરેક દેશમાં ગ્રીન વોટર (વરસાદનું પાણી) અને બ્લ્યુ વોટર (નદી, સરોવરો અને ભૂગર્ભ જળ) બંનેનું પ્રમાણ તપાસવામાં આવ્યું. વપરાશનો અભ્યાસ કરી બંને પાણી કેટલું ખેંચશે તેનો જુદો અભ્યાસ કરવામાં આવ્યો છે.
60 ટકા સિંચાઈ ઘટશે
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કલાઈમેટ ચેન્જના કારણે વરસાદ બેફામ બનતા સંગ્રહી શકાતો નથી. ગરમી વધતા બાષ્પીભવન વધુ થતું જાય છે. પરિણામે સિંચાઈના પાણીમાં ઘટાડો થઇ રહ્યો છે. 2050 સુધીમાં સિંચાઈમાં 60 ટકા ઘટાડો થશે. તેની અસરથી ૮૪ ટકા ખેતીવિસ્તારોમાં પાક નષ્ટ થશે. 16 ટકા ખેતીવિસ્તારો આજે નષ્ટ થઈ ગયા છે.
આ પણ વાંચો : વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત ચંદ્રની જમીનમાં સફળતાપૂર્વક છોડ ઉગાડ્યા !!
Share your comments