રાજ્યના કુલ 224 તાલુકાઓમાંથી 19 વિકાસશીલ તાલુકાઓમાં આ યોજનાને લાગુ કરવા માટે સરકારે કુલ 67.55 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ યોજનામાં રાજ્ય સરકાર વિકાશીલ તાલુકાઓમાંથી કુપોષણ તેમજ નીચા સાક્ષરતા દરના પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપી તેને નિવારવાના પ્રયાસ કરી રહી છે.
ગુજરાત રાજ્ય સરકાર (આદિજાતિ વિકાસ વિભાગ) દ્વારા આદિજાતિ વિસ્તારોમાં બાળકોના આરોગ્યામાં સુધારણ કરવા માટે સંજીવની યોદજના શરૂ કરવામાં આવી છે. આદિજાતિના પ્રાથમિક શાળામાં જતા વિદ્યાર્થીઓના પોષણના સ્તરને સુધારવા અને સમૃદ્ધ બનાવવા માટે, રાજ્ય સરકાર આદિજાતિ તાલુકા, ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકોને તેમના મઘ્યાહન ભોજન માટે 200 એમ.એલ ફોર્ટિફાઈડ ડબલટોન્ડ દૂધ પ્રદાન કરે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્યેશ્ય શાળાઓમાં ડ્રોપઆઉટના પ્રમાણને રોકવા, સરકારી પ્રાથમિક શાળાઓમાં નિયમિત હાજરીની ખાતરી કરવા તેમજ બાળકોમાં કુપોષણના સ્તરને દૂર કરવાનો છે.
રાજ્યના કુલ 224 તાલુકાઓમાંથી 19 વિકાસશીલ તાલુકાઓમાં આ યોજનાને લાગુ કરવા માટે સરકારે કુલ 67.55 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ યોજનામાં રાજ્ય સરકાર વિકાશીલ તાલુકાઓમાંથી કુપોષણ તેમજ નીચા સાક્ષરતા દરના પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપી તેને નિવારવાના પ્રયાસ કરી રહી છે. આશા છે કે આ યોજના વિદ્યાર્થીઓની નોંધણી દર વધારવામાં અને સરકારી શાળાઓમાં જાળવણી કરવામાં મદદ કરશે. કારણ કે, વિદ્યાર્થીઓને બપોરના સમયે વહેંચાયેલા મિડ-ડે ભોજન ઉપરાંત સવારે 10 વાગ્યે દૂધ આપવામાં આવે છે.
મોટાભાગના અવિકસિત તાલુકાઓમાં, બાળકોને તેમના દૈનિક આહારમાં દૂધ મળતું નથી, જેનાથી પોષણનું સ્તર ઓછું થાય છે. ઉપરાંત, તેઓ શાળાએ ખાલી પેટ આવે છે. જેથી સ્કૂલમાં તેમનું ધ્યાન પણ ઓછું લાગે છે. પરિણામે ડ્રોપ-આઉટ થઈ જાય છે. આમ આ યોજનાએ સુનિશ્ચિત કરે છે કે, તેઓ તેમના મઘ્યાહન ભોજન પહેલાં શાળાએ પહોચે ત્યારે સવારે કઈંક પોષણ મળે.
દૂધ સંજીવની યોજનાના ફાયદા
- આદિજાતિ તાલુકા, ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકોને સરકાર તેમના બપોરના ભોજન સાથે દૂધ પ્રદાન કરે છે.
- શાળાઓમાં ડ્રોપ-આઉટના થાય એટલા માટે તે યોજનાને અમલમાં મુકવામાં આવ્યું છે.
- સરકારી પ્રાથમિક શાળાઓમાં નિયમિત હાજરીની ખાતરીમાં પણ આ યોજના મદદગાર છે
- કુપોષણ દૂર કરવામાં આ યોજના મદદરૂફ થશે
દૂધ સંજીવની યોજનાના ઉદ્યેશો
- બાળકોમાં કુપોષણ અટકાવવું
- બાળકોના પોષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવું
દૂધ સંજીવની યોજના માટેની પાત્રતા
- બાળક ગુજરાત રાજ્યનું રહેવાસી હોવું જોઈએ
- રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા જનજાતિના વિદ્યાર્થિઓ દૂધ સંજીવની યોજના માટે પાત્ર છે.
મુખ્ય પ્રાપ્તિઓ
આ યોજનાથી બાળકોમાં કુપોષણની સમસ્યા સફળતાપૂર્વક હલ થઈ છે. વર્ષ 2019-2020માં આ યોજના હેઠળ 14 જિલ્લાના 52 તાલુકાની 8958 શાળાઓના કુલ 7,68,465 બાળકોને લાભ આપવામાં આવ્યું છે.
Share your comments