ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળ પડવાની પણ સ્કાયમેટે આગાહી કરી છે. સ્કાયમેટ દ્વારા 13મી એપ્રિલે પહેલી આગાહી કરવામાં આવી ત્યારે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી, જેમાં હવે ફેરફાર કરીને ચોમાસું સરેરાશ સામાન્ય વરસાદની તુલનાએ 34 ટકા જ પડે તેવી સંભાવનાં છે
ખાનગી હવામાન એજન્સીએ સામાન્ય ચોમાસાની પોતાની એપ્રિલની આગાહીમાં સુધારો કરીને હવે નબળા વર્ષની આગાહી કરી છે. દેશમાં ખેડૂતો અને ખેતીમાં મોટા પાયે નુકસાની થયા બાદ આજે પહેલીવાર ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પોતાની આગાહીમાં ફેરફાર કરીને ચોમાસું નબળું રહેવાની આગાહી કરી છે, જોકે હવે ચોમાસા માંડ 24થી 30 દિવસ સુધીના જ બચ્યા છે. બીજી તરફ દેશમાં આજની સ્થિતિ પ્રમાણે કુલ 9 ટકા વરસાદી ખાધ છે.
સાથે જ ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળ પડવાની પણ સ્કાયમેટે આગાહી કરી છે. સ્કાયમેટ દ્વારા 13મી એપ્રિલે પહેલી આગાહી કરવામાં આવી ત્યારે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી, જેમાં હવે ફેરફાર કરીને ચોમાસું સરેરાશ સામાન્ય વરસાદની તુલનાએ 34 ટકા જ પડે તેવી સંભાવનાં છે અને ચોમાસું સામાન્યથી નબળું રહેવાની સંભાવનાં 60 ટકા જેટલી રહેલી છે
દેશમાં સામાન્યથી 110 ટકા વરસાદ
દેશમાં જૂન મહિનામાં સામાન્યથી 110 ટકા વરસાદ પડ્યો હતો, જ્યારે જુલાઈમાં 93 ટકા વરરસાદ પડ્યો હતો. સ્કાયમેટે જૂન અને જુલાઈ મહિના માટે 106 ટકા વરસાદની આગાહી કરી હતી. ચોમાસામાં જુલાઈમાં બ્રેક આવ્યાં બાદ ઓગસ્ટનાં પહેલા પખવાડિયા દરમિયાન પણ સારો વરસાદ પડ્યો નથી. પરિણામે દેશમાં હાલ સામાન્યની તુલનાએ નવ ટકા વરસાદની ખાધ છે. દેશમાં ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ અને પૂર્વોતર ભારતમાં વરસાદ સૌથી ઓછો પડ્યો છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં તો દુષ્કાળની પણ સંભાવનાં છે. જ્યારે મહારાષ્ટ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પૂરતો વરસાદ પડશે તેમ એજન્સીએ જણાવ્યું હતું.
ગુજરાતની સ્થિતિ
ભારતીય હવામાન ખાતાનાં આંકડાઓ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ માં વરસાદી ખાધ 49 ટકા છે, જ્યારે ગુજરાતમાં 44 ટકા ખાધ છે. આમ સમગ્ર દેશમાં સૌથી ખરાબ સ્થિતિ ગુજરાતની છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદી ખાધ ૨૦ ટકા છે. આમ બંને પ્રદેશમાં હવે દુષ્કાળની ભીતિ સ્કાયમેટ એજન્સીએ સેવી છે. સ્કાયમેટ એજન્સીએ ઓગસ્ટના વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે દેશમાં ઓગસ્ટ મહિનામાં સામાન્યની તુલનાએ 80 ટકા વરસાદની સંભાવનાં છે, જ્યારે સપ્ટેમ્બરમાં સામાન્યની તુલનાએ 100 ટકા વરસાદની સંભાવના છે. જેનાં ચાન્સ પણ 60 ટકા રહેલા છે.
ખરીફ પાકો પર ખતરા સેવાયો
સામાન્યથી વધુ વરસાદ સપ્ટેમ્બરમાં થાય તેવી સંભાવનાં માત્ર 20 ટકા જ રહેલી છે. આમ પણ સપ્ટેમ્બરમાં વરસાદ બહુ ઓછો આવતો હોય છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે જુલાઈ-ઓગસ્ટ બે મહિના મુખ્ય વરસાદનાં મહિના હોય છે. સ્કાયમેટનાં જતીન સિંહેએ જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં આ પખવાડીયામાં લાંબા પાંચ ચરણ હોય અને જુલાઈ-ઓગસ્ટમાં વિસ્તારિત વિરામની સ્થિતિ છે, જેને પગલે વરસાદ ઓછો પડ્યો છે. સપ્ટેમ્બરમાં હજી કોઈ સ્પષ્ટ સંકેત મળતા નથી. દેશમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત સારી થયા બાદ ચોમાસું સરેરાશ નબળું જ રહ્યું છે, જેને પગલે દેશમાં ઊભા ખરીફ પાકો ઉપર પણ ખતરો સેવાય રહ્યો છે.
Share your comments