Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મોબાઇલ કવરેજ અને ગુણવત્તા તપાસવા અને સુધારવા માટે ગુજરાત LSA, DoT દ્વારા વડોદરા શહેરમાં ડ્રાઇવ ટેસ્ટ

મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ દેશના વિકાસના મુખ્ય સમર્થક તરીકે ઉભરી આવી છે અને તે નાગરિકોના રોજિંદા જીવનનો આંતરિક ભાગ બની ગઈ છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Drive test in Vadodara
Drive test in Vadodara

મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ દેશના વિકાસના મુખ્ય સમર્થક તરીકે ઉભરી આવી છે અને તે નાગરિકોના રોજિંદા જીવનનો આંતરિક ભાગ બની ગઈ છે.

ટેલિકોમ સેવા પ્રદાતાઓ (TSPs) દ્વારા તેના ગ્રાહકોને આપવામાં આવતી સેવાની ગુણવત્તા નિર્ધારિત ધોરણો અને ધારાધોરણો મુજબ છે તેની ખાતરી કરવામાં ટેલિકોમ વિભાગ (DoT) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. DoTના ક્ષેત્રીય એકમોને TSPs દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઈલ સેવાઓની ગુણવત્તાનું સામયિક ઓડિટ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે અને તેઓ દેશના પસંદગીના શહેરોમાં સંપૂર્ણ મોબાઈલ ડ્રાઈવ ટેસ્ટ કરે છે.

DoT ગુજરાત LSA અધિકારીઓની એક ટીમની દેખરેખ હેઠળ, ચારેય TSPs એટલે કે એરટેલ, BSNL, Jio અને Vodafone Ideaની નેટવર્ક ટીમોએ 5મી સપ્ટેમ્બર 2022થી વડોદરા શહેરમાં વ્યાપક મોબાઇલ ડ્રાઇવ ટેસ્ટ હાથ ધરવાનું શરૂ કર્યું છે, જે 8મી સપ્ટેમ્બર 2022 સુધી એમ ચાર દિવસ સુધી ચાલુ રહેશે.

ડ્રાઇવ ટેસ્ટ રૂટ ભારે વપરાશના લગભગ તમામ વિસ્તારોને આવરી લેશે જેમ કે ઓફિસ વિસ્તારો, વ્યાપારી વિસ્તારો, વ્યાપાર કેન્દ્રો, પ્રવાસી આકર્ષણો, મુખ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગો, હોસ્પિટલો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ વગેરે. ઉપરાંત, એવા વિસ્તારો જ્યાં કોલ ડ્રોપ્સ અને કવરેજની સમસ્યા છે તેને પણ આવરી લેવામાં આવશે. ડ્રાઈવ ટેસ્ટના પરિણામોના આધારે, જ્યાં મોબાઈલ ગુણવત્તા અને કવરેજ બેન્ચમાર્ક સુધી ન હોય તેવા સ્થાનો પર યોગ્ય સુધારાત્મક પગલાં લેવા માટે TSPs તરફથી જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. મોબાઇલ ટાવર માટે નવી સાઇટ્સ મેળવવામાં TSPs દ્વારા જ્યાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે સ્થાનોને ઓળખવામાં આવશે અને રાજ્ય/સ્થાનિક સરકારી સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

છેલ્લા 2 વર્ષમાં, કોવિડ-19 રોગચાળો હોવા છતાં, ગુજરાત LSA, DoT એ સમગ્ર ગુજરાતમાં અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (રસ્તા અને રેલ માર્ગ) અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અને ગુજરાતના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં શ્રેણીબદ્ધ ડ્રાઈવ ટેસ્ટ હાથ ધર્યા છે..

આ પણ વાંચો:મોડેલ વિલેજ: ગુજરાતના ગાંધીનગરમાં દહેગામનું લવાડ ગામ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિઝન હેઠળ

Share your comments

Subscribe Magazine

More on News

More