Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શું તમે જાણો છો ભારતમાં સૌથી વધુ લસણ ઉત્પાદન કરનાર રાજ્યોના નામ?

લસણ સદીઓથી રસોડાનો એક ભાગ રહ્યું છે. લસણમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? એટલે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં લસણ ક્યાંથી પહોંચે છે? નથીને તો જાણો આ અહેવાલમાં

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

લસણ સદીઓથી રસોડાનો એક ભાગ રહ્યું છે. લસણમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે લસણનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? એટલે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં લસણ ક્યાંથી પહોંચે છે? ઘણા ઔષધીય ગુણો ધરાવતા લસણનું ઉપયોગ ગળા અને પેટ સંબંધિત સમસ્યાઓ માટે થાય છે. લસણની ખેતી ભારતના તમામ રાજ્યોમાં થાય છે કારણ કે મસાલાઓમાં પણ લસણનું મહત્વનું સ્થાન છે. જો અમે ભારતમાં સૌથી વધુ લસણનું ઉત્પાદન કરનાર રાજ્યની વાત કરીએ તો તે છે દેશનાલ દિલ મધ્ય પ્રદેશ. જો કે લસણના ઉત્પાદનમાં મોખરે છે. અહીંના ખેડૂતો દર વર્ષે લસણનું બમ્પર ઉત્પાદન કરે છે. દેશના કુલ લસણ ઉત્પાદનમાં એકલા મધ્યપ્રદેશનો ફાળો 62.18 ટકા છે.જ્યારે રાજસ્થાન લસણના ઉત્પાદનમાં બીજા સ્થાને આવેલ છે. જ્યાં દેશના કુલ લસણ ઉત્પાદનમાંથી 16.81 ટકા આવે છે. 
 

લસણ એ કંદનો પાક છે. તેમાં એલિસિન નામનું તત્વ જોવા મળે છે, જેના કારણે તેમાં ખાસ ગંધ અને થોડો મસાલેદાર સ્વાદ હોય છે. ઉત્પાદનની દ્રષ્ટિએ, ઉત્તર પ્રદેશ ભારતના ટોચના ત્રણ રાજ્યોમાં ત્રીજા સ્થાને છે. અહીં લસણનું 6.57 ટકા ઉત્પાદન થાય છે.લસણનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં મસાલા, ચટણી, અથાણું અને દવા તરીકે થાય છે. આ સાથે જ ઉત્પાદનની દ્રષ્ટિએ આપણો ગરવી ગુજરાત ચોથા સ્થાને આવે છે. જો કે દેશના કુલ લસણ ઉત્પાદનમાં આ રાજ્યનો હિસ્સો 3.29 ટકા છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ (2023-24)ના ડેટા અનુસાર લસણના ઉત્પાદનમાં પંજાબ પાંચમા સ્થાને છે. અહીંના ખેડૂતો દર વર્ષે 2.66 ટકા લસણનું ઉત્પાદન કરે છે. તે જ સમયે, આ પાંચ રાજ્યો મળીને 90 ટકા લસણનું ઉત્પાદન કરે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More