જાણીતા સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી Bappi Lahiri નું 69 વર્ષની વયે નિધન થયુ છે, કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લહેરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી લહેરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બપ્પી લહેરીએ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
ગયા વર્ષે એપ્રિલમાં બપ્પી લહેરીને કોરોના થયો હતો. ત્યારે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસો પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થયા પછી, બપ્પી દાને બેડ રેસ્ટ માટે કહેવામાં આવ્યું હતુ. અને તે પછી તેઓ તેમના ઘરમાં લિફ્ટની સાથે વ્હીલચેર પણ લગાવવામાં આવી હતી. જેથી તેમને વધારે તકલીફ ન પડે. આ સિવાય બપ્પી લાહેરીની પણ ઘણી બીમારીઓની સારવાર ચાલી રહી હતી.
ભારત રત્ન લતા મંગેશકરના અવસાનથી સંગીતપ્રેમીઓ હજી આધાતમાંથી બહાર આવ્યા નથી, ત્યાં વધુ એક દિગ્ગજ ગાયક બપ્પી લહેરીનું અવસાન થયું
બપ્પી લહેરીને સોનુ પહેરવુ અને ચશ્મા લગાવીને રાખવાનો ખૂબ જ શોખ હતો. તેમના ગળામા સોનાની મોટી મોટી ચેન અને હાથમાં મોટી મોટી વીંટીઓ હંમેશા જોવા મળતી હતી. શરીર પર ઢગલાબંધ સોનુ પહેરીને ફરવુ તે તેમની ઓળખ હતી. બપ્પી લહેરીને બોલિવુડના પહેલા રોક સ્ટાર સિંગર Rock Star Singer પણ કહેવાય છે.
અનેક ભાષાઓમાં ગાયા છે ગીત
બપ્પી લહેરીની ખાસ વાત એ છે કે તેમણે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ બંગાળી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. બપ્પી લહેરીની વિદાયથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સુનકાર વ્યાપી ગયો છે. ડિસ્કો ડાન્સર, નમક હલાલ, હિમ્મતવાલા અને શરાબી જેવી હિન્દી ફિલ્મોમાં ગાવા ઉપરાંત, બપ્પી દા ‘અરે પ્યાર કર લે’ અને ‘ઓહ લા લા’ જેવા ગીતો માટે પણ જાણીતા છે.
છેલ્લા દાયકામાં, બપ્પી લહેરીએ ધ ડર્ટી પિક્ચરમાંથી ઓ લા લા, ગુન્ડેમાંથી તુને મારી એન્ટ્રી, બદ્રીનાથ કી દુલ્હનિયાના તમ્મા તમ્મા અને શુભ મંગલ જ્યાદા સાવધાનમાંથી હે પ્યાર કર લે જેવા ગીતો ગાયા હતા. તેમણે છેલ્લે 2 વર્ષ પહેલા ફિલ્મ બાગી 3 માટે ગીત કમ્પોઝ કર્યું હતું. જે વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.
આ પણ વાંચો : અમેરિકન તુલસીની ખેતીની પદ્ધતિ
રાજકારણમાં પણ ઝંપલાવ્યુ હતુ
સંગીત ક્ષેત્રે જબરદસ્ત સફળતા હાંસલ કર્યા પછી, લહેરીએ રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો. જો કે તેમને રાજકારણમાં બહુ સફળતા મળી ના હતી. તેઓ 2014માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને પશ્ચિમ બંગાળના શ્રીરામપુર કે જે લોકસભા મતવિસ્તાર માંથી 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, બપ્પી લહેરી ચૂંટણીમાં હાર્યા હતા.
આ પણ વાંચો : નીરજ ચોપડાની બરછીની એક કરોડમાં હરાજી, પીએમ મોદીથી મળેલા બીજા ભેટોની પણ થઈ હરાજી
આ પણ વાંચો : ગુજરાતભરમાં બાળ મંદિર, પ્રિ-સ્કૂલો અને આંગળવાડી શરૂ કરવાનો નિર્ણય
Share your comments