કેંદ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં ગુરુવારે જણાવ્યું કે સરકાર ખેડૂતોને સક્રિય અને વ્યક્તિગત સેવાઓ પ્રાપ્ત કરાવશે. સરકાર ખેડૂતોને સહાયક બનવા માટે ડિજીટલ લેન્ડ રેકોર્ડનો ઉપયોગ કરીને નેશનલ ફાર્મર્સ ડેટાબેઝ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે.

કૃષિ મંત્રાલયે દેશમાં કૃષિ માટે ડિજીટલ ઈકોસિસ્ટમ એગ્રીસ્ટેક તૈયાર કરવા માટે કામગીરી શરૂ કરી દીધી છે,જે સમગ્ર કૃષિ ક્ષેત્રની કાર્યક્ષમતાને વધારવા તેમ જ ખેડૂતોની આવકને વધરાવા માટે વધારે સારું આયોજન કરી શકાય તે માટે સરકારને મદદરૂપ બનશે.
લોકસભામાં એક લિખિત જવાબમાં કૃષિ મંત્રી તોમરે જણાવ્યું કે આ દિશામાં પ્રથમ પગલાં તરીકે સરકારે ફેડરેટેડ ફાર્મર્સ ડેટાબેઝની રચના કરવા માટે શરૂઆત કરી દીધી છે, જે સૂચિત એગ્રીસ્ટેકના હૃદય તરીકે કામ કરશે.
એગ્રીસ્ટેકની રચનામાં કોઈ જ ખાનગી ક્ષેત્રની કંપની જોડાયેલી નથી. બીજી બાજુ અગ્રણી ટેકનોલોજી-એગ્રી-ટેક/સ્ટાર્ટઅપ કંપનીઓ ચોક્કસ વિસ્તારો (જિલ્લા-ગામડા) માટે ફેડરેટેડ ફાર્મર્સ પાસેથી નાના પ્રમાણમાં ડેટાના આધારે પ્રૂફ ઓફ કન્સેપ્ટ્સ (PoC)નું નિર્માણ કરવા કેન્દ્ર સરકાર સાથે સામૂહિક રીતે કાર્ય કરવા ઓળખ ધરાવે છે તેમ જ કાર્યને આવકારવામાં આવ્યું છે. ચોક્કસ ઉદ્યોગ સાહસિકો સાથે ચોક્કસ વ્યવસ્થા અંગે PoCs ની રચના કરવા માટે એક વર્ષ માટે MoU કર્યાં છે.
Share your comments