દેશના વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદીએ એક સપનું જોયું છે કે ગુજરાત અને દેશના દરેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી પ્રત્યે લાગણી દેખાડે અને ગુજરાતમાં તેમજ દેશમાં વધતા કેન્સરને દૂર કરવામાં મદદરૂપ થાય. ગુજરાતના પનૌતા પુત્ર નરેંદ્ર ભાઈ મોદીના આ સપના ધીમે ધીમે પૂર્ણ થઈ રહ્યો છે અને ગુજરાત અને દેશના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેને જોતા ભારત સરકારે દેશી ટારઝન તરીકે ઓળખાતા ગૌભક્ત પહેલવાન સંજય સિંહને પ્રાકૃતિક ખેતીના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે. ગાંધીનગર ખાતે આવેલ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશી ટારઝન (સંજય સિંહ) ને ભેટ્યા હતા. આ દરમિયાન સંજય સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાના પ્રણ વિશે પણ જણાવ્યું હતુ.
અન્ન નથી ખાવાનું પ્રણ
દેશી ટારઝન તરીકે જાણીતા સંજય સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કર્યા પછી પોતાના પ્રણ વિશે જણાવ્યું હતું, સંજય સિંહે જણાવ્યું કે જ્યાં સુધી સમગ્ર દેશના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને વ્યાપક રૂપે નહી અપનાવાય ત્યાર સુઘી હું અન્ન નથી ખાવાનું પ્રણ લીઘો છે. જ્યારે સમગ્ર દેશના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવા શરૂ કરી દેશે ત્ચારે જ હું પ્રાકૃતિક ખેતી કરીને ઉગાડવામાં આવેલ અનાજનું સેવન કરીશું. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે તેમને પ્રાકૃતિક ખેતીના બ્રાન્ડ એમ્બેસડર બનવા બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી.
કોણ છે સંજય સિંહ
દેશી ટારઝન તરીકે જાણીતા પહલવાન સંજય સિંહે હરિયાણાના પલવલ જિલ્લાના કુશક બડૌલી ગામના રહેવાસી છે. 25 વર્ષિય પહલવાન સંજય સિંહ પોતાના પ્રણના કારણે ફક્ત ફળ-ફળાદી, દેશી ગાયનું દૂધ અને દેશી ગાયનું ગૌમુત્રનું જ સેવન કરે છે. તેમ જ દેશી ગાયના ગોબરથી તેઓ સ્નાન કરે છે. દિવસમાં તેઓ લગભગ 8 થી 10 કિલો દૂધ ઓરગે છે. તેના સાથે જ તેઓ 10 કલાકમાં 30 હજાર પુશ અપ્સ કરીને એક કીર્તિમાન પણ સ્થાપિત કર્યો છે.
રાજ્યપાલે આપી શક્તિપુંજની ઉપમા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંજય સિંહ પહેલવાનને 'શક્તિપૂંજ'ની ઉપમા આપીને તેમનામાં ગાયના વાછરડા જેવી ચુસ્તી-સ્ફૂર્તિ છે એમ કહ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રોત્સાહન અને પ્રયત્નોથી પ્રાકૃતિક ખેતી અભિયાન દેશભરમાં વ્યાપક બની રહ્યું છે. સંજય પહેલવાન જેવા યુવાનો પ્રાકૃતિક ખેતીના મિશનમાં જોડાય તો વિશ્વ કલ્યાણ માટેનો આ પ્રયત્ન જલ્દી સફળ થશે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેડૂતો આત્મનિર્ભર અને ભારત 'વિકસિત ભારત' બનશે. જણાવી દઈએ કે સંજય સિંહ દરેક વ્યક્તિને જય ગૌમાતા બોલીને અભિવાદન કરે છે.
Share your comments