વિદેશોમાં ભારતના મસાલાઓની ખૂબ જ માંગ છે. છેલ્લા 5 વર્ષમાં ભારતમાંથી મસાલાઓ ઉત્પાદનોની નિકાસ 20 ટકા વધી છે. આ અંગે સ્પાઇસ બોર્ડ ઑફ ઇંડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2015થી 2020 સુધી ભારતમાં તૈયાર થતા મસાલાઓની માંગ વિદેશોમાં વધી છે.
વર્ષ 2017 બાદથી ગ્રાફ ઉપર
મસાલાઓ ઉત્પાદકોની નિકાસથી સૌથી પહેલો ઉછાળો વર્ષ 2017-18માં આવ્યો હતો. ત્યારે 7,97,145 ટન મસાલાઓની નિકાસ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ નિકાસ સામાન્યથી 18 ટકા વધારે હતી. વર્ષ 2019-2020માં નિકાસમાં ઘટાડો થયો, જેની પાછળ સૌથી મોટું કારણ લૉકડાઉન અને આયાત-નિકાસ પર પ્રતિબંધ રહ્યા. નિષ્ણાતોના મતે જો લૉકડાઉન જેવો માહોલ ન રહ્યો હોત તો ભારતમાંથી મસાલાઓની નિકાસ વધારે પ્રમાણમાં થઈ હોત.
આ મસાલાઓની માંગ સૌથી વધારે રહી
મળતી માહિતી પ્રમાણે વિદેશોમાં સૌથી વધારે ભારતથી એસાફેટિડા, નાની એલચી, જીરું અને લસણની નિકાસ થાય છે. આ ઉપરાંત અજમો, સરસવની પણ ખરીદદારી પણ વિદેશોમાંથી વ્યાપક રહી છે.
આ નિકાસી વસ્તુની કિંમતોમાં વધારો થયો
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેટલાક મસાલાઓની નિકાસ કિંમત વધી છે, વૅલ્યૂએડેડ પ્રોડક્ટ્સમાં કરી પત્તા, ફુદીના, મસાલાઓના તેલ વગેરેનો સમાવેશ થાય છે.
સૌથી વધારે વેચાઈ નાની એલચી
તમામ મસાલાઓ પૈકી સૌથી વધારે નિકાસ નાની એલચીની રહી છે. મૂલ્ય અને પ્રમાણ પર નઝર કરીએ તો એપ્રિલથી માર્ચ સુધી 4180 ટન નાની એલચીની નિકાસ થઈ છે.
કોરોના કાળમાં ઔષધીય મસાલાઓની માંગ
વર્ષ 2020ના આંકડાઓ પ્રમાણે ભારતીય મસાલાઓની નિકાસમાં વર્ષ 2018ની તુલનામાં ઘટાડો થયો છે, જોકે ઔષધીય મસાલાઓની માંગ વધી છે. એપ્રિલથી જુલાઈ (2020)માં 4.33 લાખ ટન ઔષધીય મસાલાઓની નિકાસ ભારતમાંથી થઈ છે,જેનું અંદાજીત મૂલ્ય રૂપિયા 7760 કરોડ છે.
આરોગ્ય ગુણો માટે ઓળખ ધરાવે છે ભારતીય મસાલાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે મસાલાઓને પ્રાકૃતિક રીતે આરોગ્યલક્ષી ગુણો, સ્વાદ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. વિદેશોમાં તેની શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. જેના ઉપયોગથી કેલેરીમાં વધારે પડતી વૃદ્ધિ થતી નથી.
Share your comments