અમરેલી જિલ્લાના અમરાપુર ગામના વતની એવા પ્રગતિશીલ ખેડૂત ધર્મેશભાઈ મૂળજીભાઈ માથુકિયાને દિલ્લી ખાતે કેંદ્રીય મંત્રી પુરૂષોત્તમ ભાઈ રૂપાળાના હસ્તે જિલ્લા લેવલના મિલિનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા 2024 ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહિંદ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત અને કૃષિ જાગરણના સંસ્થાપક અને એડિટર ઈન ચીફ એમસી ડોમિનિકની પહેલ પર આયોજિત કરવામાં આવેલ મિલિનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવોર્ડ 2024 માં મંગળવારે 3 ડીસેમ્બરના 2024 ના રોજ પોતાની આથાક મહેનત થકી બીજા ખેડૂતો માટે પ્રરેણા બનીને ઉભરી આવેલ ધર્મેશભાઈનું જિલ્લા લેવલનું મિલિનિયર ફાર્મર ઓફ ઇન્ડિયાનું એવોર્ડ આપવામાં આવ્યા હતા.
સમગ્ર ભારતમાં આ પ્રોગ્રામનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યા હતાં. 1 થી 3 ડીસેમ્બર સુધી યોજવામાં આવેલ આ આયોજનમાં સમગ્ર ભારત નથી પરંતુ કેટલાક વિદેશી ખેડૂતોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે સમગ્ર ભારતમાંથી લગભગ 1000 જેટલા ખેડૂતોનું તેમની કારકીર્દી મુજબ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. એજ ખેડૂતોમાંથી એક છે અમરેલી જિલ્લાના અમરાપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત ધર્મેશભાઈ મૂળજીભાઈ માથુકિયા. એવોર્ડ મેળવ્યા પછી ધર્મેશભાઈએ જણાવ્યું કે મને આજે કેંદ્રીય મંત્રી પુરુષોત્તમ ભાઈ રૂપાળા હસ્તે એવોર્ડ મેળવ્યા પછી ખૂબજ આનંદની અનુભુતિ થાય છે. વધુમાં જણાવી દઈએ કે MFOI 2024 દિલ્લી ખાતે આવેલ ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર પૂસામાં યોજાયું હતો, જ્યાં નીતિ આયોગના અધ્યક્ષ તેમ જ કેટલાક વૈજ્ઞાનિકોએ જોડાવ્યા હતા. તેના સાથે જ કેંદ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
ધર્મેશભાઈની સફળતાની વાર્તા
ધર્મેશ ભાઈએ એક એવો ખેડૂત છે જેમને પ્રાકૃતિક રૂપથી કાશ્મીરી મરચાની ખેતી કરીને બીજા ખેડૂતો માટે એક ઉદહારણ ઉભા કર્યો છે. ગુજરાતના અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકા હેઠળ આવેલા અમરાપુર ગામમાં જન્મેલા ધર્મેશભાઇએ દેશની ટોચની કોલેજોમાં ભણેળા લોકોને પાછળ છોડી દીધું છે. ધર્મેશભાઈએ લોકો માટે એક એવો ઉદાહરણ પૂરૂ પાડ્યો છે કે શિક્ષા મેળવીને રસાયણિક ખેતી કરવાની જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરીને પણ સફળતા મેળવી શકાય છે. માત્ર આઠમા ધોરણ સુધી ભણેળા ધર્મેશભાઇએ 38 વીઘા જમીનમાં મરચાની ખેતીના સફળ ખેડૂત બનીને દેખાડ્યો છે અને બીજાને જણાવ્યું છે કે મારી જેમ તમે પણ એક સફળ ખેડૂત બની શકો છો. પરંતુ તેના માટે તમારે મેહનત કરવી પડશે.
પ્રોસેસિંગ પણ કરે છે
સફળ ખેડૂત ધર્મેશભાઇએ માત્ર કાશમીરી મરચની ખેતી નથી કરતા પરંતુ તે મરચાને પ્રોસેસ કરીને તેનો પાવડર પણ બનાવે છે. વ્યૂહાત્મક રીતે પોતે બજારમાં તેનો વેચાણ કરે છે. જો તેમના કાશ્મીરી મરચાનો પાવડરની કિંમતની વાત કરીએ તો તે ફક્ત 450 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે બજારમાં વેચાયે છે. તેમજ તેમની મરચા એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે તે ભારતમાં શું અમેરિકા સહિત વિવિધ દેશોમાં પહોંચી ગઇ છે.
કાશ્મીરી મરચાની ખેતી થકી ઘર્મેશભાઇએ ઘરાવે છે 1.5 કરોડની આવક
નવીનતમ નાણાકીય અહેવાલ મુજબ, ધર્મેશ ભાઈ માથુકિયા રૂ. 1.5 કરોડની પ્રભાવશાળી વાર્ષિક આવક ધરાવે છે. ખેત મજૂરી સહિતના ખર્ચાઓને બાદ કરીને, તે ગર્વથી 90 લાખ રૂપિયાની ચોખ્ખી બચત કરે છે. બજારની ગતિશીલતા તેની તરફેણમાં છે, સારી ગુણવત્તાવાળા લાલ મરચાના પાવડરની વર્તમાન છૂટક બજાર કિંમત રૂ. 500 થી રૂ. 600 પ્રતિ કિલોગ્રામ છે. જથ્થાબંધ બજારમાં 250 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે, 60 હજાર કિલોગ્રામ મરચામાંથી તેની ઉપજ તેની નોંધપાત્ર કમાણી માટે નોંધપાત્ર યોગદાન આપે છે.
                                    
                                    
                                    
                                    
                                    
                        
                        
                        
                        
                        
Share your comments