Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ જાગરણ ચૌપાલમાં ધનુકા ગ્રુપ ચેરમેન રામ ગોપાલ અગ્રવાલ

રામ ગોપાલ અગ્રવાલ (આર.જી અગ્રવાલ), ભારતની અગ્રણી એગ્રોકેમિકલ કંપની ધનુકા લિ.ના ગ્રુપ ચેરમેન. કૃષિ જાગરણના ચૌપાલમાં પહોંચ્યા, આર.જી અગ્રવાલ સ્વતંત્રતાના અમૃત પર્વ નિમિત્તે આયોજિત હરઘર ત્રિરંગા અભિયાનમાં જોડાયા.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Ram Gopal Aggarwal at Krishi Jagran Chaupal
Ram Gopal Aggarwal at Krishi Jagran Chaupal

રામ ગોપાલ અગ્રવાલે કૃષિ જાગરણ ચૌપાલ ખાતે ખુલ્લા હૃદયથી તેમના ભાષણમાં કૃષિ ક્ષેત્ર માટે તેમનું વિઝન રજૂ કર્યું હતું. રામ ગોપાલ અગ્રવાલનું ભાષણ કૃષિ ક્ષેત્ર માટે મહત્વ ધરાવે છે કારણ કે દેશ શુદ્ધતાના યુગમાં આગળ વધી રહ્યો છે.

કૃષિ જાગરણમાં પહોંચ્યા બાદ રામ ગોપાલ અગ્રવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ એમ.સી ડોમિનિક અને તમામ સ્ટાફ સભ્યોએ રામ ગોપાલ અગ્રવાલનુ ઉષ્માભેર સ્વાગત કર્યું.

લાંબા સંઘર્ષ પછી, વ્યક્તિ પાસે સમૃદ્ધી પૈસા અને આરામદાયક જીવન હોય તે સ્વાભાવિક છે. તમામ વૈભવી જીવનને પાછળ છોડીને પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કરવું કોઈપણ ક્ષેત્રમાં શક્ય નથી હોતુ. કેટલાક લોકો એવા હોય છે જે ખરેખર સમાજ માટે કંઈક કરે છે અને પ્રેરણા સ્ત્રોત બને છે. ધનુકા એગ્રીટેક લિમિટેડ ગ્રુપના ચેરમેન આર.જી અગ્રવાલ તેમાંના એક છે .

ભારતીય કૃષિમાં યોગદાન પ્રત્યે રામ ગોપાલ અગ્રવાલનો ઉત્સાહ અને આ ક્ષેત્રમાં સતત કાર્ય પ્રશંસનીય છે. તેમની અસરકારક નિર્ણય લેવાની કુશળતા અને બહુવિધ કાર્યોને પ્રાધાન્ય આપવાની તેમની ક્ષમતાએ વેપાર સાહસને ભારતમાં સૌથી ઝડપથી વિકસતી કૃષિ-કેમિકલ કંપનીઓમાંની એક બનાવ્યું છે.

છેલ્લા પાંચ દાયકામાં અગ્રવાલના કૃષિ રસાયણ ઉદ્યોગમાં સમૃદ્ધ અને મૂલ્યવાન અનુભવે કંપનીના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. રામ ગોપાલ અગ્રવાલે કૃષિ દ્વારા ભારતમાં પરિવર્તનની આકાંક્ષા હાંસલ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

આ પણ વાંચો:બીજાના જીવનમાં પ્રકાશ ભરીને તમારું પોતાનું જીવન રોશન કરો: IAS રવિકાંત

Share your comments

Subscribe Magazine

More on News

More