દિલ્લીની સત્તા સંભાળી રહેલી અરવિંદ કેજરીવાલની સરકારે સોમવારે રાજ્યનું 2023-24 નું બજેટ રજુ કર્યો હતો. જેને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે આવું કહેવું ખોટુ નહીં હોય. કેમ કે લોકસભા અને દિલ્લી વિધાનસભાની ચૂંટણીથી પહેલા તે કેજરીવાલ સરકારનો છેલ્લો બજેટ છે. ત્યાર પછી દિલ્લીમાં ફેબ્રુઆરી 2025 માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ તેથી પહેલા તે બજેટ થકી શું લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને દિલ્લી અને બીજા રાજ્યની જનતા સ્વીકારશે. તે તો જ્યારે સમય આવશે ત્યારે ખબર પડી જશે. બહરહાલ અમે કેજરીવાલ સરકારના બજેટની એક મહત્વપૂર્ણ જાહેરાત વિશે વાત કરી લઈએ.
આ પણ વાંચો: આ છે મહિલાઓ માટે ટોચના 4 વેપાર, થશે ઓછા ખર્ચે મોટી આવક
મહિલાઓને મળી મોટી ભેટ
દિલ્લી સરકારના 10મું બજેટ રજુ કરતા નાણાં મંત્રી આતિષે મહિલાઓને મોટી ભેટ આપી છે. નાણાં મંત્રી બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે કેજરીવાલ સરકાર 18 વર્ષથી વધુ ઉમરની દરેક મહિલાને દર મહીને 1000 રૂપિયાનું માનદ વેતન આપશે. અનુમાન મુજબ આ વખતે દિલ્લીનું બજેટ 80 હજાર કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. છે.
મહિલાને હોવું જોઈએ દિલ્લીનો નાગરિક
દિલ્હીના નાણાં મંત્રી આતિષિએ આજે વિધાનસભામાં દિલ્હી બજેટ 2024-25 દરમિયાન દિલ્હીની મહિલાઓ માટે 'મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના' રજૂ કરી છે. સરકારની આ યોજના હેઠળ દિલ્હીમાં 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે મહિલાએ દિલ્હીની નાગરિક હોવી જરૂરી છે. આ ઉપરાંત આ વખતના દિલ્હી બજેટમાં દિલ્હી સરકારે મહિલા કલ્યાણ માટે લગભગ 2000 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી સન્માન યોજના પણ શરૂ કરી છે.
ચૂંટણી પંચ મુજબ દિલ્લીમાં 1 કરોડથી વધુ મહિલા
ચૂંટણી પંચના ડાટા મુજબ એમ તો દિલ્લીમાં મહિલા મતદાતાઓની સંખ્યા 70 લાખના આજુ-બાજુ છે.પરંતુ દિલ્લીમાં એવી કેટલીક મહિલાઓ છે જેમના પાસે ચૂંટણી કાર્ડ નથી. જેથી દિલ્લીમાં મહિલાઓની વસ્તી 1 કરોડથી વધુ થાય છે. જણાવી દઈએ દિલ્લી સરકાર આ યોજનાનું લાભ સરકાર પાસેથી પેન્શન લેતી મહિલાઓ, સરકારી નોકરી કરતી મહિલાઓ, આવકવેરો ભરતી મહિલાઓને નહીં મળે.
Share your comments