૬૮માં અધિવેશમાં વર્ષ ૨૦૧૫ ને “ ઈન્ટરનેશનલ યર ઓફ સોઈલ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જેના મુખ્ય હેતુઓમાં વિશ્વના લોકોમાં જમીનની અગત્યતા પ્રત્યે જાગૃતિ લાવવાનો, ખાધની સુરક્ષા મેળવવા જળવાયું પરીવર્તન અટકાવવાનો અને ગરીબી હટાવી સંતુલિત વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો. ૭૫ વર્ષ પહેલા અમેરિકાના વૈજ્ઞાનિક ફેન્કવીન રૂઝવેલ્ટએ એક વાક્ય કહ્યું હતું કે જે રાષ્ટ્ર તેની જમીન તંદુરસ્તી જાળવી ના શકે તે દેશ પોતાને વિનાશ તરફ લઈ જાય છે. આ વાકય આજના સંદર્ભમાં ખુબ જ અગત્યનું છે અને સાચું પડી રહ્યું છે એવું જણાય છે.
વધતી જતી વસ્તી અને વધતા જતા શહેરીકરણને કારણે ખેતી લાયક જમીન ઓછી થતી જાય છે. અને એક અંદાજ મુજબ વર્ષ ૨૦૫૦ માં વિશ્વની વસ્તી વધીને ૯૦૦ કરોડ થવાની છે જેને પહોંચી વળવા માટેનો મુખ્ય સ્ત્રોત તંદુરસ્ત / ફળદ્રુપ જમીન કે જે એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન આપી શકે તે જ છે. તંદુરસ્ત જમીનમાં સંતુલિત માત્રામાં કાર્બનિક પદાર્થ અને અન્ય પોષક તત્વો હોવાથી પોષક તત્વોની ઉપલબ્ધતા વધે છે, તેની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. પરિણામે વહી જતા પાણીને રોકી શકાય છે, પાણીનું બાષ્પીભવન પણ ઓછું થાય છે. એક ગણતરી મુજબ જમીનના ઉપરના ૬ ઈંચ પડમાં જો ૧ ટકા કાર્બનિક પદાર્થ (Orhanic Matter)હોય તો જમીન આશરે એક હેકટરે આશરે ૨.૫૨૦૦૦ લીટર ભેજ (પાણી) સંગ્રહ કરવાની શકિત ધરાવી શકે છે. અને પાક પાણીની અછત સામે પણ ટક્કર ઝીલી શકે છે. જમીનમાં કાર્બનિક પદાર્થ સંતુલિત માત્રામાં હોવાથી ખેડ ઓછી કરવી પડે છે. જેથી જમીન પરના છોડ અને અન્ય અવશેષો દ્વારા જમીનને આવરણ પણ મળતું હોય છે.
તંદુરસ્ત જમીન મેળવવા જમીનમાં કાર્બનિક પદાર્થ વધારવા માટે ત્રણ થી દશ વર્ષ લાગે તો હાલની ખામી ભરેલ અણસમજણ પૂર્વકની રસાયણિક ખેતી બંધ કરી નીચે મુજબના પાંચ સુત્રી મુદ્રાને અનુસરે તો ૫ મી ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી સાર્થક થયેલ ગણાશે માટે ખેડૂત મિત્રો, સરકારશ્રીએ હાથ ધરેલ આ અભિયાનને સૌના સહિયારા પ્રયાસો દ્વારા સરીતાર્થ કરી બતાવીએ એવી સંકલ્પના કરીએ.
(૧) જમીનને આવરણ આપો :
જમીન એક જીવંત છે. તેમાં ઘણા બધા સુક્ષ્મ જીવાણુંઓ સતત જૈવ રસાયણિક પ્રક્રિયાઓ કરી જમીનને જીવંત રાખતા હોય છે. જો જમીનનું તાપમાન ૧૪૦ ડીગ્રી ફેરેનહાઈટ (૬૦૦ સેન્ટીગ્રેટ) થી વધે તો જમીનમાં રહેવા લાભાકારી જીવાણુંઓનો નાશ થતો હોય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને દેશના અન્ય ભાગોમાં પણ કપાસ વીણ્યા પછી કપાસની સાંઠી બાળવાની પ્રથા છે. જે જમીનમાં રહેલા લાભકારી સુક્ષ્મ જીવાણુંઓ અને અળસિયા માટે ખુબ જ હાનીકારક છે. જમીનને ગરમ થતી અટકાવવા તેને આવરણ આપવું ખુબ જ જરૂરી છે. આ આવરણ જીવંત પાકોનું હોય તો ખુબ જ સારું. પહેલાના સમયમાં ખેડૂતો હાથથી નિંદામણ કરી ઉપરના ભાગે ખુબ જ હળવી ખેડ કરતા. આ હળવી ખેડ આવરણનું કામ કરતી હતી. તેથી પિયતની જરૂર પણ ઓછી રહેતી અને જમીનનું તાપમાન પણ જાળવી શકાતું હતું. આજના સંદર્ભમાં ખેડૂતો નિંદામણ નાશક દવાઓ પર જ સંપૂર્ણ નિર્ભર થઈ ગયા છે. બિન સમજપૂર્વકના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનમાં અળસિયા દેખાતા બંધ થઈ ગયા છે. પાકોના અવશેષોથી જમીનને આવરણ આપવાથી તેમાંથી ઉત્પન્ન થતા કાર્બનિક પદાર્થથી જમીનની ફળદ્રુપતામાં સારો એવો વધારો થાય છે. જે આપણી બગડતી જમીનનો એક મોજુદ પુરાવો છે. જમીન પર આવરણ, ઘાસચારાનો પાક ઉગાડવાથી, આંતરપાક લેવાથી કે પાકને લીધા પછી તેના અવશેષનો ઉપયોગ કરવાથી પણ જમીનની જાળવણી થઈ શકે છે.
(૨) વધુ પડતી ખેડ ન કરવી :
ભાગવત ગીતામાં કહ્યું છે “અતિની ગતિ બુરી” કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાન કારક હોય છે. વધુ પડતી ઊંડી ખેડ, આંતરખેડ જમીનમાં રહેલ ઉપયોગી સુક્ષ્મ જીવાણું માટે નુકશાન કારક છે. માટે જમીનની તંદુરસ્તી જાળવવા જરૂર જેટલી જ ખેડ કરવી જોઈએ. ઘણા ખેડૂતો પોતાની જમીનમાંથી માટી ખોદાવતા હોય છે. જમીનમાં માત્ર ઉપરનો ૬ થી ૧૫ ઈંચ જમીન જ ખેતી લાયક જમીન હોય છે. નીચેના ભાગની જમીનમાં પોષકતત્વો હોતા નથી. આથી ખેડેલ માટીમાં પોષક તત્વો નહિ હોવાથી ઉત્પાદન પુરતું મળતું નથી અને આવી માટીમાં કાર્બનિક પદાર્થ ઉમેરતા ત્રણ થી દશ વર્ષ લાગે છે.
(૩) પાક વૈધિતા વધારવી :
જે રીતે માનવ જાતની અલગ અલગ ખોરાકની પસંદગી હોય છે તે જ રીતે જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓની પસંદ પણ અલગ અલગ હોય છે. અમુક સુક્ષ્મ જીવાણુંઓને ખાસ પ્રકારના પાકો / છોડ પસંદ આવતા હોય છે. અને તેની ગતિ વિધિ ઝડપી બનતી હોય છે. એટલે મોટા વિસ્તારમાં એક જ પાક નહિ લેતા અલગ અલગ પ્રકારના પાકો લેવા જોઈએ. જેથી જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. સાથોસાથ જે પાકો વધુ પોષક તત્વોની જરૂરીયાત ધરાવતા હોય તો તે પાક લીધા પછી ત્યાર પછી નો પાક ઓછા પોષક તત્વોની જરૂરીયાત વાળો હોવો જોઈએ. આમ પાકની યોગ્ય ફેરબદલી કરવી ખુબ જ જરૂરી છે. જમીનમાં પાકની જેટલી વિવિધતા વધારવામાં આવશે તેટલી જમીનમાં રહેલા સુક્ષ્મ જીવોની સંખ્યા વધશે અને જમીનની તંદુરસ્તી સુધરશે. સાથોસાથ જમીનને થોડાક સમયે અથવા એકાદ સીઝન માટે માટે જો વાસલ / પડતર રાખીએ તો પણ સ્વેચ્છાએ ઉગતી વનસ્પતિ જમીનના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થશે.
(૪) જમીનમાં જીવંત મૂળ તંતુઓની ઉપલબ્ધતા :
જમીનની તંદુરસ્તી સાચવવાનો આ એક અતિ મહત્વનો મુદો છે. જમીનમાં આખું વર્ષ એવા પાકો લેવા જોઈએ જેના મૂળતંતુઓ વધુ પ્રમાણમાં હોય છે. આ પાકો શેઢાપાળા ઉપર લઈ શકો અથવા અંતર પાક કે મિશ્ર પાક તરીકે લઈ શકો. આમ કરવાથી જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓનો ખોરાક નિયમિત પણે તેઓને મળી રહે છે. અને જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. સૂરણ જેવા પાકો જમીનની ફળદ્રુપતા વધારવા ખુબ જ ઉપયોગી નીવડે છે. એટલે મુખ્ય પાકોની સાથે સાથે એવા પાક લેવા જોઈએ કે જેના મૂળ તંતુઓ પાકની કાપણી પછી જમીનમાં રહી જતા હોય છે અને ઝડપથી તેનો સુક્ષ્મ જીવાણુંઓ દ્વારા વિઘટન થઈ જતું હોય છે જે જમીનના સ્વાસ્થ્યમાં વધારો કરશે.
(૫) પશુઓને ચરવા માટેની વ્યવસ્થા ગોઠવવી :
જમીનમાં ઉપર જ્યારે પશુ, પક્ષી ચરતા / ચણતા હોય ત્યારે તેના છાણ, મૂત્ર વગેરે જમીન પર જ પડે છે અને ખેતરના કચરા સાથે મળી કાર્બનિક પદાર્થ બનાવે છે જે જમીનમાં રહેલા જીવાણુંઓનો ખોરાક હોવાથી તેની વસ્તીમાં વધારો કરશે અને પોષક તત્વોની ઉપલબ્ધતા વધશે. આમ અમુક સમય માટે જમીનને પડતર / વાસલ / ગૌચર ઉપયોગ તરીકે રાખવી ખુબ જ જરૂરી છે.
આમ ઉપર જણાવેલ મુદાઓમાં એક પણ મુદાઓ એવા નથી કે જેનાથી આપણે કોઈ વધારાનો ખર્ચ કરવો પડે, જરૂર છે થોડા સુધારા કરવાની અને એક જાગૃત માનવી તરીકે આપણી જમીન તંદુરસ્ત હશે તો આપણું કુટુંબ સ્વસ્થ રહેશે. સ્વસ્થ રહેશે તો ગામ સ્વસ્થ રહેશે અને ગામ સ્વસ્થ હશે તો શહેર પરિણામે રાજ્ય અને છેવટે ભારત દેશ સ્વસ્થ રહેશે.
ખેડૂત મિત્રો, જમીનની તંદુરસ્તીની જાળવણીના ઉપરોક્ત પાંચ સુત્રીય કાર્યક્રમને આજથી વધુ વેગથી અપનાવવાનો સૌ સંકલ્પ કરીએ જેથી આગામી ૫ મી ડિસેમ્બરના રોજ “વિશ્વ જમીન દિવસની ઉજવણીના” દિવસે પાંચ સુત્રીય કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિની સૌ સાથે મળી ચર્ચા વિચારણા કરી ખેડૂત મિત્રોમાં પ્રબળ રીતે જાગૃતિ લાવી શકીએ.
સોઇલ હેલ્થ કાર્ડ :
જમીન અને પાણીએ કુદરતે બક્ષેલ અમુલ્ય સંપદા છે કે જે કૃત્રિમ રીતે પેદા કરી શકાતી નથી. હવે તેનો જો કાર્યક્ષમ ઉપયોગ કરવો હોય તો તેના ગુણધર્મો જાણવા ઘણા જ અગત્યના છે અને જમીનનું પૃથ્થકરણ કરાવવું ખુબ જ જરૂરી છે. જેથી આર્થિક ફાયદો અને ઉત્પાદન વધારે મળે છે. સાથે-સાથે જમીનની ફળદ્રુપતા પણ જાળવી શકાય છે. આનાં કારણે પર્યાવરણ ઉપરનો ખતરો પણ ટાળી શકાય. અહીંથી જે તાલીમ અને માર્ગદર્શન દ્વારા આપવામાં તેનો તમોએ ફરજ તેમજ સેવા ભાવનાથી ખેડૂતોને સાચી માહિતી મળી રહે અને તેનો અમલ ખેડૂતો જે ન કરતાં હોય તો રસ રાખીને ખેડૂતો પાસે કરાવો. હાલ વધુ પડતા ખાતરોથી જમીન અને પર્યાવરણને નુકસાન થાય તે ઓછુ કરવું તેમજ ખેતી ખર્ચ ઘટાડો કરી શકાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય.
આ માટે જુદા જુદા જીલ્લામાંજમીન ચકાસણી પ્રયોગશાળા ચાલુ થઇ છે. જૂનાગઢકૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ, માર્કેટિંગ યાર્ડ, એનજીઓ , સરકારદ્વારા ચાલતી પ્રયોગ શાળા વગેરે દ્રારા પણ જમીનનું પૃથ્થકરણ કરી સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. જેથીકયા પાકોનું વાવેતર કરવાનું છે તેમાં કેટલા તત્વોની જરૂરીયાત છે તે મુજબ સમયસર આયોજન કરી શકાય તે માટે સોઇલહેલ્થ કાર્ડનો આધાર લેવો જોઈએ જેથી વધારે પડતા ખાતરો જે નાખતા તે ઓછા કરી જમીનની ઉત્પાદકતા જાળવી શકાય છે.
સોઇલ હેલ્થ કાર્ડ એ ખેડૂતની જમીનની કુંડળી છે તેમાંથી જમીન માલિક, જમીનનો પ્રકાર, જમીનનાં તત્વોની લભ્યતા, જમીનની ફળદ્રુપતા અને જમીનમાં ખારાશ વિશેની માહિતી મળે છે. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતના હાથમાં આવવાથી કામ પૂરૂ થતું નથી પણ ત્યારબાદ જ ખરેખર કામ ચાલુ થાય છે. જમીનની તાસીરનો ખ્યાલ સોઇલ હેલ્થ કાર્ડ ઉપરથી આવે છે. ત્યારબાદ જમીનની જાળવણી, જે તે જમીનમાં પાકની જરૂરીયાત પ્રમાણે પોષકતત્વો, ખાતરોની પસંદગી, પાકની પસંદગી અને જમીન સુધારણા જેવી મહત્વની બાબતોનો ખ્યાલ છે. આમ, સોઇલ હેલ્થ કાર્ડમાં આવેલ સમગ્ર પાસાઓને ધ્યાને રાખી સંશોધિત કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી સંપતિણી જાળવણી સાથે ટકાઉ મહત્તમ કૃષિ ઉત્પાદન મેળવી શકાય.
સોઇલ હેલ્થ કાર્ડની ઉપયોગીતા :
જમીનમાં લભ્ય પોષકતત્વોના પ્રમાણ ઉપરથી પાકને જરૂરી પોષકતત્વો પુરા પાડવાની જમીનની ક્ષમતાનો ખ્યાલ આવે છે, તેની મર્યાદામાં જમીનમાં કેટલા પોષકતત્વો ખાતર રૂપે આપવા તેનો ખ્યાલ આવે છે. ક્યાં પાકમાં કેટલું ખાતર ક્યારે અને કેવી રીતે આપવું તેની સચોટ ગણતરી થઈ શકે છે. તદઉપરાંત સોઇલ હેલ્થ કાર્ડનાં આધારે જમીનમાં કયો પાક કઈ પાક તરેહ વધુ ફાયદાકારક છે તે નક્કી કરી શકાય છે. વધારામાં સોઇલ હેલ્થ કાર્ડના અવલોકનની જમીનની ઉત્પાદકતાનો પણ ખ્યાલ આવતો હોવાથી આવી જમીનોના પાક ઉત્પાદનનાં અંદાજ પણ મેળવી શકાય છે.
વળી વખતો વખત આ જમીન ચકાસણી પ્રક્રિયા થતી હોય જમીનની ફળદ્રુપતમાં કાલાંતરે થતાં ફેરફારો પણ નજરમાં આવતા તેની જાળવણીની કાર્યપ્રણાલી પણ ઘડી શકાય છે. ખાતરોના બિનજરૂરી વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષકતત્વો ઉમેરવાની સલાહ આપીને સોઇલ હેલ્થ કાર્ડ દ્રારા જમીનની ઉત્પાદકતાને લાંબો સમય જાળવી શકાય છે. ખુબજ મહત્વની બાબત એ જમીનની ખારાશ છે. સોઇલ હેલ્થ કાર્ડ ઉપરથી જમીનની ખરાશનો અંદાજ આપવાથી તે પ્રમાણે ખારાશ પ્રતિરોધક પાકો, પાકની જાતો તથા જમીન સુધારકોની ઉપયોગની વિગતો પણ ખેતર દીઠ આપી શકાય છે.
સોઇલ હેલ્થ કાર્ડ ઉપરથી અપાતી વિગતો જે તે ખેડૂતને વ્યક્તિગત રીતે જ ઉપયોગી હોવાથી તે સચોટ અને કાર્યક્ષમ પુરવાર થાય છે. સોઇલ હેલ્થ કાર્ડને વધુ અસરકારક બનાવવા તેને જાળવી રાખો, ફરી જમીનનો નમૂનો લેવાનો થાય તો તેની નિયત પધ્ધતિ પ્રમાણે કાળજી પૂર્વક લેવડાવવો તથા પાક આયોજન પહેલા આ કાર્ડની વિગતના આધારે પાકનું આયોજન કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. વધુમાં ખાતરોણી પસંદગી જે તે ખેતરલક્ષી ભલામણ ખાતર આપવાની રીતે અને સમય સીઝન પૂર્વે સમજી લઈને તેને અનુસરવાથી આ કાર્ડ પાછળનો હેતુબર આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે સોઇલ હેલ્થ કાર્ડને કારણે ખેડૂત, વિસ્તરણકાર અને વૈજ્ઞાનિક વચ્ચે એક સેતુ બન્યો છે જેમાં માહિતીની આપલે બન્ને બાજુ થઈ શકે છે.
Share your comments