દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં તીવ્ર ચક્રવાત (વાવાઝોડું) સક્રિય થયું છે. ‘ગતિ’ નામનું આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી શકે છે. અલબત આ વાવાઝોડાની ગુજરાત પર અસર થાય. તેવી નહિંવત શક્યતા છે.
આગામી 24 કલાકમાં દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા શરૂ થાય અને તેની ઝડપ પ્રતિકલાક 70 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.
ગુજરાત પર વાવાઝોડાની અસર નહી થાય
હવામાન વિભાગના મતે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહેલું ‘ગતિ’ વાવાઝોડું સીવિયર સાયક્લૉનિક સર્ક્યુલેશનમાં રૂપાંતરીતિ થઈ શકે છે. આ વાવાઝોડું સોમાલિયાના રસ હાફૂનમાં લૅંડફૉલ કરી શકે છે. તે સોમાલિયાના પૂર્વ-દક્ષિણ-પૂર્વ રાસ બિન્નાહથી 180 કિમી અંતરે છે. તે સોમાલિયામાંથી પસાર થાય, તેવી શક્યતા છે કે જેથી અરબી સમુદ્રમાં 90થી 100 કિમી પ્રતિકલાક ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અલબત્ત દક્ષિણ ગુજરાતમાં 22થી 26 નવેમ્બર દરમિયાન કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પણ સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં ઓખા, જાફરાબાદ, વેરાવળ બંદરો પર નંબર-2 સિંગ્નલ લગાવવામાં આવ્યું છે
Share your comments