Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બટાકાના બમ્પર ઉત્પાદન માટે આ રીતે ખેતી કરો, ઉન્નત બિયારણનો ઉપયોગ કરો

બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. તેની ખેતી દેશના એક કે બે રાજ્યને બાદ કરતા લગભગ તમામ રાજ્યોમાં થાય છે. મુખ્યત્વે બટાકા એક રવિ સિઝનનો પાક છે. પણ કેટલાક રાજ્યોમાં તેને રવિ અને ખરીફ બન્નેમાં ઉગાડવામાં આવે છે.

KJ Staff
KJ Staff

બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. તેની ખેતી દેશના એક કે બે રાજ્યને બાદ કરતા લગભગ તમામ રાજ્યોમાં થાય છે. મુખ્યત્વે બટાકા એક રવિ સિઝનનો પાક છે. પણ કેટલાક રાજ્યોમાં તેને રવિ અને ખરીફ બન્નેમાં ઉગાડવામાં આવે છે. બટાકામાં કાર્બોહાઈડ્રેડ, મેગ્નીશિયમ, વિટામીન-સી, વિટામીન-બી6 કેલ્શિયમ, પોટેશિયમ સહિત અનેક મિનરલ્સ જોવા મળે છે. તે ઉપરાંત તેમાં હાર્મોન, એમિનો એસિડ અને ફેટી એસિડ જેવા અનેક તત્વો જોવા મળે છે. ખેડૂતો માટે તેની ખેતી કરવી તે ઘણી લાભદાયક છે. તે ચાલો જાણીએ બટાકાની ખેતી કરવાની સૌથી સરળ પદ્ધતિ કઈ છે.

ખેતરની તૈયારી

બટાકાના પાક માટે ખેતર તૈયાર કરતા પહેલા માટીને લગતી યોગ્ય પ્રક્રિયા (ઉપચાર) કરવી તે ખૂબ જ જરૂરી છે. માટી ઉપચારથી માટી કીટ, રોગાણુ તથા જમીન જનિત બિમારીઓથી અટકાવવામાં મદદ મળે છે. આ માટે 40થી 50 કિલો છાણિયા ખાતરને 2 કિલો મેટ્રાજીયમ એનાઈસોફિલિ મળે તથા તેને પ્રતિ એકર જમીનમાં મિશ્રિત કરો. ત્યારબાદ ખેતરનું ખેડાણ કરો.

વાવેતર માટે યોગ્ય

અમે અગાઉ જણાવ્યું તે પ્રમાણે કેટલાક રાજ્યોને બાદ કરતા બટાકા મુખ્યતઃ રવિ પાક હોય છે. આ માટે વાવેતર ઓક્ટોબરથી મધ્ય જાન્યુઆરી સુધી કરવામાં આવે છે, જે સારા ઉત્પાદન માટે ઉત્તમ સમય હોય છે.

બીજનું પ્રમાણ

બટાકાના બીજ પ્રતિ હેક્ટર 25થી 30 ક્વિન્ટર સુધી લગાવવામાં આવે છે ત્યારે પ્રતિ એકર 10થી 12 ક્વિન્ટલ આવશ્યક પડે છે.

વાવેતરની યોગ્ય વિધિ

બટાકાના વાવેતર માટે હરોળથી હરોળનું અંતર 50 સેન્ટીમીટર અને છોડથી છોડનું અંતર 20થી 25 સેન્ટીમીટર હોવું જોઈએ. બીજનું કદ 25 મિમીથી 45 મિમી સુધી હોવુ જોઈએ. બીજને કાપીને વાવવું જોઈએ નહીં. જોકે બીજ 45 થી 50 મિમી હોય છે તો તેને કાપવા પડે છે. વાવેતરના સમયે ખેતરની માટી એકદમ ભૂરભુરી હોવી જોઈએ.

ખાતર અને પોષક તત્વ

બટાકાના બીજનો પ્રારંભિક વૃદ્ધિ માટે ડીએપી 75 કિલો પ્રતિ એકર લેવા જોઈએ. જો એસએસપી ન આપી રહ્યા હોય તો ખેડૂતોને ડીએપીનું પ્રમાણ વધી 150 કિલો કરી દેવા જોઈએ.

સિંચાઈની યોગ્ય પદ્ધતિ

બટાકાના પાકમાં સિંચાઈ વખતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. હકીકતમાં બટાકામાં પાણીની વિશેષ આવશ્યકતા હોય છે, પણ વધારે ભરાય નહીં તેની કાળજી રાખવી. પહેલી સિંચાઈ બટાકા ઉગાડ્યા બાદ કરવી જોઈએ. બીજી સિંચાઈ તેના 15 દિવસ બાદ કરવી. તે બટાકાને બનવામાં અને ફૂલ આવવાની અવસ્થા હોય છે. ત્યારબાદ 10થી 12 દિવસના અંતરે સિંચાઈ કરવી જોઈએ. બટાકાના સારા ઉત્પાદન માટે 6 થી 7 સિંચાઈની આવશ્યકતા છે.

ખેડાણ કરવું

અન્ય પાકોની માફક બટાકાના પાકનું પણ સમયસર ખેડાણ કરવું જોઈએ. તેમા કોઈ પણ પ્રકારના નિંદણ હોવા જોઈએ નહીં, જેથી તમારી ઉપજને અસર ન થાય.

બટાકાને ખોદીને કાઢવા

પાક જ્યારે સંપૂર્ણપણે પાકીને તૈયાર થઈ જાય છે અને મૂળની છાલ મજબૂત થઈ જાય છે તો તે ખોદીને કાઢવા જોઈએ. બટાકાની સારી જાતોનું આ તબક્કે પ્રતિ એકર બટાકાની ઉપજ 300થી 350 ક્વિન્ટર હોય છે.

Share your comments

Subscribe Magazine

More on News

More