પાણીની અછતના કારણે દેશમાં મોટી સમસ્યા થઈ શકે છે. એવું કેન્દ્રીય જળ આયોગ દ્વારા જણાવાવમાં આવ્યું છે. કેન્દ્રીય જળ આયોગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે. આપણે દેશમાં એક સર્વે કરાવ્યું હતુ. જેની રિપોર્ટ અમે જાહેર કરવા માંગીએ છીએ. તેમને કહ્યું કે આ રિપોર્ટ થકી એક ચોંકાવનારી બાબત સામે આવી છે. રિપોર્ટ મુજબ દેશમાં જળ સંકટ વધુ ઘેરી બની શકે છે. જેની સીધી અસર ખેતી પર પડશે. આયોગના અધિકારિઓએ રિપોર્ટ રજુ કરતા પોતાના નિવેદનમાં જણાવ્યું કે દેશમાં વઘુ 13 નદીઓમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. જેના કારણે ખેતી લાયક જમીન ઉજ્જડ બની ગઈ છે
કયા નદીઓના પાણી સંપૂર્ણપણે સુકાયો
કેંદ્રીય જળ આયોગની રિપોર્ટ મુજબ હાલમાં મહાનદી અને પેન્નાર વચ્ચે પૂર્વ તરફ વહેતી 13 નદીઓમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. તેમાં રૂશીફલ્ચ, બહુદા, વશઘારા, નાગવલી, શારદા, વરાહ, તાંડવ, એલુર, ગુંડાલકમ્મા, તામિલેરુ, મુસી, પાલેરૂ અને મુનેરુનો નદીઓના સમાવેશ થાય છે.
નિષ્ણાતોએ ઊંડી ચિંતા વ્યક્ત કરી
નદીઓમાં સુકાઈ રહેલા પાણીને લઈને નિષ્ણાતોએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશા રાજ્યોમાં 86,643 ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી વહેતી નદીઓ સીધી બંગાળની ખાડીમાં પડે છે. આ બેસિનમાં ખેતીની જમીન કુલ વિસ્તારના 60 ટકા જેટલી છે. સંયુક્ત તટપ્રદેશના મહત્વના શહેરોમાં વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ, પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, શ્રીકાકુલમ અને કાકીનાડાનો સમાવેશ થાય છે. નિષ્ણાંતોના મતે ઉનાળાની ચરમસીમા પહેલા જ નદીઓ સુકાઈ જવાની આ સ્થિતિ ચિંતાજનક છે. જાણકારોના મતે જો આવી જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં જળસંકટ વધુ ઘેરી બની શકે છે. જેના કારણે ખેતીને અસર થશે.
ગુજરાતની નદીઓના હાલ
જો આપણે ઉત્તરમાં ગંગા તટ પ્રદેશની વાત કરીએ તેને લગતા 11 રાજ્યોના લગભગ 2 લાખ 86 હજાર ગામોમાં પાણી ઉપલબ્ધતા ધીમે ધીમે ઘટી રહી છે. અહીં ખેતીની જમીન કુલ બેસિન વિસ્તારના 66.57 ટકા છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી નદીઓના તટપ્રદેશમાં તેમની ક્ષમતાના અનુક્રમે 46,2 ટકા, 56 ટકા. 39.9 ટકા સંગ્રહ નોંધાયો છે. જો કે સુકાઈ જવાના આરે છે. નિષ્ણાતોના મતે આ ચિંતાનો વિષય છે. જણાવી દઈએ કે દેશના 150 મોટા જળાશયોની જળ સંગ્રહ ક્ષમતામાં 36 ટકાનો ઘટાડો થયો છે. છ જળાશયોમાં પાણીનો સંગ્રહ નથી. તે જ સમયે, 86 જળાશયોમાં પાણીનો સંગ્ર હ 40 ટકા કે તેથી ઓછો છે. આમાંના મોટાભાગના દક્ષિણના રાજ્યો તેમ જ મહારાષ્ટ્ર અને ગુજરાતના સમાવેશ થાય છે.
દુષ્કાળની સ્થિતિ
માહિતી અનુસાર, ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ અને કાવેરી બેસિનના ઘણા વિસ્તારો વિવિધ સ્તરના દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. દેશમાં ઓછામાં ઓછો 35.2 ટકા વિસ્તાર હાલમાં અસામાન્યથી લઈને અસાધારણ દુષ્કાળ હેઠળ છે. તેમાંથી 7.8 ટકા વિસ્તાર અત્યંત દુષ્કાળની સ્થિતિમાં છે. જ્યારે 3.8 ટકા વિસ્તાર અસાધારણ દુષ્કાળ હેઠળ છે. એક વર્ષ પહેલા આ સ્થિતિ અનુક્રમે 6.5 ટકા અને 3.4 ટકા હતી. એટલે કે, એક વર્ષ દરમિયાન અત્યંત દુષ્કાળ અને અપવાદરૂપે શુષ્ક વિસ્તારનો વિસ્તાર થયો છે.
Share your comments