દેશના યુવાનો ખેતી અને પશુપાલન તરફ આગળ વધી રહ્યા છે.ગુજરાતના પાટણ તાલુકાના બોતરવાડા ગામના હરેશ પટેલ કે જેઓ મિકેનિકલ એન્જીનિયર છે. પણ હવે પશુપાલન મારફતે પ્રત્યેક મહિને રૂપિયા 70 હજારની કમાણી કરે છે. પશુપાલન અગાઉ હરેશ ફેબ્રિકેશનનું કામકાજ ધરાવતા હતા. તો ચાલો જાણીએ કે હરેશ પટેલની સફળતાની પાછળ રહસ્ય શું છે.
ઘીની સાથે ધૂપ અગરતીનું નિર્માણ
હરેશ તેના મોટાભાઈની સલાહ બાદ ગાયોનું પાલન શરૂ કર્યું. આજે તેમની પાસે 44 ગીર ગાય છે. જેના મારફતે તેઓ દૂધ ઉત્પાદનની સાથે છાણમાંથી ધૂપ અગરબતિ તથા મૂત્રમાંથી અર્ક તૈયાર કરે છે. ધૂપ અગરબતી ઈકોફ્રેન્ડલી હોય છે, જે અનેક ફ્લેવરમાં મળે છે. આ ઉપરાંત તેઓ પોતાના ખેતર માટે છાણીયુ ખાતર તૈયાર કરે છે, જેના મારફતે રસાયણિક ખાતરનો ખર્ચ બચી જાય છે. હરેશ ધી ઉત્પાદન કરી તે બજારમાં 17 સૌ રૂપિયે કિલો ભાવથી વેચાણ કરે છે. આ રીતે હરીશ તેની વાર્ષિક આવક 8 લાખ સુધી કમાઈ લે છે.
મુંબઈમાં પણ માંગ
તેમના ઘીની માંગ સુરત, વડોદરા ઉપરાંત મુંબઈ જેવા મહાનગરમાં પણ હોય છે. જ્યારે હરેશ વર્ષભરમાં 12 હજાર લીટર દૂધનું ઉત્પાદન કરે છે, જે તે પ્રતિ લીટર રૂપિયા 70 કિંમતથી વેચાણ કરે છે. તે કહે છે કે તેના ઘીની માંગ સતત વધી રહી છે, જેથી તે ગાયોની સંખ્યા પણ વધારશે. તેમનો લક્ષ્યાંક આશરે 100 ગાય પાલનનો છે, જેથી પોતાના ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરી શકાય. હરેશને ગુજરાત સરકાર દ્વારા સર્વશ્રેઠ પશુપાલક તરીકેના એવોર્ડથી સન્માન મળી ચુક્યુ છે.
ખેતી પણ કરે છે
આ ઉપરાંત હરેશ પાસે 30 વીઘાથી વધારે જમીન છે. આ માટે પશુપાલન ઉપરાંત તે ખેતી પણ કરે છે. તે પોતાના ખેતરોમાં ઓર્ગેનિક ખેતી કરે છે. તેનાથી ગાયોના છાણનો તે ખાતર તૈયાર કરવા ઉપયોગ કરે છે. આ ઉપરાંત છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં કીટનાશક તરીકે કરે છે. ઓર્ગેનિક ખેતીને લીધે તેના ઉગાડવામાં આવતા પાકોની સારી માંગ છે.
Share your comments