ચીનનો ઉદ્ભવ થનાર દેશ ચીનમાં કોરોનાએ પોતાનો કાળો કહેર વરસાવવાની ફરી એકવાર શરૂઆત કરી દીધી છે, અને જેના કારણે ચીનના કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યુ છે. છેલ્લા 3 દિવસમાં રેકોર્ડબ્રેક કેસને કારણે ચીને તેના સૌથી મોટા શહેર શાંઘાઈના મોટા ભાગને તાળાબંધી કરવાનું શરૂ કરી દીધું છે.
કોરોનાના Covid નવા કેસોમાં ઉછાળા વચ્ચે, ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈએ ઓમિક્રોન-પ્રેરિત કોવિડ કેસોને કાબૂમાં લેવા માટે લોકડાઉન લાદવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે ચીનમાં કોવિડ-19નો હાલનો પ્રકોપ મહામારીના શરૂઆતના દિવસોમાં જોવા મળતો હતો તેવો જ છે.
ચીનમાં કોરોનાનો હાહાકાર
ચીનની શાંઘાઈ શહેરની સરકારે કહ્યું કે "ઓમિક્રોન-સંચાલિત કોવિડ ફાટી નીકળવાથી બચવા માટે શાંઘાઈમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 એપ્રિલથી શહેરના પશ્ચિમ ભાગમાં લોકડાઉનનો બીજો તબક્કો શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
શાંઘાઈમાં કોરોનાનો વિસ્ફોટ
શાંઘાઈ કોરોના હોટસ્પોટ બની ગયું છે 26 મિલિયનથી વધુ વસ્તી ધરાવતું ચીનનું સૌથી મોટું શહેર 28 માર્ચથી પાંચ દિવસ માટે અડધું બંધ થઈ ગયું છે. ચીને વૈશ્વિક રોગચાળા સામે ‘ઝીરો ટોલરન્સ’ની વ્યૂહરચના અપનાવી છે, જેના કારણે જ્યારે કેસ વધે છે ત્યારે મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઈ જાય છે.
કોરોનાની રોકેટ ગતિ
તમને જણાવી દઈએ કે શાંઘાઈ સિટીએ સતત ત્રણ દિવસમાં કોરોનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. છેલ્લા અઠવાડિયામાં ગુરુવારે 1,609, શુક્રવારે 2,267 અને શનિવારે 2,676 કેસ નોંધાયા છે. ચોંકાવનારી વાત એ છે કે ચીનનું શહેર શાંઘાઈ એક નવું વૈશ્વિક COVID હોટસ્પોટ છે, જ્યાં છેલ્લા 48 કલાકમાં કોવિડ સંક્રમણમાં 66 ટકાનો વધારો થયો છે.
સરકારે કડક પગલા લીધાં
શાંઘાઈ એ ચીનમાં વૈશ્વિક વેપાર કેન્દ્ર અને શિપિંગ હબ છે. અને આ લોકડાઉન શાંઘાઈ સ્થિત ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓની વ્યવસાયિક સંભાવનાઓને નુકસાન પહોંચાડી શકે છે. ચીનમાં તાજેતરમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને સરકાર આ વખતે ચેપનો સમુદાય ફેલાવો ન થાય તે માટે કડક પગલાં લઈ રહ્યા છે.
ચીનમાં જે શહેરોમાં કોવિડ સંક્રમણનો દર વધુ જોવા મળ્યો છે તે તમામ શહેરોમાંથી શાંઘાઈ સૌથી મોટું કોવિડ-19 હોટસ્પોટ બની ગયું છે. ડેટા દર્શાવે છે કે શાંઘાઈમાં શનિવારે 2,676 નવા કોવિડ કેસ નોંધાયા છે, જેમાં 48 કલાકમાં 66 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો : કેક્ટસના છોડમાંથી બનેલું લેધર, ચામડા ઉદ્યોગમાં હવે ક્રાંતિ લાવશે
આ પણ વાંચો : અહો આશ્ચર્યમ્ : ડાયમંડ સિટી સુરતમાં 6 લેન 1 કિલોમીટર લાંબો 'સ્ટીલ રોડ' બન્યો
Share your comments