ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 4 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. હોટેલ્સ રેસ્ટોરન્ટ્સને હોમ ડિલીવરીની સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કર્ફ્યૂ આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
કયા શહેરોમાં રાત્રિ કર્ફયૂ લગાવાયું ?
4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂના નિયમોનુ પાલન કરવુ અનિવાર્ય છે. ગુજરાતના આઠ મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવાનો નિર્ણય લીધો છે.
લગ્ન પ્રંસગમાં કેટલા લોકોને મંજૂરી ?
રાજ્યમાં નવા નિર્ણયો મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ્સને 24 કલાક હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવી છે, કારણ કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10.00 વાગ્યા સુધી 75 ટકા બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં તમામ પ્રકારના સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો સમારંભ ખુલ્લામાં મહત્ત્મ 150 વ્યક્તિઓ અને બંધ સ્થળોએ જગ્યાના 50 ટકા ક્ષમતા સાથે (મહત્તમ 150ની કેપેસિટી)માં યોજી શકાશે.
લગ્ન પ્રસંગોમાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં એકઠા થઈ શકશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે અંતિમ ક્રિયા અથવા દફન વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓને મંજૂરી આપવાનો નિર્ણય સરકારે લીધો છે.
આ પણ વાંચો : વાઈબ્રન્ટને લઈને આવ્યા મહત્વના સમાચાર, ગુજરાતના સ્થાપના દિવસે યોજાઈ શકે છે સમિટ
આ પણ વાંચો : શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરો આ ફળોનું સેવન
Share your comments