લાંબા સમય બાદ કપાસની ખેતી કરતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યુ છે કે હવે સારા ભાવ મળશે. કપાસના મુખ્ય ઉત્પાદક મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બજારોમાં તેની કિંમત પ્રથમ વખતે પ્રતિ ક્વિન્ટલ રૂ. 8000ને વટાવી ગઈ છે. જ્યાં કેન્દ્ર સરકારે લાંબા ફાઇબર કપાસની એમએસપી રૂ. 7020 નક્કી કરી છે, જ્યારે મધ્યમ ફાઇબર કપાસની એમએમપી રૂ. 6620 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે. પરંતુ આ વખતે ઓછા ઉત્પાદનના કારણે ભાવ વધવાની શકયતા જોવા મળી રહી છે. જો કે, 2021-22ની જેમ કિંમત 14,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચવાની અપેક્ષા નથી. તેમ છતાં ભાવ વધારાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. મોટાભાગની મંડીઓમાં રેટ MSP કરતાં વધી ગયો છે.
આ પણ વાંચો: આજેથી પેટીએમ એપ પર પ્રતિબંધ, જાણો કઈ સુવિધાઓ કામ કરશે અને કઈ નહીં
ગુલાબી ઈચળના કારણે પાકને થયું છે નુકસાન
આ વર્ષે ઘણા રાજ્યોમાં ગુલાબી ઈચળના કારણે કપાસના પાકને ઘણું નુકસાન થયું છે. ઘણા રાજ્યોમાં હવામાન અનુકૂળ રહ્યું નથી. જેથી ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2023-24માં કપાસનું ઉત્પાદન 323.11 લાખ ગાંસડી છે જે ગયા વર્ષ કરતા ઓછું છે. વર્ષ 2022-23 માટે ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ કપાસનું ઉત્પાદન 343.47 લાખ ગાંસડી હતું. એક ગઠ્ઠાનું વજન 170 કિલો છે. ઉત્પાદનમાં ઘટાડો થવાના અંદાજ બાદ કપાસના ભાવ વધવા લાગ્યા છે.
8,000 ને વટાવ્યું કપાસનું ભાવ
મહારષ્ટ્રની અકોલા મંડીમાં 88 ક્વિન્ટલ કપાસની આવક થઈ. ઓછી આવકને કારણે અન્ય બજારોની સરખામણીએ ભાવ વાજબી હતા. અકોલામાં લઘુત્તમ ભાવ રૂ. 8000, મહત્તમ રૂ. 8189 અને સરેરાશ ભાવ રૂ. 8094 પ્રતિ ક્વિન્ટલ હતા. માર્કેટિંગ સીઝન 2023-24 માટે, મધ્યમ ફાઇબર કપાસની MSP પ્રતિ ક્વિન્ટલ 6620 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે લાંબી ફાઇબરની વિવિધતાની કિંમત 7020 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. તે મુજબ અકોલામાં પણ ભાવ સારો રહ્યો. આ ઉપરાંત ચિમુર મંડી મંડીમાં પણ સારા ભાવ મળી રહ્યા છે.અહીં લઘુત્તમ ભાવ રૂ.7600, મહત્તમ રૂ.7751 અને સરેરાશ ભાવ રૂ.7651 પ્રતિ ક્વિન્ટલ હતા. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પણ કપાસના ભાવ 8000 વટાવાના આરે પહોંચી ગયું છે. જો કે તમે નીચે ટેબલમાં જોઈ શકો છો.
કયા મંડીમાં કેટલો છે ભાવ
એપીએમંસીનું નામ |
ન્યૂનતમ ભાવ |
મહત્તમ |
સરેરાશ ભાવ |
ધંધુકા (અમદાવાદ) |
6375 |
7760 |
7065 |
બગસરા (અમરેલી) |
6250 |
8240 |
7245 |
સાવરકુંડલા (અમરેલી) |
6755 |
8005 |
7380 |
સિદ્ધપુર (પાટણ) |
7500 |
8255 |
7877 |
જંબુસર (ભરૂચ) |
6100 |
6500 |
6300 |
ભાવનગર |
6650 |
7920 |
7285 |
વિસનગર (મહેસાણા) |
6000 |
8225 |
7112 |
મોરબી |
7000 |
8130 |
7565 |
રાજકોટ |
7250 |
8145 |
7850 |
જસદણ (રાજકોટ) |
7000 |
8025 |
7750 |
ચોટીલા (સુરેંદ્રનગર) |
6000 |
7000 |
6650 |
હળવદ (સુરેન્દ્રનગર) |
6500 |
7895 |
7700 |
હિમંતનગર |
6805 |
8175 |
7490 |
Share your comments