ટેલીમેડીસીન સેવાઓનો પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ ખાતે શુભારંભ
ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર ડો. મનસુખભાઈ માંડવિયા દ્વારા પાલિતાણા હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
પાલિતાણામાં સર માનસિંહજી હોસ્પિટલને કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયાની ઉપસ્થિતિમાં એઈમ્સ-રાજકોટ સાથે જોડવામાં આવી છે. ટેલીમેડિસીન સેવાઓના પ્રારંભથી પાલિતાણા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને જરૂર પડ્યે રાજકોટની એઈમ્સના ડોક્ટરોની સારવારલક્ષી સલાહ ઓનલાઈન ઉપલબ્ધ થશે અને પાલિતાણાના ડોક્ટર્સને પણ સહયોગ પ્રાપ્ત થશે.
શ્રી માંડવિયાએ કહ્યું હતું, ‘પાલિતાણા તથા આસપાસના તાલુકાઓના લોકોને તજજ્ઞોની સેવાઓ મળી રહે તે માટે AIIMS રાજકોટ સાથે જોડાણ કરી AIIMS રાજકોટના સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સેવાઓ પાલિતાણા ખાતે ટેલીમેડીસીન મારફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને AIIMS રાજકોટ એક હબ તરીકે કામ કરશે. જેના કારણે પાલિતાણાથી અગાઉ દર્દીઓને અમદાવાદ કે રાજકોટ રિફર કરવામાં આવતા હતા તેના સ્થાને હવે સ્થાનિક સર માનસિંહજી હોસ્પિટલમાં જ એઈમ્સ-રાજકોટના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સનું માર્ગદર્શન મળી રહેશે અને દર્દીના સમય અને નાણાંની બચત થશે.’
ડો. મનસુખભાઇ માંડવિયા દ્વારા પાલિતાણા તથા આસપાસના તાલુકાઓના લોકોને તજજ્ઞોની સેવાઓ મળી રહે તે માટે AIIMS રાજકોટ સાથે જોડાણ કરી AIIMS રાજકોટના સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની સેવાઓ પાલિતાણાખાતે ટેલીમેડીસીન મારફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. હૃદયરોગ, કિડનીના રોગો, કૅન્સર, સાયકિયાટ્રીસ્ટ વગેરે તજજ્ઞોની સેવાઓ મળતા બહારગામ ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આ પ્રસંગે રાજકીય તેમજ રાજકોટ AIIMSના ડાયરેકટર પ્રો. ડો. કર્નલ CDS કટોચ ઓનલાઈન જોડાયા હતા. RDD ડો. મનીષકુમાર ફેન્સી, RCHO. ડો.સોલંકી, THO ડો.મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના સંકલન માટે AIIMS રાજકોટથી ડો. કૃપાલ જોશી તથા ડો. ઉત્સવ પારેખ તથા RPC યોગેશ્વર ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો લાભ લેવા લોકોને અધિક્ષક ડો. કલ્પના ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો.
આ પણ વાંચો:ગુજરાત અને રાજસ્થાનથી છત્તીસગઢ પહોંચ્યો લમ્પી વાયરસ, બિલાસપુરમાં પણ એલર્ટ
Share your comments