Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કોંગ્રેસે જાહેર કર્યો પોતાના મેનિફેસ્ટો, જાણો ખેડૂતોથી લઈને ભારતના દરેક નાગરિકને શું આપ્યું વચન

લોકસભાની ચૂંટણીનો શંખનાદ વાગી ગયો છે. દરેક પાર્ટી પોત પોતાના પક્ષમાં વધુમાં વધુ મતદાન થશે તેના માટે પ્રચાર કરી રહ્યા છે. અને એક બીજા પર હુમલો પણ કરી રહ્યા છે. ક્યારે-ક્યારે આગેવાનોએ આવા નિવેદનો આપી દે છે જેથી આખા દળ માટે સમસ્યા ઉભી થઈ જાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
કોંગ્રેસ જાહેર કર્યો મનિફેસ્ટો
કોંગ્રેસ જાહેર કર્યો મનિફેસ્ટો

લોકસભાની ચૂંટણીનો શંખનાદ વાગી ગયો છે. દરેક પાર્ટી પોત પોતાના પક્ષમાં વધુમાં વધુ મતદાન થશે તેના માટે પ્રચાર કરી રહ્યા છે. અને એક બીજા પર હુમલો પણ કરી રહ્યા છે. ક્યારે-ક્યારે આગેવાનોએ આવા નિવેદનો આપી દે છે જેથી આખા દળ માટે સમસ્યા ઉભી થઈ જાય છે. ત્યાં તો આપણે એજ કહી શકાય જેને જેટલી સમજ તેની એટલી વાતો. એજ સંદર્ભમાં હવે થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ જશે, જેના અંતર્ગત પહેલા તબક્કાના મતદાન 19 એપ્રિલે થવાનું છે. આથી પહેલા કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટો જાહેર કરી દીઘું છે. તો ચાલો જાણીએ કે જો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા સરકાર ઘડવામાં આવશે તો તે શું કરશે. તેમાં પણ તેને ખેડૂતો માટે શું કરવાનું વચન આપ્યું છે તે મહત્વનું છે. તો ચાલો જાણિએ કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે.

કોંગ્રેસ આપ્યો 25 વચન

કોંગ્રેસ દ્વારા આજે એટલે કે શુક્રવારે 5 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલ મેનિફેસ્ટોમાં 25 વચન આપવામાં આવ્યું છે. જેમાંથી એક વચન ખેડૂતોથી પણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મેનિફેસ્ટો મુજબ જો તેની સરકાર આવશે તો તે 40 લાખ નોકરી આપશે તેમ જ મજૂરો માટે લઘુત્તમ મજુરી 400 રૂપિયા કરી દેશે. ગરીબ મહિલાઓને કોઈ પણ કામની ટ્રેનિંગ માટે 1 લાખ રૂપિયા, 25 લાખ રૂપયે સુધીની મફ્ત સારવાર તથા કૈશલેશ બીમા યોજના લાગૂ કરશે.જણાવી દઈએ કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કરતાં સમય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખરગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પાર્ટીના બીજા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જાતિએ ગણતરી હાથ ધરવામાં આવશે

કોંગ્રેસના મેનિફેસ્ટો મુજબ જ્યારે તે સત્તામાં આવશે ત્યારે દેશમાં જાતિએ ગણતરી હાથ ધરવામાં આવશે અને તેના મુજબ લોકોને યોજનાઓનું લાભ પહોંચાડવામાં આવશે. એટલે જે જ્ઞાતિની સંખ્યા વધુ થશે તેને યોજાનાઓનું વધુ લાભ મળશે. કોંગ્રેસ ગેરંટી આપી છે કે તે એસી-એસટી અને ઓબીસી માટે અનામતની રેખાને 50 ટકાથી વધુ કરી દેશે. તેમજ આર્થિક રીતે નબળા વર્ગોને (દરેક જાતિ ઉપર લાગૂ) નોકરી અને ભણતર માટે 10 ટકા અનામત આપશે.

ઘર બનાવવા, વ્યવસાય શરૂ કરવા અને મિલકત ખરીદવા માટે SC અને STને સંસ્થાકીય ધિરાણ આપવામાં આવશે. SC અને ST સમુદાયોના ઠેકેદારોને વધુ જાહેર કામના કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેર પ્રાપ્તિ નીતિનો વ્યાપ વિસ્તારવામાં આવશે. કોંગ્રેસ ગરીબો, ખાસ કરીને એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે રેસિડેન્શિયલ સ્કૂલનું નેટવર્ક ઉભું કરશે અને તેને દરેક બ્લોકમાં વિસ્તારશે. OBC, SC અને ST વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ બમણી કરવામાં આવશે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે. SC અને ST વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવામાં સહાય આપશે.

ખેડૂતોને કોંગ્રેસનો વચન
ખેડૂતોને કોંગ્રેસનો વચન

ખેડૂતો માટે શું કરશે

પોતાના મેનિફેસ્ટોમાં કોંગ્રેસ એમ તો ખેડૂતો વિશે કોઈ મોટી જાહેરાત નથી કરી, પરંતુ તેમના મેનિફેસ્ટો મુજબ જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે નાના અને સીમાંત ખેડૂતોને દેવાના બોજમાંથી મુક્ત કરવામાં આવશે. કોંગ્રેસ બેંક કે પછી બીજી કોઈ સંસ્થાથી લેવામાં આવેલ દેવાથી ખેડૂતોને મુક્તી અપાવશે, તેમજ જ્યારે બીજા લોકો માટે જો કામ કરવા આવશે તેમાં ખેડૂતો પણ પોતાની જાતિ મુજબ લાભ મેળવી શકે છે.તેના સાથે જ કોંગ્રેસે ખેડૂતોને એમએસપીની ગેરંટી પણ આપવાની જાહેરાત કરી છે. 

લઘુમતિઓને કોંગ્રેસ અપાવશે ન્યાય

કોંગ્રેસના મેનિફેસ્ટો મુજબ જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ભારતના લઘુમતી સમાજ એટલે કે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી અને બીજા લધુમતી સમાજના લોકોને ન્યાય અપાવશે. તેમ જ કોંગ્રેસ તે સુનિશ્ચિત કરશે કે દરેક લઘુમતી સમાજના નાગરિકને પોતાના ધર્મ મુજબ પોશાક, ખોરાક, ભાષા અને વ્યક્તિગત કાયદાની પસંદગીની સ્વતંત્રતા આપવામાં આવશે, લઘુમતીઓને શિક્ષણ, આરોગ્ય સંભાળ, જાહેર રોજગાર, સાર્વજનિક કાર્ય કરાર, કૌશલ્ય વિકાસ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રવેશ મળશે. લઘુમતી વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ, રોજગાર, વ્યવસાય, સેવાઓ, રમતગમત, કલા અને અન્ય ક્ષેત્રોમાં વધતી તકોનો સંપૂર્ણ લાભ લેવા પ્રોત્સાહિત કરવા અને સશક્ત કરવા માટે મદદ કરશે. તેમ જ અરબી ભાષાને ભારતની ભાષાઓની સૂચીમાં સામેલ કરશે.

Share your comments

Subscribe Magazine

More on News

More