સામાન્ય રીતે ખેતીમાં વ્યસ્ત ખેડૂતોને પાકના સારા ભાવ અને પાકને કોઈ કારણે નુકસાન નહીં પામે તેની ચિંતા હોય છે. પરંતુ કર્ણાટકાના ખેડૂતોની સમસ્યા તેના સાથે સાથે બીજી પણ છે. તેઓને ખેતીના કામમાં વ્યસ્ત રહેવાના કારણે લગ્ન માટે છોકરી મળી રહી નથી. છોકરી નથી મળી રહી ત્યાં સુધી પણ ઠીક છે, પરંતુ તેથી પણ મોટી સમસ્યા આવી ગઈ છે. વાત જાણો એમ છે કે કર્ણાટકાના ખેડૂતોને ખેતી કરવાના કારણે કોઈ પણ પોતાની દીકરી આપી રહ્યો નથી. છોકરીઓનું કહેવું છે કે અમે પરણીશ તો ફક્ત હેન્ડસમ છોકરાને જ. લગ્ન નથી થવાની ચિંતાના કારણે ત્યાં ખેડૂતોએ છેતરપિંડીના શિકાર થઈ રહ્યા છે. પ્રકાશમાં આવેલ એક ચોંકાવનારી ઘટના મુજબ એક મહિલાએ દુલ્હન બનવાની ઈચ્છા વ્યક્ત કરીને ખેડૂતને છેતર્યો છે.
લગ્નના નામે છેતરપિંડી
પોલિસ મુજબ બિદરી ગામના ખેડૂત સોમશેખર ગુલાગલજામ્બગી છેતરપિંડીનો શિકાર બન્યા છે. આ ખેડૂતે સાત લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો છે કે શિવમોગા જિલ્લાની એક મહિલા સાથે લગ્ન કરાવવાના નામે કેટલાક લોકોએ તેની સાથે છેતરપિંડી કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, "ગુલાગલજામબાગી તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર છે અને તેને ચાર-પાંચ વર્ષથી લગ્ન કરવા માટે કોઈ છોકરી મળી શકી ન હતી. તેણે બાગલકોટ જિલ્લાના કુન્નલ ગામમાં રહેતા તેના કાકાની મદદ માંગી હતી.છોકરીએ તેના કાકાએ સત્યપ્પા શિરુર પાસેથી મદદ માંગી, જેમણે નવેમ્બર 2023 માં કન્યાની તસવીર બતાવી. 4.2 લાખની માંગણી કરી હતી, જો કે, એક મહિના પછી, નાના કારણોસર ઝઘડો થતાં, મહિલા તેના ઘરે ગઈ હતી.
છેતરપિંડીનો ભોગ બનનાર ખેડૂત
અહેવાલ મુજબ ખેડૂત ગુલાગલજામ્બગીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે જ્યારે તે પોતાની પત્નીને મનાવવા માટે શિવમોગ્ગા ગયો તો તેને ખબર પડી કે તેની પત્ની પહેલાથી જ બે અન્ય લોકો સાથે પરણેલી છે અને તેના બાળકો અને પૌત્રો પણ છે. તેણે કહ્યું, "જ્યારે મેં બ્રોકરને આ વાત કહી તો તેણે મારા માટે બીજી કન્યાની વ્યવસ્થા કરવા માટે 50,000 રૂપિયા વધુ માંગ્યા.
રાજસ્થાનથી આવી રહી છે લુટેરી દુલ્હન
પોલિસ પાસેથી મળેલી માહિતી મુજબ આવા દલાલો રાજસ્થાનથી દુલ્હન લાવે છે અને લગ્ન પછી ફરાર થઈ જાય છે. બીજી બાજુ ખેડૂત સંગઠનોએ આવી ઘટનાઓનો વિરોધ કર્યો ત્યારે તેના પર થોડા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, તેના કેટલાક નેટવર્ક હજુ પણ કાર્યરત છે જે નિર્દોષ યુવા ખેડૂતોને શિકાર બનાવી રહ્યા છે. તેજીએ માંગણી કરી છે કે સરકારે એક ટીમ બનાવીને આવી ઘટનાઓની ઝીણવટભરી તપાસ કરવી જોઈએ.
આ પણ વાંચો:જો 31 જાન્યુઆરી સુધી નથી કર્યો આ કામ તો ખાતામાં નહીં આવે પીએમ કિસાનનો 19મો હપ્તો
Share your comments