Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતવાસીઓ ઠંડીના હજી એક રાઉન્ડ માટે રહો તૈયાર

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીની લહેર આવી શકે છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ફરી એકવાર ઠંડી વધશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શીતલહેરની શક્યતાઓ જોવા મળી રહી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Gujarat : Weather Update
Gujarat : Weather Update

શું ફરીથી ઠૂંઠવાશે ગુજરાત ?

રાજ્યમાં ઠંડી વધવાની વાત પર હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 48 કલાકમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. અને અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકુ રહેશે, અને બે દિવસ સુધી તાપમાનમાં 2થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. ઉપરાંત 3 ફેબ્રુઆરી પછી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં શિયાળો હાલ પણ યથાવત છે.

કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ 

ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીમાંથી લોકોને રાહત મળી રહી છે, અને આગામી 3 દિવસ રાજ્યમાં દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને જો ચાર ડિગ્રી તાપમાન વધશે તો લોકોને ઠંડીમાંથી રાહત મળશે પરંતુ 3 દિવસ પછી રાજ્યવાસીઓએ ઠંડીના વધુ એક રાઉન્ડનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ ભારતમાં પડેલ હિમવર્ષાને  લીધે આગામી દિવસોમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઠંડીનો અનુભવ થશે. દરમિયાન આ પાંચ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની ઠંડી, કોલ્ડવેવ કે અન્ય પ્રકારની ચેતવણી આપવામાં નથી આવી.

ગુજરાતમાં વાતાવરણના મિજાજમાં સતત બદલાવ

વાતાવરણમાં સતત ફેરબદલને કારણે હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા માટે અપીલ પણ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અવારનવાર તાપમાનમાં વધ-ઘટ જોવા મળી રહી છે.  અને સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે જ રાજ્યમાં અનેક વાર કમોસમી વરસાદ પણ વરસ્યો છે, અને હવે રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડીની આગાહી આપવામાં આવી છે.

બુધવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ, અમદાવાદમાં ધુમ્મસ વાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 500 મીટરના અંતરે પણ વિઝિબિલિટી ખૂબ જ ઓછી હોવાના કારણે લોકોને હેરાનગતિ થઈ હતી, અને વાહનચાલકોએ હેડ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા પડ્યા હતા.

માછીમારોને શું સૂચના અપાઈ ? 

હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી દીધી છે ત્યારે માછીમારોને આજે એટલે કે 2 ફેબ્રુઆરીએ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન પાંચ દિવસ સુધી રાજ્યમાં કોઈપણ પ્રકારની ઠંડી, કોલ્ડ વેવ કે અન્ય કોઈ આગાહી કરવામાં નથી આવી.

આ પણ વાંચો : રાજ્યમાં કેરી આવશે એક મહિનો મોડી

આ પણ વાંચો : બજેટ થયુ રજૂ, ખેડૂતોના માટે કરી કઈ મોટી જાહેરાત

Share your comments

Subscribe Magazine

More on News

More