દેશમાં કોલસાનું સંકટ યથાવત્ છે, મે મહિનામાં કોલસાના કારણે વીજળીની કટોકટી વધવાની આશંકા છે, જેના કારણે કોલસાની ટ્રેનો યોગ્ય રીતે પસાર થઇ શકે તે માટે પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી રહી છે.
1100 ટ્રેનો રદ
દેશમાં કોલસાના સંકટ વચ્ચે ભારતીય રેલવે સતત મોટા પગલા લઈ રહી છે. કોલસાની સપ્લાય માટે રેલવેએ અત્યાર સુધીમાં ઘણી ટ્રેનો રદ કરી છે. હવે 24 મે સુધી ફરી એકવાર રેલવેએ 1100 ટ્રેનો રદ કરી છે. આ ટ્રેનોમાં મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.
કોલસાની તીવ્ર અછત
દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશ એવા રાજ્યોમાં સામેલ છે જે તેમના પાવર પ્લાન્ટ્સમાં કોલસાની તીવ્ર અછતને કારણે પાવર નિષ્ફળતા અનુભવી રહ્યા છે. મહારાષ્ટ્રને પણ નજીકના ભવિષ્યમાં વીજ માંગમાં વધારો થવાની અપેક્ષા છે.
લોકોને મુશ્કેલીનો સામનો
24 મે સુધી ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ કરવામાં આવશે. જેમાં મેલ એક્સપ્રેસ ટ્રેનોની 500 ટ્રીપ્સ, જ્યારે પેસેન્જર ટ્રેનોની 580 ટ્રીપ્સનો સમાવેશ થાય છે. આ ટ્રેનો એટલા માટે રદ કરવામાં આવી છે જેથી થર્મલ પાવર પ્લાન્ટને સપ્લાય કરવામાં આવતો કોલસાથી ભરેલી માલગાડીઓને સરળતાથી રસ્તો આપી શકાય, જેથી કોલસો સમયસર પહોંચી શકે.ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં કોલસાની કટોકટીથી વીજળીની સમસ્યા સર્જાઈ હતી. બાદમા સરકારે ઘણી બેઠકો કરી હતી. ઘણા રાજ્યોમાં પાવર કટના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપી માહિતી
કોલસાની કટોકટી અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં માહિતી આપી હતી કે થર્મલ પાવર પ્લાન્ટ્સમાં 21 મિલિયન ટન કોલસાનો સ્ટોક છે, જે આવનારા કેટલાક દિવસો માટે પૂરતો છે. કોલ ઈન્ડિયા સહિત, ભારત પાસે 80 દિવસનો સ્ટોક છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કોલસાની આયાતને અસર
કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે પણ સ્વીકાર્યું હતું કે ઘણા રાજ્યોમાં કોલસાની અછત છે. તેમણે કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કોલસાની આયાતને અસર થઈ છે. ઝારખંડમાં કોલસા કંપનીઓને બાકી રકમ ન ચૂકવવાને કારણે કોલસાની કટોકટી ઊભી થઈ છે.
આ પણ વાંચો : આ 5 વૃક્ષોની વિગતો છે જે ભારતમાં સૌથી વધારે ઝડપથી વિકસે છે
રદ કરાયેલી ટ્રેનોની લિસ્ટ
નોંધનીય છે કે 24 મે સુધી રદ કરાયેલી ટ્રેનોમાં એક્સપ્રેસ, મેલ અને પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે. જો કે સરકારના આ પગલાથી મુસાફરોને મુશ્કેલી પડી શકે છે. પરંતુ, સરકારનું આ પગલું દેશમાં ગંભીર બની રહેલા વીજ સંકટને પહોંચી વળવામાં રાહત સાબિત થઈ શકે છે. અત્રે જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ સરકારે રાજ્યમાં કોલસાના રેક પહોંચાડવા માટે ઘણી ટ્રેનો રદ કરી હતી
29 એપ્રિલે પણ રદ કરવામાં આવી હતી ટ્રેનો
આ સંદર્ભે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, કોલસાની સપ્લાયના હેતુથી એક્સપ્રેસ મેલ ટ્રેનોની લગભગ 500 ટ્રિપ અને પેસેન્જર ટ્રેનોની 580 ટ્રિપ્સ રદ કરવામાં આવી છે. અગાઉ 29 એપ્રિલે, ભારતીય રેલ્વેએ દેશભરમાં ઓછામાં ઓછા 400 કોલસાના રેકની અવરજવર માટે 240 પેસેન્જર ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે કોલસાથી ભરેલી ટ્રેનોને દેશના વિવિધ થર્મલ પાવર પ્લાન્ટ્સ પર સરળતાથી પેસેજ આપી શકાય છે, જેથી કોલસો સમયસર પહોંચી શકે અને વીજ કટોકટીનો સામનો કરી શકાય, તેથી આટલી મોટી સંખ્યામાં ટ્રેનોને અલગ-અલગ રૂટ પર રદ કરવામાં આવી હતી. છે.
છ વર્ષમાં સૌથી મોટો વીજ કાપ
ભારતમાં આ સમયે આકરા ઉનાળા દરમિયાન વીજ કાપ છ વર્ષમાં સૌથી વધુ છે. આ સ્થિતિ કોલસાની તીવ્ર અછતને કારણે ઊભી થઈ છે જે વીજ ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોલસાનો ભંડાર લગભગ નવ વર્ષમાં તેમના સૌથી નીચા પૂર્વ-ઉનાળાના સ્તરે આવી ગયો છે. ગુરુવારે, ઉર્જા મંત્રાલયે પોતે કહ્યું હતું કે ભારતમાં પીક-પાવર માંગ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી છે. એક રિપોર્ટ અનુસાર, એપ્રિલના પ્રથમ 27 દિવસમાં વીજળીના પુરવઠામાં 1.88 અબજ યુનિટ અથવા 1.6 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ગરમીની બીજી ઈનિંગ થશે શરૂ, તાપમાન પહોંચશે 44 પાર
Share your comments