દેશમાં લોકસભાની ચૂંટણીની થનગનાહટ થઈ રહી છે. પહેલા તબક્કાના મતદાન પછી હવે આવતી કાલે એટલે કે 26 એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેના પછી કેટલાક રાજ્યોમાં ચૂંટણી પતી જશે. એજ સંદર્ભમાં દરેક દળના આગેવાનોએ પોત-પોતાના રીતે મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ મતદારો કોણા પક્ષમાં મતદાન કરશે, તે તો મતદારોને જ ખબર છે. મને ખબર છે તમે એમ વિચારી રહ્યા હશો કે અમે ત્યાં ચૂંટણીની વાત કેમ કરી રહ્યા છે. તેનો ઉત્તર ખેડૂત શબ્દથી જોડાયેલ્યું છે. વાત જાણો એમ છે કે અમારા દેશમાં ખેડૂતોને તેમાં પણ નાના અને સીમાંત ખેડૂતોને પોતાના તરફેણમાં કરવા માટે જો દરેક રાજકારણીય દળ એક પ્રકારનું દડા નાખે છે તે છે ખેડૂતોને દેવામાંથી અમે મુક્તી અપાવીશું, જો તમે અમને વોટ કરશો. આવી જ એક દડા તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્તા રેડ્ડીએ પણ નાખી છે.
તેલંગાણાના મુખ્ય પ્રધાનની જાહેરાત
પ્રાપ્ત માહિતી મુજબ તેલંગાણાના મુખ્ય પ્રઘાન લોકસભા ચૂંટણીને જોતા રાજ્યના ખેડૂતોને પોતાની તરફેણમાં કરવા માટે દેવામાંથી મુક્તી અપાવીશું તે નામથી ઓળખખાતી એક દડાએ મતદારો સામે નાખી છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું, કે જ્યારે કોંગ્રેસ તેલંગાણાની લોકસભાની વધુમાં વધુ બેઠકો જીતશે, ત્યારે તેઓ નાના અને સીમાંત ખેડૂતોને દેવામાંથી મુક્તી અપાવશે.તેમણે જણાવ્યુ કે અમારી સરકારે 2 લાખ રૂપિયા સુધીનું ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું છે,જ્યારે ચૂંટણીની પતશે, ત્યારે તરત જ અમે ખેડૂતોને દેવામાંથી મુક્ત કરી દઈશું,
રાજ્યમાં છે કોંગ્રેસની સરકાર
વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોંગ્રેસની જ સરકાર છે અને ખેડૂતોનું લોન માફ કરવાનું ડિપાર્ટમેન્ટ રાજ્ય સરકાર પાસે જ હોય છે. રેવન્ત રેડ્ડીના લોન માફીને લઈને આપવામાં આવેલ નિવેદન પછી ભાજપે સીએમ પર હુમલો કર્યો છે. અપક્ષના નેતાએ કહ્યું કે ડિસેમ્બર 2023થી રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે, ત્યારથી લઈને આચાર સહિંતા લાગૂ થયા પછી સુધી સીએમ કેમ આ નિર્ણય નથી કર્યો કે અમે ખેડૂતોનું લોન માફ કરીએ છીએ. સીએમ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ખેડૂતોને દેવામાંથી મુક્તી અપાવશે.જેથી રાજ્યના ખેડૂતોએ કોંગ્રેસના પક્ષમાં મતદાન કરશે અને તેમને તેનો ફાયદા મળશે. પરંતુ અમને ખબર છે કે જો કોંગ્રેસની સરકારે અત્યાર સુધી ખેડૂતોનું લોન માફ નથી કર્યુ, તે ચૂંટણી પત્યા પછી ક્યાંથી ખેડૂતોનું લોન માફ કરશે.
આ પણ વાંચો: ઓછા સમયમાં જોઈએ છે વધુ આવક, તો ચોમાસા પહેલા કરો આ પાકનું વાવેતર
કોંગ્રેસને આપો બહુમત
રેવંત રેડ્ડીએ અવિભાજિત મહબૂબનગર જિલ્લાના લોકોને જિલ્લાની બંને લોકસભા બેઠકો પર કોંગ્રેસને જંગી બહુમતી આપીને તેમના હાથ મજબૂત કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે તેઓ આ જિલ્લામાંથી પ્રથમ વ્યક્તિ છે જેઓ TPCC પ્રમુખ તરીકે કોંગ્રેસનું નેતૃત્વ કરે છે અને મુખ્યમંત્રી તરીકે રાજ્યનું નેતૃત્વ કરે છે.
Share your comments