ખેડૂત ભાઇયો શું તમે તમારા પાકનું વીમા કંપનીથી વીમો કરાવો છો અને તમને તમારા વીમો પ્રમાણે વળતર પાછા આપવામાં આવતા નથી અને તમારા સાથે કંપનીઓ ફ્રોડ કરી દે છે. તો તમારી સમસ્યાનું ઉકેલ હવે આવી ગયો છે. પ્રાકૃતિક આપત્તિના કારણે જો તમારો પાક બરબાદ થઈ જાયે અને તમે વીમો કરાવીને રાખ્યા છો છતાયે વીમા કંપનીએ તમને તમારો વળતર નથી આપી રહી તો હવે તમારા માટે ખુશખબર છે. કેમ કે કેંદ્રની મોદી સરકારે ખેડૂતોને તેમણુ વળતર આપાવા માટે તૈયારી કરી લીઘી છે. જેના માટે કેંદ્ર સરકારના અંતગર્ત આવેલ ખેડૂત કલ્યાણ મંત્રાલય જલ્દ એક ટોલ ફ્રી નંબર બાહાર પાડશે, જે માત્ર પાક સંબધિત સમસ્યાઓનું સમાધાન કરશે. જણાવી દઈએ કે કેંદ્ર સરકાર દ્વારા આગામી સપ્તાહમાં તેને લોન્ચ કરવાની પૂરી-પૂરી શક્યતા છે.
પાક વીમા હેઠળ 37 કરોડ ખેડૂતોને મળ્યું છે લાભ
ઉલ્લેખનીય છે કે કેંદ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ હજુ સુધી 37 કરોડ ખેડૂતોએ તેનો લાભ લઈ ચૂક્યા છે. કેંદ્ર સરકાર દ્વારા હાલમાં જ જારી કરેલા આકડા મુજબ ગત વર્ષે એટલે કે 2023માં 3 કરોડ 13 લાખ ખેડૂતો યોજના સાથે જોડાયા હતા. જેમા ખેડૂતોએ પ્રાકૃતિક આપત્તિઓને કારણે પાકને થતુ નુકસાનને જોતા પાક વીમો કરાવે છે.પરંતુ જ્યારે સાચા અર્થમાં પાક નિષ્ફળ થઈ જાય છે અને ખેડૂતો જ્યારે પોતાના વળતર માટે દાવો કરે છે ત્યારે કોક પણ તેમને જાણ કરતો નથી કે ક્યાર સુધી તેમને ક્લેમ મળવાની શક્યતા છે. જેથી તેઓ આગામી પાક તૈયારી કરી શકે. એજ સમસ્યાને જોતા કેંદ્ર સરકાર દ્વારા જલ્દ એક ટોલ ફ્રી નંબર બાહાર પાડવામાં આવશે.
એક કોલ અને મુશ્કેલ દૂર
શક્યતા મુજબ આગામી સપ્તાહમાં ટોલ ફ્રી નંબર 14447 જારી કરવામાં આવશે. જો એક જ કોલમાં જ તમારી મુશ્કેલી દૂર કરી દેશે. દેશના કોઈ પણ ખૂણમાં બેઠેલો ખેડૂત તેનું ક્લેમ સ્ટેટસ જાણી શકશે અને સંબધિત ફરિયાદ કરી શકશે. જણાવી દઈએ કે છત્તીસગઢમાં કરવામાં આવેલ આ પાયલટ પ્રોજેક્ટ સફળ સાબિત થઈ રહ્યું છે. જેથી કેંદ્ર સરકાર તેને સમગ્ર દેશમાં લાગૂ કરવાનું વિચાર્યું હતું. મંત્રાલય પાસેથી મળી માહિતી મુજબ ટોલ ફ્રી નંબર સંપૂર્ણ રીતે તૈયાર છે અને શક્યતા મુજબ આગામી સપ્હાતમાં તેને લોન્ચ કરી દેવામાં આવશે.
સમસ્યાનું સમાધાન માટે તમારે શું કરવું પડશે
પાકનું કરાયેલુ વીમો જો તમને નથી મળ્યું છે. તો તેના માટે તમારે ટોલ ફ્રી નંબર 14447 પર કોલ કરવો પડશે. જ્યાં તમારે તમારી વીમા સંબધિત સમસ્યા વિશે જણાવું પડશે પછી ત્યાંથી તમને એક આઈડી આપવામાં આવશે.આટલું જ નહીં ફરિયાદ નોંધાવ્યા બાદ ખેડૂતોની પાસે SMS પણ આવશે. જ્યારે ખેડૂતે ફરિયાદનું ફોલોઅપ લેવું હોય, તો તેણે કોલ કરીને આઈડી જણાવવું પડશે, પછી તેઓને તેમનો સ્ટેટસ મળી જશે.
Share your comments