સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF તરફથી કોન્સ્ટેબલના પદ માટે ભરતીની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ Constable Recruitment એ હેડ કોન્સ્ટેબલની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો CISF ની સત્તાવાર વેબસાઇટ cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં ભરતી માટે બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા 29 જાન્યુઆરી 2021થી શરૂ થઈ ગઈ હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચના દ્વારા આ ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ ખાલી જગ્યા દ્વારા કુલ 1149 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આંદામાન અને નિકોબાર, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ અને સિક્કિમ સિવાય, દેશના અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં CISF કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. અને જરૂરિયાત મુજબ, ખાલી જગ્યાઓની સંખ્યા વધારી કે ઘટાડી શકાશે.
દેશની સેવા કરવા માંગતા હોય તે લોકો માટે ઉત્તમ તક
સંરક્ષણ દળોમાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. CISFએ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં 1149 ખાલી જગ્યાઓ ભરવા માટે CISF શરૂ કરવામાં આવી છે. કોન્સ્ટેબલ અથવા ફાયરમેનની કુલ 1149 જગ્યાઓ ભરવા માટે CISF શરૂ કરવામાં આવી છે. જેમાં જનરલ કેટેગરીની 489 બેઠકો નક્કી કરવામાં આવી છે. બીજી તરફ, OBC માટે 249 બેઠકો, EWS માટે 113 બેઠકો, SC માટે 161 બેઠકો અને ST વર્ગના ઉમેદવારો માટે 137 બેઠકો પર ભરતી કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરશો ?
અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ cisfrectt.in પર જાઓ.
વેબસાઈટના હોમ પેજ પર આપેલા NOTICE BOARD વિકલ્પ પર જાઓ.
આમાં Application portal for Constable-Fire 2021 લિંક પર જવું પડશે.
હવે Apply Online ની લિંક પર ક્લિક કરો.
તે પછી પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
એપ્લિકેશન પૂર્ણ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લો.
CISF કોન્સ્ટેબલ માટે લાયકાત
ઉમેદવારે માન્ય બોર્ડમાંથી વિજ્ઞાન વિષય સાથે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. આ નોકરી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં તમે 12મું પાસ કર્યું હોવું જોઈએ. આ સિવાય તમારી ઉંમર 18 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આરક્ષિત વર્ગોને ઉપલી વય મર્યાદામાં 3 થી 10 વર્ષ સુધી છૂટછાટ મળશે.
કેટલો પગાર મળશે
આ પોસ્ટ માટે અરજી ફી રૂ 100 છે. મહિલા ઉમેદવારો અથવા SC/ST શ્રેણી માટે કોઈ ફી ચૂકવવાની નથી. પસંદ કરાયેલા ઉમેદવારોને રૂપિયા 25,500 થી રૂપિયા 81,100ની રેન્જમાં પગાર મળશે.
આજે જ નોંધાવો ઉમેદવારી
જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે, તેઓએ શક્ય તેટલી વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ કારણ કે એપ્લિકેશનની છેલ્લી તારીખ નજીક આવતાં જ વેબસાઈટ પર ટ્રાફિક લોડ વધે છે અને અરજી કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : JEE-Main 2022ની તારીખ થઈ જાહેર, પરીક્ષા બે તબક્કામાં યોજાશે
આ પણ વાંચો : Stand-up India Scheme : મહિલાઓને મળશે 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન
Share your comments