ગુજરાતમાંથી સાયકલ લઇ નીકળેલા ખેડૂત હરેશભાઇ પુજારા સાથે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના આગેવાનો સહિતના ખેડૂત નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા અને રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં જોડાયા.
ગુજરાતના ખેડૂતોના વણઉકેલ્યા પ્રશ્નોને લઇને રાષ્ટ્રપતિને લેખિત રજૂઆત કરવાના હેતુસર તેમજ છેલ્લા નવેક મહિનાથી દેશભરના ખેડૂતો દ્વારા ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી આંદોલનને સમર્થન જાહેર કરવાના હેતુથી ગુજરાતના ચોટીલા ખાતેથી સાયકલ લઇને દિલ્હી ખાતે જનારા ખેડૂત હરેશભાઇ પુજારા દિલ્હી ખાતે પહોંચ્યા હતા. તેઓ સાથે ખેડૂત સેવા સંગઠનના હોદ્દેારો સહિતના ગુજરાતના ખેડૂત નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા હતા, અને રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં જોડાયા હતા.
ખેડૂત સેવા સંગઠન સંગઠનના મુકેશભાઇ રાજપરાએ યાદીમાં જણાવ્યું હતું કે, ગુપરાતના ખેડૂત હરેશભાઇ પુજારા સાયકલ લઇને દિલ્હી પહોંચ્યા ત્યારે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ટ્રસ્ટીઓ પણ તેની સાથે દિલ્હી પહોંચ્યા છે. તમામ બોર્ડરો પર ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી આંદોલન છાવણીઓની મુલાકાત લીધી હતી. દરમિયાન ખેડૂત આગેવાનો દિલ્હીનીઅંદર જંતર મંતર મેદાનમાં ધરણા પર બેઠા હતા. દરમિયાન ખેડૂતોના પ્રશ્નો અંગે રાષ્ટ્રપતિને લેખિત રજૂઆત કરી હતી, રાષ્ટ્રપતિને રજૂઆત કરી તે પત્રની રીસીવ કોપી મળી ગઇ હતી પરંતુ અમને રાષ્ટ્રપતિને મળવા દેવાયા ન હતા, એટલે અમે ગુરૂવારે એવી રજૂઆત કરી હતી કે, અમારે રાષ્ટ્રપતિને મળવું છે. રજૂઆતપત્રમાં વહેલામાં વહેલી તકે ત્રણ કાળા કૃષિ કાયદા રદ કરવામાં આવે અને તમામ જણસીઓમાં ફરજિયાત એમએસપી લાગુ કરવામાં આવે તે અંગેની માગણી મુખ્ય હતી.
Share your comments